1. Home
  2. Tag "Railway Track"

પીપાવાવ નજીક રેલવે ટ્રેક પર 5 સિંહ આવી ગયા, ગુડ્ઝ ટ્રેનના ચાલકે ઈમરજન્સી બ્રેક મારી

ટ્રેનના પાયલોટની સતર્કતાને કારણે સિંહ બચી ગયા, રેલવે ટ્રેક પર ફોરેસ્ટના ટ્રેકરનો ચોકી પહેરો, 4 દિવસ પહેલા પણ ચલાલ નજીક 3 સાવજો ટ્રેક પર આવી ગયા હતા ભાવનગરઃ અમરેલી જિલ્લામાં સિંહોની વસતીમાં વધારો થયો છે. ત્યારે રેલવે ટ્રેક પર અવાર-નવાર સિંહ આવી જવાના બનાવો બની રહ્યા છે. જો કે રેલવે ટ્રેક પર સિંહ આવી જાય […]

રાજુલા-પીપાવાવ વચ્ચે રેલવે ટ્રેક પર બેઠેલા બે સિંહને ટ્રેનના લોકોપાયલોટે બચાવી લીધા

એપ્રિલથી 19મી ઓગસ્ટ સુધીમાં રેલવે ટ્રેક પર 44 સિહોને બચાવાયા, ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ રખાતી સતત તકેદારી, રાજુલા પંથકમાં સિંહની વસતીમાં વધારો ભાવનગર :  અમરેલી જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થયો છે. જેમાં રાજુલા પંથકમાં સિંહોએ નવુ રહેઠાણ બનાવ્યુ હોવાથી આ વિસ્તારમાં હાઈવે પર તેમજ રેલવે ટ્રેક પર અવાર-નવાર સિંહ જોવા મળતા હોય છે. ત્યારે રાજુલા-પીપાવાવ રેલવેના […]

વાપી પાસે રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ મુકી ટ્રેન ઉથલાવવાનો અજાણ્યા શખસોનો નિષ્ફળ પ્રયાસ,

વાપીઃ વલસાડ-મુબઈ રેલવે રૂટ પર વાપીના બલીઠાના ફાટક નજીક રેલવે ટ્રેક પર રાતના સમયે કોઈ અજાણ્યા શખસોએ સિમેન્ટનો પોલ મુકીને ફરાર થઈ ગયા હતા. અજાણ્યા શખસોનો ઈરાદો ટ્રેનને ઉથલાવવાનો હતા. પણ રાતના સમયે પેટ્રેલિંગમાં નિકળેલી ટીમે ટ્રેક પર પડેલો સિમેન્ટનો પાલ જોતા જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને ગુડ્ઝ ટ્રેનને રોકી દેવામાં આવી હતી. અને રેલવે […]

લીલીયા નજીક રેલવે ટ્રેક પર ઊભેલા 5 સિંહને ટ્રેનના પાયલોટે ઈમરજન્સી બ્રેક મારી બચાવી લીધા

અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. ઘણીવાર સિંહ રેલવે ટ્રેક પર પણ આવી જતા હોય છે, ભૂતકાળમાં ટ્રેનની અડફેટે સિંહના મોતના બનાવો પણ બન્યા છે. ત્યારે રેલવેના ટ્રેનના પાયલોટ દ્વારા પણ તકેદારી રાખવામાં આવતી હોય છે. લીલીયા (મોટા) – સાવરકૂંડલા વચ્ચે ગુડઝ ટ્રેન આવી રહી હતી ત્યારે સિંહ યુગલ તેના ત્રણ બચ્ચા સાથે […]

જહાંગીરાબાદઃ રેલવે ટ્રેક ઉપર મોબાઈલ ઉપર રિલ બનાવાની કિશોરને ભારે પાડી, ટ્રેન અડફેટે મોત

લખનૌઃ ઈન્ટરનેટ પર રીલ બનાવવાનો ટ્રેન્ડ યુવાનો અને કિશોરો માટે ખતરો બની રહ્યો છે. સોશિયલ મીડિયામાં વધારે લાઈક્સ અને કોમેન્ટની ઈચ્છામાં લોકો જોખમ ઉઠાવતા અચકાતા નથી. દરમિયાન ઉત્તરપ્રદેશમાં રીલના શોખે કિશોરનો જીવ લીધો હતો. રેલવે ટ્રેક પર રીલ બનાવતી વખતે કિશોર ટ્રેનની અડફેટે આવી ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ […]

ઉધના-સુરત અને ડુંગરી-બીલીમોરા વચ્ચે બ્લોકની કામગીરીને કારણે ટ્રેનો મોડી પડશે

સુરતઃ  ઉધના-સુરત અને ડુંગરી-બીલીમોરા રેલવે સ્ટેશન વચ્ચે બે દિવસ માટે બ્લોક લેવામાં આવ્યો છે. ઉપરાંત પશ્ચિમ રેલ્વેના વડોદરા – આણંદ રેલ્વે વિભાગના બાજવા- રણોલી રેલવે સ્ટેશનો વચ્ચે ડાઉન લાઇન પર એન્જિનિયરિંગ બ્લોક લેવાનો નિર્ણય કરાયો છે. જેને કારણે  આજે તા.23 મે, 2023ને મંગળવારે અને આવતી કાલે તા. 24મીને બુધવારે કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનો સાથે પશુ અથડાવાની ઘટનાની તંત્ર ચિંતિત, ફેન્સીંગનો કરાયો નિર્ણય

નવી દિલ્‍હી: ભારતમાં રેલવે સાથે પશુઓ અથડાવવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી વંદે ભારત ટ્રેન સાથે પશુ અથડાવવાની ઘટના બની છે. દરમિયાન આવી ઘટનાને અટકાવવા માટે રેલવે વિભાગ દ્વારા મે 2023 સુધીમાં ટ્રેક પાસે ફેન્‍સીંગ કરવામાં આવશે. જેથી રખડતા પશુઓને મુંબઈ-અમદાવાદ રેલવે ટ્રેક પર આવતા અટકાવી શકાય. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક […]

રાજસ્થાનઃ રેલવે ટ્રેક ઉડાવી દેવાના કેસની તપાસમાં એનઆઈની ટીમ પણ જોડાઈ

જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુર નજીક વિસ્ફોટ કરીને રેલવે ટ્રેકને ઉડાવી દેવાના ચકચારી કેસમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસમાં રેલવે પોલીસ, રાજસ્થાન એટીએસ અને એનઆઈએની ટીમ પણ જોડાઈ છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું, જયપુર નજીક રેલવે ટ્રેકને ઉડાવી દેવા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટક વસ્તુઓનો ઉપયોગ કરીને કાવતરાને […]

વલસાડ નજીક રેલવે ટ્રેક પર પથ્થર મુકીને બ્રાન્દ્રા પેસેન્જર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ,

વલસાડઃ શહેર નજીક રેલવે ટ્રેક પર મોટો પથ્થર મુકીને ટ્રેનને ઉથલાવવાના પ્રયાસ કરાતા રેવલેના ઉચ્ચ અધિકારીઓ આરપીએફની ટીમ સાથે દોડી ગયા હતા. વલસાડમાં ત્રણ મહિનામાં આ બીજો બનાવ છે કે, જ્યારે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. વલસાડના ઉમરગામ રેલવે સ્ટેશન નજીક કોઈ તત્વો દ્વારા રેલવે ટ્રેક પર પથ્થર મુકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો […]

રેલવે ટ્રેક પર વીજળીનો જીવતો વાયર પડ્યો, જાણ થતાં જ ભાવનગર-ઓખા ટ્રેનને રોકી દેવાઈ

ભાવનગર :  રેલવેના કર્મચારીની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના ઘટતી રહી ગઈ હતી. ભાવનગરથી ઓખા જવા માટે શનિવારે રાત્રિના 10:15 કલાકે રેલવે ટર્મિનલથી ઉપડતી ભાવનગર-ઓખા ટ્રેનને મોટી દુર્ઘટનામાંથી ઉગારી લેવાઈ હતી. ધોળા-સણોસરા વચ્ચે ટ્રેક પર વીજળીનો વાયર તૂટીને પડ્યો હતો. અને આ જીવંત વાયર હોવાથી ટ્રેન ટ્રેક પરથી પસાર થાત તો મોટી દુર્ધટના સર્જાવવાની શક્યતા હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code