1. Home
  2. Tag "Rain"

દિલ્હી-NCRમાં વહેલી સવારે મુશળધાર વરસાદ,રસ્તાઓ પર પાણી ભરાયા

દિલ્હી: હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ઘણા દિવસોથી સારા વરસાદની રાહ જોઈ રહેલા દિલ્હી-NCRના લોકોને બુધવારે રાહત મળી છે. સવારથી દિલ્હી-NCRમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. મંડી હાઉસથી રિંગ રોડ અને નોઈડાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ શરુ છે. વરસાદની સાથે દિલ્હી-એનસીઆરમાં સવારે અંધારાના કારણે લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી હતી. વરસાદના કારણે દિલ્હી […]

રાજ્યમાં સાર્વત્રિક વરસાદઃ સુરતના કામરેજમાં સૌથી વધારે વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં 70 ટકા જેટલો વરસાદ વરસ્યો સૌરાષ્ટ્ર-કચ્છમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 201 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સુરતના કામરેજમાં સૌથી વધારે ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યમાં અત્યાર […]

ગુજરાતમાં ચાલુ મોસમના સરેરાશ વરસાદ 70 ટકા, સૌથી વધુ કચ્છમાં 130 ટકા વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં 24 કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ 5 ઇંચ એટલે કે, 118 મિ.મી વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજ્યના અન્ય 7 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં 94 મિ.મી અને લોધિકા તાલુકામાં 82 મિ.મી., જામનગરના લાલપુરમાં 84 મિ.મી., અમરેલીના બાબરામાં 83 મિ.મી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 81 મિ.મી. કચ્છના ગાંધીધામમાં 79 […]

ગુલાબની પાંખડીઓથી ઘરમાં આવશે સકારાત્મકતા,અહીં રાખવાથી થશે ધનનો વરસાદ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન ખુશીઓથી ભરેલું રહે. જીવનમાં કોઈ પણ વસ્તુની કમી ન હોવી જોઈએ, ઘરમાં પણ સકારાત્મક વાતાવરણ હોવું જોઈએ. કેટલાક લોકો ઘરમાં સકારાત્મકતા લાવવા માટે સુગંધિત પરફ્યુમ, રૂમ ફ્રેશનરનો છંટકાવ કરે છે. પરંતુ અત્તરની સુગંધ થોડા સમય માટે જ ઘરમાં રહે છે. જેના કારણે તેનો વારંવાર ઉપયોગ કરવો પડે છે. […]

રાજ્યમાં આગામી 3 દિવસમાં વરસાદની આગાહી, અત્યાર સુધી 65 ટકા થી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઇસ્ટ વેસ્ટ ટ્રફ, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બ્સ સક્રિય જેના કારણે ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 65 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.   […]

રાજ્યમાં અત્યાર સુધીમાં 61.62 ટકા વરસાદ વરસ્યો, સૌથી વધારે કચ્છમાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે હાલ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 62 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધારે 112 ટકા, સૌરાષ્ટ્રમાં 90 ટકા, ઉત્તર ગુજરાતમાં 55.56 ટકા, દક્ષિણ ગુજરાતમાં 47.68 ટકા અને પૂર્વ ગુજરાતમાં […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, દ્વારકામાં 9.1 ઈંચ વરસાદ વરસ્યો

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકામાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. દ્વારકામાં 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે દ્વારકાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન પોરબંદરમાં 6.4 […]

બનાસકાંઠામાં ભારે બફારા બાદ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી,

પાલનપુરઃ બનાસકાંઠામાં મેઘરાજાએ લાંબો વિરામ લીધા બાદ હવે ફરીવાર પધરામણી કરી છે. ચેલ્લા ઘણા દિવસથી ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં ધાનેરાના બોર્ડર વિસ્તાર બાપલા, વાછોલ, વક્તાપુરા ગ્રામીણ વિસ્તાર તેમજ પાલનપુર વડગામ અમીરગઢ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. બનાસકાંઠા જિલ્લામાં થોડાક […]

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું, સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરાઈ

મુંબઈઃ હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ભારતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને પગલે જીનજીવનને વ્યાપક અસર થઈ છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાને પગલે અનેક જિલ્લામાં હાલ સ્કુલ-કોલેજમાં રજા આપવામાં આવી છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં  ભારે વરસાદ વચ્ચે આઠ વ્યક્તિઓના મૃત્યુ થયાનું જાણવા મળે છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકથી થઇ […]

ગુજરાતના જળાશયોમાં 54 ટકા જેટલો પાણીનો જળસંગ્રહ થયો, 33 ડેમ છલકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ભારે વરસાદને પગલે જળાશયોમાં પણ સતત નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન રાજ્યમાં લગભગ 33 જેટલા જળાશયો છલકાયાં છે. તેમજ રાજ્યમાં 207 જેટલા જળાશયોમાં હાલ લગભગ 54 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code