1. Home
  2. Tag "Rain"

રાજ્યના 206 જળાશયમાં 39 ટકા પાણીનો સંગ્રહ, સરદાર સરોવર ડેમ 57 ટકા ભરાયો

અમદાવાદઃ ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 38.83 ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે 37.35 ટકા સામે આ વર્ષે 45.49 ટકા જળાશયો ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 56.62 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના 19 […]

ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. દરમિયાન 24 કલાકમાં લગભગ 173 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં આખી રાત ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દરમિયાન અમદાવાદ શહેરમાં લગભગ સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે આણંદના ખંભાતમાં પાંચ ઈંચ જેટલો […]

જૂનાગઢઃ વિરાન ખાણ પોલીસ-સિંચાઈ વિભાગના પ્રયાસથી જળાશયમાં ફેરવાઈ, વન્યપ્રાણીઓને મળશે રાહત

અમદાવાદઃ જૂનાગઢના રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ ટ્રેનિંગ સેન્ટરની પાછળ આવેલ એક સમયે વિરાન ભાસતી અને પડતર એવી કબુતરી ખાણ પોલીસ અને સિંચાઈ વિભાગ- જૂનાગઢના જળસંગ્રહ માટેની આગવી પહેલના પરિણામે, આજે મેઘરાજાની પ્રથમ જ પધરામણીમાં આ કબુતરી ખાણ જળરાશિથી છલોછલ છે. સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર મૌલિક મહેતા જણાવે છે કે, રેન્જ આઈ.જી. મયંકસિંહ ચાવડા દ્વારા […]

ગુજરાતમાં તા. 6મી જુલાઈ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે વરસાદી માહોલ જામ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 32 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. આજે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. તેમજ વરસાદનું જોર ઘડ્યું છે. દરમિયાન હવામાન વિભાગે તા. 6 જુલાઈથી ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે સવારે […]

ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટ્યું, સરેરાશ 32 ટકા જેટલો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે મેઘરાજાએ વિરામ લીધો હતો. વરસાદનું જોર ઘટતા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં અત્યાર સીધીમાં 32 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 87 ટકા જેટલો વરસાદ નોંધાયો […]

ગુજરાતમાં વરસાદી માહોલઃ વલસાડના ધરમપુર અને જૂનાગઢના ભેંસાણમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન આજે છ કલાકના સમયગાળામાં 128 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં તેમજ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં  152 મિ.મી. એટલે કે 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વિસાવદર તાલુકામાં 137 મિ.મી., ધારીમાં 130 મિ.મી., ખેરગામ તાલુકામાં 112 મિ.મી. અને પારડીમાં 98 મિ.મી. […]

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે જળબંબોળની સ્થિતિ, રાજ્યના 111 તાલુકામાં 1થી 16 ઈંચ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના પ્રારંભ સાથે જ મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં 200 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને જામનગર તથા કચ્છમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ કેટલાક ગામ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણા બન્યાં છે. આ ઉપરાંત અનેક માર્ગો વાહન-વ્યવહાર માટે બંધ કરાયાં હતા. ભારે વરસાદને […]

અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ મેધરાજાએ ધબધબાટી બોલાવી છે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં પણ સાંજના સમયે વરસાદ શરૂ થયો હતો અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં ભારે વરસાદને પગલે સીંધુ ભવન રોડ, પંચવટી પાંચ રસ્તા અને સીએન વિદ્યાલય રોડ સહિતના માર્ગો ઉપર વરસાદી […]

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો લગભગ 20 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ અષાઢી માહોલ જામ્યો છે અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તેમજ અનેક માર્ગો ઉપર વરસાદી પાણી ભરી વળ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે. […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 25 તાલુકામાં 5 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આરંભ સાથે જ મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં 24 કલાકમાં 221 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ શહેરમાં સૌથી વધારે 10 ઈંજ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. એટલું જ નહીં જળાશયોમાં પણ નવા પાણીની સતત આવક થઈ રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code