1. Home
  2. Tag "Rain"

દિલ્હી, યુપી સહિત આ રાજ્યોમાં વરસાદ પડશે

દિલ્હી:રાજધાની દિલ્હીમાં બુધવારે ભારે વરસાદની અસર ગુરુવારે પણ જોવા મળી હતી.ગુરુવારે આખો દિવસ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહ્યું.દિલ્હીમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે.જો આજે દિલ્હીમાં 22 જુલાઈની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના […]

ગુજરાતના 30 જળાશયો છલકાયાં, સરદાર સરોવર ડેમમાં 55.26 ટકા જળસંગ્રહ

રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની 207 જળ પરિયોજનાઓમાં તા. 20મી જુલાઈ સુધીમાં 56.54 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1.85 લાખ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ, રાજ્યના 206 જળાશયોમાં 3.20 લાખ એમસીએફટી […]

બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને મઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેથી સરકાર દ્વારા અધિકારીઓને સાબદા કરવામાં આવ્યાં છે. રાજ્યમાં મેઘરાજાએ થોડો વિરામ લીધા બાદ ફરીથી મેઘમહેર વરસાવવાની શરૂઆત કરી છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલીમાં […]

વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ : રાજ્ય સરકાર

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અને વરસાદને પરિણામે થયેલા નુકશાન સંદર્ભે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરવા માટે ટીમો બનાવી દેવામાં આવી છે તેના પર સતત મોનિટરીંગ કરી અસરગ્રસ્તોને સહાયરૂપ થવા વહિવટી તંત્રને સુચનાઓ આપવામાં આવી છે. તેમ રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ […]

ગુજરાતમાં મેઘમહેરઃ બોડેલીમાં 5 ઈંચ વરસાદ, 6 તાલુકામાં 2 ઈંચ

અમદાવાદઃ રાજ્યમાં વરસાદનો માહોલ જામ્યો છે. દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 58 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય 6 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે વરસાદ કચ્છ ઝોનમાં 104.09 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા […]

અમદાવાદમાં વરસાદને લીધે 4000થી વધુ સ્થળોએ ખાડાં પડ્યા, મરામતની કામગીરી શરૂ કરી દેવાઈ

અમદાવાદઃ શહેરમાં પડેલા વરસાદે મ્યુનિ,કોર્પોરેશનના પ્રિ-માન્સુન પ્લાનના ધજીયા ઊડાવી દીધા હતા. શહેરના જાહેર રોડ પર વરસાદને કારણે ઠેર ઠેર ખાડાંઓ પડી ગયા છે. શહેરીજનો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે મ્યુનિ.દ્વારા રોડ મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.  અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ભાજપના સત્તાધીશો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ […]

ગુજરાતમાં મેઘમહેરઃ અત્યાર સુધીમાં કુલ 56 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય 39 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ 24 કલાક દરમિયાન ધરમપુર તાલુકામાં 140 મિ.મી., કપરાડામાં 127 મિ.મી. મળી કુલ બે તાલુકાઓમાં પાંચ ઇંચ કરતા વધુ […]

ભારે વરસાદને પગલે ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હિરણ-2 ડેમ છલકાયો

ભારે વરસાદને પગલે હિરણ -2 ડેમ છલકાયો ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાય ગીર-સોમનાથ: ભારે વરસાદને પગલે ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હિરણ -2 ડેમ છલકાયો છે. ડેમનું સ્ટોરેજ લેવલ જાળવવા ડેમના 3 દરવાજા ખોલવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. ડેમમાં આવેલા નવા નીરના ખેડૂતો દ્વારા વધામણાં કરવામાં આવ્યા હતા તો […]

અમદાવાદઃ ભારે વરસાદમાં બેઝમેન્ટમાં પાણી ભરાશે તો જે તે એકમે જાતે નિકાલ કરવો પડશે

અમદાવાદઃ શહેરમાં હવે ભારે વરસાદમાં જો ખાનગી સોસાયટી તથા વ્યવસાયના એકમોના બેઝમેન્ટમાં પાણી ભરાશે તો હવે મનપા દ્વારા તેનો નિકાલ કરવામાં નહીં આવે. જે બે માળના બેઝમેન્ટ ધરાવતા એકમોએ પાણીના નિકાલ માટે પંપ રાખવો પડશે અને વરસાદી પાણી ભરાય ત્યારે જાતે જ પંપથી પાણીનો નિકાલ કરવાનો રહેશે. તેવો નિર્ણય મનપા દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા […]

ગુજરાતમાં મેઘમહેરઃ છ તાલુકામાં 8 ઈંચ કરતા વધારે વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં 24 કલાકમાં સરેરાશ 54 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ સહિત રાજ્યના અન્ય 65 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, કપરાડા તાલુકામાં 253 મિ.મી, ચીખલીમાં 244 મિ.મી,  સુત્રાપાડામાં 240 મિ.મી,  ગણદેવીમાં 231 મિ.મી, ધરમપુરમાં 212 મિ.મી, નવસારીમાં 211 મિ.મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code