વિદ્યાસહાયકનાં ફોર્મ ભરાયા બાદ પ્રોવિઝનલ મેરીટ પ્રસિદ્ધ ન કરાતા ઉમેદવારો દ્વિધામાં મુકાયાં
ગાંધીનગરઃ રાજ્યમાં ઘણા સમયથી ટેટ પરીક્ષા ઉતિર્ણ કરેલા વિદ્યાર્થીઓ વિદ્યાસહાયકોની ભરતીની રાહ જોઈ રહ્યા હતા. આખરે રાજ્ય સરકારે વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરતા રાહત થઈ હતી.ધોરણ-1થી 8માં 3300 વિદ્યાસહાયકોની ભરતી માટે ફોર્મ સ્વીકાર્યા બાદ પ્રોવિઝન મેરીટ યાદી પ્રસિદ્ધ નહી કરતા ઉમેદવારોની મુંઝવણમાં વધારો થયો છે. વિદ્યાસહાયકના ફોર્મ સ્વીકારવાની ગત તારીખ 18મી, ફેબ્રુઆરી-2022ના રોજ અંતિમ તારીખ હતી. […]