1. Home
  2. Tag "raids"

જમ્મુ-કાશ્મીર: આતંકવાદી ઘૂસણખોરી સંબંધિત મામલામાં NIAના અનેક સ્થળે દરોડા

જમ્મુઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદી ઘૂસણખોરી સંબંધિત કેસમાં જમ્મુ-કાશ્મીરના રિયાસી, ડોડા, ઉધમપુર, રામબન અને કિશ્તવાડમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યાં હોવાનું જાણવા મળે છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા 8 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાનું જાણવા મળે છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાની આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરી સંબંધિત તાજેતરમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં જમ્મુના આઠ સ્થળોએ […]

કલોલમાં દિવાળીની ઘરાકીના ટાણે જ GSTના અધિકારીઓએ પાડ્યા દરોડા

કલોકના વેપારીઓ જથ્થાબંધ ખરીદીમાં જીએસટીની ચોરી કરતા હતા, બિલો વિના માલ વેચવામાં અમદાવાદ અને મુંબઈના વેપારીઓની પણ સંડોવણી, વેપારીઓમાં જીએસટી વિભાગ સામે નારાજગી ગાંધીનગરઃ દિવાળીના તહેવારોમાં ઘણા વેપારીઓ જથ્થાબંધ માલની ખરીદી જીએસટી બિલ વિના જ કરતા હોય છે. તેમજ વેપારીઓ છુટક માલનું વેચાણ પણ જીએસટી વિના જ કરતા હોય છે. કારણ કે ગ્રાહકોમાં પણ જીએસટી […]

ગુજરાતઃ જીએસડી કૌભાંડમાં ઈડીના અમદાવાદ સહિત 23 સ્થળો ઉપર દરોડા

અમદાવાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુજરાતના વિવિધ શહેરોમાં દરોડા પાડ્યા હતા. GST છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં તાજેતરમાં એક પત્રકાર સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યા બાદ ફેડરલ એજન્સીએ રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને વેરાવળ સહિત 23 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. ધરપકડ કરાયેલા […]

રાજસ્થાન: ACBએ IAS રાજેન્દ્ર વિજયના પરિસરમાં દરોડા પાડ્યા

13 કોમર્શિયલ અને રહેણાંક પ્લોટના દસ્તાવેજો મળ્યા ACBની કાર્યવાહીથી ઉચ્ચ અધિકારીઓમાં ફફડાટ જયપુરઃ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ રાજસ્થાનમાં અપ્રમાણસર સંપત્તિના કેસમાં કોટાના ડિવિઝનલ કમિશનર રાજેન્દ્ર વિજય સામે મોટી કાર્યવાહી કરી છે. એસીબીએ રાજેન્દ્ર વિજયના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, દરોડા દરમિયાન તેમની પાસેથી 13 કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્લોટના દસ્તાવેજો મળી […]

સાયબર આરોપીઓ ઉપર CBIની કાર્યવાહી, કેટલાક રાજ્યોમાં દરોડા પાડીને 26ને ઝડપી લેવાયાં

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ સંસ્થા- સીબીઆઇએ વિશ્વભરમાં છેતરપિંડી પ્રવૃત્તિમાં સંડોવાયેલા અત્યંત સંગઠિત સાઇબર ક્રાઇમ નેટવર્કનાં 26 મહત્વનાં ગુનેગારોની ધરપકડ કરી છે. સીબીઆઇએ ટેકનોલોજી આધારિત ગુનાઇત નેટવર્કનો પર્દાફાશ કરવા વિવિધ શહેરોમાં 32 સ્થળોએ શોધ અભિયાન હાથ ધરીને આ આરોપીઓની ધરપકડ કરી છે. એજન્સીએ જણાવ્યું હતું કે, આ ગુનેગારોમાં પૂણેનાં 10, હૈદરાબાદના 5 અને વિશાખાપટ્ટનમમાં 11નો સમાવેશ […]

તમિલનાડુમાં ISIS મામલે NIAના 11 સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમે મંગળવારે તમિલનાડુમાં 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમજ એનઆઈએ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ દરોડા ISISના આતંકવાદ અને આતંકી ફંડિંગ અને ભરતીને લઈને પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રવિવારે હૈદરાબાદના સૈદાબાદના શંખેશ્વર બજારમાં રહેણાંક એપાર્ટમેન્ટમાં દરોડા પાડીને મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ […]

દિલ્હીઃ વકફબોર્ડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ‘AAP’ના ધારાસભ્યની EDએ કરી અટકાયત

અમાનતુલ્લાહ સામેની ઈડીની કાર્યવાહીનો ‘આપ’એ કર્યો વિરોધ ઈડીએ લંબાણુપૂર્વકની પૂછપરછ કરી નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના બાટલા હાઉસ સ્થિત ઘર ઉપર ઈડીએ વકફ બોર્ડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર મામલે દરોડા પાડ્યાં હતા. ઈડી દ્વારા સોમવારે સવારે અમાનતુલ્લાહ ખાનના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. ઈડીએ લંબાણપૂર્વક તપાસ બાદ ઈડીએ આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની અટકાયત […]

પ્રયાગરાજ રેલ્વે ભરતી બોર્ડના DGCE પેપર લીક કેસમાં CBIના અનેક સ્થળો ઉપર દરોડા

લખનૌઃ પ્રયાગરાજ રેલ્વે ભરતી બોર્ડના ડીજીસીઇ (સામાન્ય વિભાગ સ્પર્ધાત્મક પરીક્ષા) પેપર લીક કેસમાં સીબીઆઈએ રાજસ્થાન અને યુપીમાં 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈની ટીમોએ રાજસ્થાનના પ્રયાગરાજ, નોઈડા, અલીગઢ, મથુરા, ચિત્રકૂટ અને જયપુર, ભરતપુર, કરૌલી, અલવર, સવાઈ માધોપુરમાં દરોડા પાડીને દસ્તાવેજો રિકવર કર્યા છે. રેલવે બોર્ડના ડેપ્યુટી વિજિલન્સ અનિલ કુમાર મીણાની ફરિયાદ પર, CBI લખનૌની ભ્રષ્ટાચાર […]

નીટ પેપરલીક કેસમાં CBI તપાસનો ધમધમાટ, અમદાવાદ સહિત સાત સ્થળો ઉપર દરોડા

અમદાવાદઃ NEET પેપર લીક મામલે CBIએ આજે ​​મોટી કાર્યવાહી કરી અને ગુજરાતમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ શનિવારે ગુજરાતના ચાર જિલ્લા આણંદ, ખેડા, અમદાવાદ અને ગોધરામાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ પહેલા શુક્રવારે સીબીઆઈએ ઝારખંડમાં એક સ્કૂલ પર દરોડા પાડ્યા હતા અને સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની પણ ધરપકડ કરી હતી. CBI અધિકારીઓએ […]

છત્તીસગઢઃ સુકમા પોલીસનો નક્સલીઓની છાવણી ઉપર દરોડા, નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલ પ્રવૃતિઓને ડામવા માટે સુરક્ષા દળો દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત મોટી સફળતા મળી છે. છત્તીસગઢમાં નક્સલીઓ નકલી નોટો છાપતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા ચક્રોગિતમાન કર્યાં છે. તેમજ નક્સલવાદીઓ સાથે જોડાયેલા લોકોને છોડવામાં નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code