ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ટેકાના ભાવે ખરીદી તા. 1લી નવેમ્બરથી શરુ કરાશે
ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન 2023-24માં રાજ્ય સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. આગામી તા. 1લી નવેમ્બરથી 15મી જાન્યુઆરી દરમિયાન આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા કોમન ડાંગર માટે […]