ઉદ્યોગપતિઓનું દેવું માફ થઈ શકે તો ખેડુતોનું કેમ નહીં, રાહુલ ગાંધીએ ભાજપ સામે કર્યા પ્રહાર
પાટણઃ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપની સરકાર ઉદ્યોગપતિઓનું દેવું માફ કરી શકે છે, તો ખેડુતોનું દેવું કેમ માફ કરતી નથી ? ભાજપ ફરીવાર સત્તામાં આવશે તો બંધારણને બદલી દેશે. ભાજપ અનામતના વિરુદ્ધમાં છે. અનામતનો અર્થ છે ગરીબો, […]