1. Home
  2. Tag "Railway Line"

ઉત્તરપ્રદેશઃ ગંગા નદી પર નવા રેલ-કમ-રોડ પુલ અને ત્રીજી અને ચોથી રેલવે લાઇન ઉમેરાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે રેલવે મંત્રાલયનાં એક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 2,642 કરોડ (અંદાજે) છે. પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના વારાણસી અને […]

સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે રેલવે લાઇનની ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતાં બંને ટ્રેક પર ટ્રેનો દોડવા લાગી

રાજકોટઃ સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક રેલવે લાઈનનું કામ પૂર્ણ થતાં હવે રાજકોટ-અમદાવાદ સુધી ડબલ ટ્રેકનો લાભ મળવા લાગતા હાલ આ રૂટ્સના બન્ને ટ્રેક પર ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. આ બન્ને ટ્રેક પર ઈલેક્ટ્રિક ફિકેશનનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે પૂણ થતાં ફાસ્ટ ટ્રેનો શરૂ કરાશે એટલે ઝડપી ટ્રેન સેવાનો લાભ […]

PM મોદી આજે થાણે અને દિવાને જોડતી રેલવે લાઇન દેશને સમર્પિત કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી ફેબ્રુઆરી, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલવે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ મુંબઈ ઉપનગરીય રેલ્વેની બે ઉપનગરીય ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે, ત્યારબાદ આ પ્રસંગે તેમનું સંબોધન કરશે. કલ્યાણ એ મધ્ય રેલવેનું મુખ્ય જંકશન છે. દેશની ઉત્તર બાજુ અને દક્ષિણ […]

બોટાદ-જસદણ રેલવે લાઈનને પુનઃ સજીવન કરવા સ્થાનિક નેતાગીરીને કોઈ રસ નથી

બોટાદ :  સૌરાષ્ટ્રમાં વગદાર નેતાગીરીના અભાવે રેલવેના પ્રશ્ને અન્યાય થઈ રહ્યો છે. વર્ષો પહેલા  બોટાદ-જસદણની મીટર ગેજ ટ્રેન નિયમિત દોડતી હતી. અને ટ્રેનને પેસેન્જરો પણ સારા પ્રમાણમાં મળી રહેતા હતા. પરંતુ તે સમયે ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ગામડાંઓના મોટાભાગના લોકો ટ્રેનમાં બેસીને બોટાદ હટાણું (ખરીદી) કરવા માટે સવારના સમયમાં આવતા હતા અને સાંજે […]

ગુજરાતમાં એશિયાઈ સિંહોના રેલવે લાઈન પર દુર્ઘટનાથી મોતનો મુદ્દે રાજ્યસભામાં ગુંજ્યો

અમદાવાદઃ સમગ્ર દેશમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં છે. ગીર જંગલ અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા કેટલાક વનરાજોના અગાઉ રેલવે લાઈન પર દુર્ઘટનાથી મોત થયાની ઘટના સામે આવી છે. દરમિયાન આ મુદ્દે રાજ્યસભામાં ગુંજ્યો હતો. તેમજ ગુજરાતના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રેલ્વેની લાઈન ઉપર દુર્ઘટનાને કારણે સિંહના મુત્યુ ન થાય તે માટે તાત્કાલિક યોગ્ય પગલાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code