1. Home
  2. Tag "Rain"

ઉત્તર ગુજરાતમાં ભારે ઝાપટાંથી લઈ ત્રણ ઈંચ સુધી વરસાદ ખરીફ પાકને ફાયદો થશે

અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે 130 તાલુકામાં ઝાપટાંથી લઈને ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના ઉંમરગામમાં ચાર ઈંચ, સાબરકાંઠાના હિંમતનગરમાં સાડા ત્રણ ઈંચ, અને અમરેલીના બગસરામાં ત્રણ ઈંચ વસાદ પડ્યો હતો. ખાસ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં વરસાદ પડતા ખરીફ […]

રાજ્યમાં સીઝનનો કુલ 76.21 ટકા વરસાદ વરસ્યો, ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય […]

સાબરકાંઠાના વડાલીમાં ભારે વરસાદને કારણે રસ્તા થયા બંધ, લોકોની તકલીફ વધી

પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને લઈ રસ્તા થયા બંધ લોકોને ભારે હાલાકીનો કરવો પડ્યો સામનો ઈડર: સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવાર થી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો,જેમાં વડાલી પંથકમાં વહેલી સવારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો,ત્યારે 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો વડાલી પંથકમાં ભારે વરસાદને લઈ અવરજવર માટેના […]

ઝાલાવાડ પર મેઘરાજા થયા મહેરબાન, વઢવાણમાં બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં પણ મેઘરાજા મહેરબાન થયા હોય તેમ સાર્વત્રિક વરસાદ પડ્યો છે.ચોમાસા દરમિયાન અત્યાર સુધી પ્રમાણમાં ઓછો વરસાદ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવાર સવારથી મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. સમગ્ર જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. વઢવાણમાં બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આ સિવાય ધ્રાંગધ્રામાં સાડા ત્રણ ઇંચ, લીંબડીમાં […]

ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડઃ 110 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડનો પ્રારંભ થયો છે, હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના શહેરો અને નગરોમાં સવારથી આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ અમદાવાદમાં હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 110 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જ્યારે છોટાઉદેપુરના ક્વાંટમાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આગામી ચારેક દિવસ […]

રાજકોટ શહેરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ,રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી

વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ વરસાદને પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી રાજકોટ:રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વરસાદ પડતા રોડ-રસ્તાઓ ભીના થયા છે.વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજકોટ શહેરમાં સવારથી જ કાળા […]

અમરેલી જિલ્લામાં વરસાદના સમયાંતરે પડતા ઝાપટાંથી ખરીફ પાકને ફાયદો, ખેડુતોમાં ખૂશી

અમરેલીઃ  જિલ્લામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ છેલ્લા બે દિવસથી સમયાંતરે વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડી રહ્યા છે. પ્રથમ વરસાદ બાદ જિલ્લામાં થયેલા ખરીફ વાવેતર પર વરસાદની તાતી જરુરિયાત હોય મેઘરાજાએ કાચા સોનારૂપી હેત વરસાવ્યું હતું. અમરેલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદી ઝાપટાઓ વરસ્યા હતા. અમરેલી જિલ્લામાં ગુરૂવારે સાવરકુંડલામાં […]

રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં મેઘરાજા અત્યાર સુધીને મનમુકીને વરસ્યાં છે. જેથી ખેડૂતોમાં પણ ખુશી પેલાઈ છે. દરમિયાન રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જ્યારે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ ખેડૂતો દ્વારા વાવણી ચાલું છે રાહત કમિશનરએ કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 2.62 લાખ એમ.સી.એફ.ટી. […]

મેઘમહેરઃ ગુજરાતના 34 જળાશયો છલકાયાં, નર્મદા ડેમમાંમાં જળસપાટી 132.17 મીટરે પહોંચી

અમદાવાદઃ ગુજરાતમાં સારા એવા વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. જેથી ડેમ ઓવર ફ્લો થવાની નજીક પહોંચ્યો છે. હાલ ડેમમાં જળસપાટી 132.17 મીટરે પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 206 ડેમ પૈકી 34 ડેમ છલકાયાં છે. જ્યારે રાજ્યમાં સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો […]

બનાસકાંઠામાં સમયાંતરે પડતા વરસાદના હળવા ઝાપટાં, ખરીફ પાકને ફાયદો થશે, ખેડુતોમાં ખૂશી

પાલનપુરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ એકંદરે વિરામ લીધો હતો, અને હવે શ્રાવણના સરવડારૂપી મેધરાજાએ વરસવાનું શરૂ કર્યું છે. બનાસકાંઠામાં તો મેઘરાજા સમયાંતરે હળવા ઝાપટાંરૂપી વરસી રહ્યા છે. ખેડુતોએ ખરીફ પાકનું વાવેતર કર્યા બાદ હાલ વિવિધ વિસ્તારોમાં ઝાપટાંરૂપી પડતા વરસાદથી ખેતી પાકને સારોએવો ફાયદો થશે એવું ખેડુતોનું માનવુ છે. બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code