1. Home
  2. Tag "Rahul Gandhi"

હિન્દુઓ ઉપર ખોટા આરોપ લગાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે, જે ગંભીર બાબત છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, “હું રાષ્ટ્રપતિના સંબોધન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હાજર છું. રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં વિકસિત ભારતના સંકલ્પને વિસ્તાર્યો છે.” પીએમ મોદીએ કહ્યું, આજે હિન્દુઓ પર ખોટા આરોપો લગાવવાનો પ્રયાસ […]

લોકસભામાં રાહુલ ગાંધીએ ભાષણમાં હિંદુઓ મામલે કરેલી ટીપ્પણી રેકોર્ડમાંથી હટાવાઈ

નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં કરેલા સંબોધનમાં કરેલી ઘણી ટિપ્પણીઓ રેકોર્ડમાંથી હટાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં હિન્દુઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS વિશે ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જેઓ પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા-હિંસા, નફરત-દ્વેષમાં વ્યસ્ત રહે છે. પીએમ […]

લોકસભામાં રાહુલ અને રાજ્યસભામાં ખડગેનું માઈક બંધ કરાયું, કોંગ્રેસનો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી NEETનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા ત્યારે તેમનું માઈક બંધ થઈ ગયું હતું. કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેનું માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસે તેને સરમુખત્યારશાહી ગણાવી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલી પોસ્ટમાં […]

રાહુલ ગાંધીએ ઈન્ડી ગઠબંધનના સાંસદો સાથે ચા ઉપર ચર્ચા કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ઈન્ડિ ગઠબંધનના સાંસદો સાથે ચા સાથે ચર્ચા કરતા જોવા મળ્યાં હતા. આ દરમિયાન તેમની સાથે અયોધ્યાના સમાજવાદીના સાંસદ અવધેશ પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ચા ઉપર ચર્ચાની એક તસ્વીર સામે આવી છે, જેમાં અવધેશ પ્રસાદ અને રાહુલ ગાંધી હસતા-હસતા વાતો કરતા જોવા મળે છે, […]

લોકસભાના ડેપ્યુટી સ્પીકર મામલે રાહુલ અને અખિલેશને ચિરાગ પાસવાનનો સણસણતો જવાબ

નવી દિલ્હીઃ લોકસભામાં સ્પીકર પદે ઓમ બીરલા ચૂંટાયા બાદ તમામ નેતાઓએ તેમને અભિનંદન આપ્યાં હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ઓમ બિરલા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન ચિરાગ પાસવાને પોતાની આગવી સ્ટાઈલમાં ડેપ્યુટી સ્પીકર મામલે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને ચાબખા માર્યાં હતા. લોકસભા સ્પીકરની ચૂંટણીમાં મળેલી જીત બાદ એનડીએ ખુશ દેખાઈ […]

લોકસભા ગૃહમાં વિપક્ષને પણ બોલવાનો અધિકાર મળવો જોઈએઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર તરીકે એનડીએ નેતા ઓમ બીરલા ચૂંટાયાં હતા. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના સાંસદોએ ઓમ બીરલાને શુભેચ્છાઓ પાઠવી હતી. કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ પણ ઓમબીરલાને શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે શુભેચ્છા પાઠવા સાથે લોકસભા ગૃહમાં વિપક્ષને પણ બોલવાનો અધિકાર મળે તેવી વાત કરી હતી. શિવસેના અને એનસીપીના સાંસદોએ પણ […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થયું છે. આજે આઝાદી પછી પહેલીવાર લોકસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણી થશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગઈકાલે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા અંગે વિચારણા કરવામાં આવી. જેના પગલે પ્રોટેમ સ્પીકરને નામ મોકલવામાં આવ્યું છે. પરિણામે હવે 18મી લોકસભામાં વિપક્ષના […]

હેડલાઈનઃ રાહુલ ગાંધીએ સાંસદ તરીકે લીધા શપથ

હુમલા કેસમાં જામીન ના મંજુર જુનાગઢ સંજય સોલંકી ને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલ સહિત પાંચના જામીન જુનાગઢ કોર્ટે કર્યાં ના મંજૂર.. સાર્વત્રિક વરસાદની આગાહી રાજ્યમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી આજે અને આવતીકાલે  સાર્વત્રિક મેઘ મહેર ની આગાહી, તો આગામી સાત દિવસ  રહેશે વરસાદી માહોલ, માછીમારોને દરિયો ના ખેડવા સુચના લોકસભાના સ્પીકર પદ માટે યોજાશે ચૂંટણી […]

પ્રિયંકાને ફસાવવા માટે વાયનાડથી ચૂંટણી લડાવવામાં આવી રહી છે, ભાજપના પ્રવક્તાનું મોટું નિવેદન

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ટૂંક સમયમાં સંસદમાં જોવા મળી શકે છે. રાહુલ ગાંધીએ નિર્ણય લીધો છે કે તેઓ વાયનાડ સીટ છોડી રહ્યા છે, જ્યાં હવે યોજાનારી પેટાચૂંટણીમાં પ્રિયંકા લડશે. ભાજપ પણ આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે. ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું છે કે પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ સીટ પર સીપીઆઈના વિરોધનો સામનો […]

નરેન્દ્ર મોદી કેમ્પના કેટલાક લોકો ઇન્ડિયા એલાયન્સ સાથે સંપર્કમાં હોવાનો રાહુલ ગાંધીનો દાવો

લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં NDAની સરકાર બની છે. પરંતુ, આ ચૂંટણીમાં ભાજપને ગત વખત કરતા 63 બેઠકો ઓછી મળી છે અને પાર્ટી માત્ર 240 બેઠકો જીતવામાં સફળ રહી છે. આ જ કારણ છે કે મોદી સરકાર બન્યા બાદ પણ વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યા છે. હવે ફરી એકવાર રાહુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code