1. Home
  2. Tag "raids"

આતંકવાદ વિરોધ NIAની કાર્યવાહી, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં અનેક સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શનિવારે ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ સાથે સંબંધિત બે અલગ-અલગ કેસમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ મામલામાં કેટલાક શંકાસ્પદોના નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળો ઉપર મોટાયાપે દરોડા પાડવામાં આવ્યાં હતા. દેશમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે, આ અભિયાનમાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે અને […]

સુરતમાં મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે ઈન્કમ ટેક્સ વિભાગે પાડ્યા 40 સ્થળોએ દરોડા

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયાના બીજા દિવસે સુરત શહેરમાં આવકવેરા વિભાગે 40 જેટલા સ્થળોએ દરોડા પાડીને સર્ચ હાથ ધર્યું હતું. હીરાના મોટા ગજાના વેપારી તથા બે બિલ્ડરો પર સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આઈટીના દરોડાને લીધે બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં મતદાન પૂર્ણ થયાના બીજા […]

રિયલ-એસ્ટેટ ડેવલપર્સ ઉપર આવકવેરાના દરોડા, રૂ. 1300 કરોડથી વધુની બિનહિસાબી આવક મળી

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે 20મી ઓક્ટોબર અને 2 નવેમ્બરના રોજ વિવિધ રિયલ-એસ્ટેટ ડેવલપર્સ સાથે જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ (JDAs) નો અમલ કરનારી ચોક્કસ વ્યક્તિઓ પર શોધ અને જપ્તીની કાર્યવાહી શરૂ કરી હતી. સર્ચ એક્શનમાં બેંગલુરુ, મુંબઈ અને ગોવામાં ફેલાયેલા 50 થી વધુ જગ્યાઓને આવરી લેવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન, દસ્તાવેજો અને ડિજિટલ ડેટાના રૂપમાં મોટી […]

દેશના 8 રાજ્યોમાં NIA અને અન્ય એજન્સીઓના દરોડા,6ની ધરપકડ

દિલ્હી:નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ ફરી એકવાર દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે.પ્રાથમિક માહિતી અનુસાર, તેને બીજા રાઉન્ડનો દરોડો કહેવામાં આવી રહ્યો છે.તાજેતરમાં NIAએ PFI સભ્ય શફીક પૈઠની કેરળમાંથી ધરપકડ કરી હતી.જેના કારણે પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે,આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પટના રેલી પોપ્યુલર ફ્રન્ટ ઓફ […]

જમ્મુ-કાશ્મીરમાં એસઆઈ ભરતી કૌભાંડ મામલે દેશભરમાં 33 સ્થળો ઉપર સીબીઆઈના દરોડા

નવી દિલ્હીઃ કેન્દ્રીય એજન્સીઓએ દેશ વિરોધી પ્રવૃતિઓ અને કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સબ ઈન્સ્પેકટરની ભરતીમાં કથિત અનિયમિતતાને લઈને સીબીઆઈએ ગુજરાતની રાજધાની ગાંધીનગર સહિત દેશભરમાં લગભગ 33 સ્થળો ઉપર સાગમટે દરોડા પાડ્યાં હતા. ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક અને હરિણાયામાં સીબીઆઈએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તપાસમાં મોટા માથાઓની સંડોવણી બહાર […]

આસામઃ પ્રતિબંધિત ULFA વિરુદ્ધ NIAની કાર્યવાહી, 16 સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ આસામમાં આતંકવાદી સંગઠન ULFA વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી છે. યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA)ની ગતિવિધિઓ અને યુવાનોની ભરતીના સંદર્ભમાં NIAએ આસામના 7 જિલ્લાઓમાં અનેક સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. NIAએ ઉલ્ફાના 16 સ્થળો પર સર્ચ કર્યું. દરોડા દરમિયાન ડિજિટલ સાધનો અને દારૂગોળો તથા વાંધાજનક  દસ્તાવેજો મળી આવ્યા […]

જમ્મુ-કાશ્મીરઃ સ્ટેટ ઈન્વિસ્ટિગેશ એજન્સીએ એક મદરેસા સહિત અનેય સ્થળો ઉપર દરોડા પાડ્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર પોલીસની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) એ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં એક મદરેસા સહિત અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. ટેરર ફંડીંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા બસ સ્ટેન્ડ પરથી એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ બાદ તેની પૂછપરછ પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. બસ સ્ટેન્ડ પાસેથી પકડાયેલો વ્યક્તિ મદરેસા સંચાલકનો […]

દિલ્હીમાં CBIએ Dy. CM મનીષ સિસોદિયાના નિવાસ સહિત 21 સ્થળોએ દરોડા પાડ્યા

નવીદિલ્હીઃ એક્સાઈઝ સ્કેમમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત 15 લોકો સામે દરોડા પાડવામાં આવ્યા તેના બે દિવસ અગાઉ એટલે કે 17 ઓગસ્ટના રોજ CBIએ FIR દાખલ કરી હતી. FIRમાં શરાબની કેટલીક કંપનીઓના નામનો પણ સમાવેશ થાય છે. FIRની નકલમાં 16મા નંબર ઉપર અનૉન પબ્લિક સર્વન્ટ અને પ્રાઈવેટ પર્સનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે […]

રાજકોટના લોકમેળામાં ખાણીપીણીના 35 સ્ટોલ પર દરોડા, 78 કિલો વાસી ખોરાકનો નાશ કરાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળામાં પ્રથમ બે દિવસમાં 2 લાખથી વધુ લોકોએ મેળાની મોજ માણી હતી.  બે વર્ષ બાદ યોજાયેલા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો 5 દિવસ સુધી ચાલવાનો છે ત્યારે મેળાના ત્રીજા દિવસે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ખાણીપીણીના સ્ટોલ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કુલ 35 સ્ટોલ પર […]

ગુજરાતમાં 56 સ્થળોએ GSTના 41 પેઢીઓ પર સાગમટે દરોડા, બોગસ બિંલિંગમાં 90ની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં કેટલાક વેપારીઓ ટેક્સચોરીમાં માહેર હોય છે. ત્યારે ટેક્સચોરી સામે એસજીએસટી વિભાગે ઝૂંબેશ હાથ ધરી છે. એસજીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ દ્વારા આઈટીસી પાસ ઓન કરતા કેટલાક ટેક્સચોરોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોએ જેમને બોગસ બિલ આપ્યા હતા, તેવાં લોકોને રાજ્યમાંથી શોધી 56 સ્થળોએ જીએસટીની ટીમે સાગમટે દરોડા પાડીને 41 પેઢીઓને ત્યાંથી કરચોરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code