1. Home
  2. Tag "Rain"

દિલ્હી સહીત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ -આગામી દિવસોમાં પણ આ રાજ્યોમાં વરસાદની આગાહી

દિલ્હીઃ- દેશભરમાં  અનેક રાજ્યોમાં વરસાદ બાદ આ  વાતાવરણ ઠંડુ બન્યું છે. કેટલાક રાજ્યો એવા છે જ્યાં વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. મધ્યપ્રદેશના 20 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ રાજ્યમાં સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. આસાથે જ ગુજરાતમાં હવામાન વિભાગે 18 સપ્ટેમ્બરે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 19 સપ્ટેમ્બરે […]

અમદાવાદમાં ભાદરવો બન્યો ભરપૂર, ભારે વરસાદથી રોડ-રસ્તા બન્યાં જળમગ્ન, ઓઢવમાં 6 ઈંચ,

અમદાવાદઃ શહેરમાં રવિવારે વહેલી સવારથી મેઘરાજા ધડબટાડી બોલાવી હતી. છેલ્લા 24 કલાકથી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેના કારણે શહેરના અનેક વિસ્તારમાં રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેરના પશ્વિમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.  ભારે પવન સાથે વરસાદ ખાબકતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદને પગલે વાહન ચાલકોને લાઈટ ચાલુ કરી વાહન હંકારવાની ફરજ […]

ગુજરાતમાં વરસાદી માહોલ, 101 તાલુકામાં મેઘમહેર

અમદાવાદઃ રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે અને વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક શહેરો-નગરોમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. તેમજ કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી ત્રણેક દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી […]

ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ધમકેદાર એન્ટ્રીબાદ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો, એટલું જ નહીં સપ્ટેમ્બર મહિનામાં પણ કેટલાક શહેરો-નગરોમાં હળવો વરસાદ વરસ્યો છે. જો કે, હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં કેટલાક શહેરો-નગરોમાં વરસાદી માહોલ જામ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. રાજ્યમાં 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદી માહોલ […]

દિલ્હી અને યુપી સહિતના દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ , રાજઘાનીમાં વરસાદને લઈને હવાની ગુણવત્તા સુઘરી

દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં હાલ ભારે વરસાદ થઈ રહ્યો છે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પણ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે ખાસ કરીને રાજઘાની દિલ્હી, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં હાલ વરસાદનું આગમન જોવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે રવિવારે સવારે ઝાંસી ડિવિઝનના હેતમપુર-ધોલપુર વચ્ચે […]

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, ડાંગના સુબીરમાં ચાર ઈંચથી વધુ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેધરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 60 તાલુકામાં એકથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સુરત, ડાંગ, વલસાડ અને નવસારી તથા ગાંધીનગરમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં લંબા સમય બાદ મેઘરાજાની મહેર થતા ખેડૂતોમાં […]

દક્ષિણ ગુજરાતમાં વરસાદનો માહોલ, ડાંગ અને સુરતમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે અને સવારથી જ ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ડાંગના વઘઈમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુરતના માંગરોળમાં ચાર કલાકના સમયગાળામાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે. […]

દ.ગુજરાતમાં 3 દિવસ બાદ ભારે વરસાદની શક્યતા, નર્મદા ડેમમાં 7567 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો

અમદાવાદઃ રાજ્યમાં મેઘરાજાએ લાંબા સમયથી વિરામ લીધો હોવાથી ખેડૂતો ખેતરમાં ઉભા પાકને લઈને ચિંતામાં મુકાયાં છે. તેમજ સરકારને કેનાલ મારફતે પાણી પુરુ પાડવા અને વીજ પુરવઠો વધારવાની ખેડૂતો માંગણી કરી રહ્યાં છે. દરમિયાન આગામી 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શકયતા છે. રાજ્યમાં અતાયર સુધીમાં લગભગ 82 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. […]

ગુજરાતમાં વરસાદી માહોલ જમ્યોઃ 115 તાલુકામાં વરસાદ, દાહોદમાં સૌથી વરસાદ વરસ્યો

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગે સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 115 જેટલા તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. રાજ્યમાં ચોમાસામાં […]

બંગાળની ખાડીમાં સર્જાઈ સિસ્ટમઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે જેથી અત્યાર સુધીમાં લગભગ 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી વરસાદને વિરામ લીધો છે. પરંતુ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને પગલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી તંત્ર પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code