અંબાજી જતા હાઈવે પર અમીરગઢ પાસે વરસાદ અને પવનને લીધે સેવા કેમ્પના મંડપો તૂટી પડ્યા
અંબાજીઃ ભાદરવી પૂનમના મેળામાં આ વખતે લાખોની સંખ્યામાં યાત્રિકો અંબાજી પહોચ્યાં છે. આજે શુક્રવારે ભાદરવી પૂનમના મહા મેળાનો છેલ્લો દિવસ છે. અને અંબાજી આવતા તમામ રસ્તાઓ પર પદયાત્રિકોની વણઝાર જોવા મળી રહી છે. તમામ રસ્તાઓ પર ઠેર ઠેર સેવા કેમ્પ જોવા મળી રહ્યા છે. ગુરૂવારે વાતાવરણમાં એકાએક પલટો આવતા કેટલાક રસ્તાઓ પર સેવા કેમ્પના મંડપો […]