દીઓદરમાં હાઈવે પરના નવનિર્મિત રેલવે ઓવરબ્રિજને વાહન વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો
પાલનપુરઃ જિલ્લાના દિયોદર-ભાભર હાઇવે પર ગુજરાત સરકાર દ્વારા 36 કરોડના ખર્ચે 993 મીટર લાંબો અને 11 મીટર પહોળો 26 કોલમ સ્પાન ધરાવતો રેલવે ઓવરબ્રિજ તૈયાર થતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. આ બ્રિજને વાહનવ્યવહાર માટે ખૂલ્લો મુકાતા વાહનચાલકોને ભારે રાહત થઈ છે. દિયોદરની પ્રજાને રેલવે ફાટકથી […]