1. Home
  2. Tag "Rain"

વરસાદે ગેરેજવાળાઓને ઘીકતી કમાણી કરાવી, અમદાવાદમાં કાર રિપેરિંગ માટે 15 દિવસનું વેઈટિંગ

અમદાવાદઃ શહેરમાં ગત રવિવારે પડેલા ઘોઘમાર વરસાદને કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રોડ-રસ્તાઓ અને પાર્કિંગના સ્થળે પાણી ભરાઈ જતાં અનેક વાહનોને ભારે નુકશાન થયુ હતું. લોકો માટે આફતરૂપ બનેલો વરસાદ શહેરના ગેરેજવાળા માટે ફાયદરૂપ બન્યો છે. વરસાદને કારણે ગાડીઓ અને ટૂ-વ્હીલરોને મોટું નુકસાન થયું છે. ત્યારે શહેરમાં ખાનગી ગેરેજ અને કંપનીનાં સર્વિસ […]

અમદાવાદઃ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો 75 ડી-વોટરિંગ પંપથી નિકાલ

અમદાવાદ: શહેરમાં 10 જુલાઈના રોજ 18 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે શહેરની પ્રાઇવેટ સોસાયટીઓ તેમજ ફ્લેટના બેઝમેન્ટમાં પાણી ભરાયાની સમસ્યાઓ સામે આવી હતી. આ કુદરતી આફતના સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે તમામ કામગીરીઓ કરવામાં આવી હતી. AMC દ્વારા તાત્કાલિક ધોરણે જ્યાં પાણી ભરાયુ હતું ત્યાં ડી – વોટરીંગના પંપો મૂકીને પાણીનો નિકાલ કરવામાં […]

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં નવા પાણીની સતત આવક

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની સતત આવી થઈ રહી છે. જેથી ડેમની જળ સપાટી 117.37 મીટર પહોંચી છે, જ્યારે મેન કેનાલમાં 5582 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. નર્મદા ડેમમાં હાલ 267.53 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ ભરૂચમાં 9.5 ઈંચ વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. દરમિયાન 12 કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે 9.5 ઈંચ વરસાદ ભરૂચના વાગરામાં ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તા. 17મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર […]

રાજકોટમાં રાત્રે ધોધમાર બાદ દિવસ દરમિયાન 5 ઈંચ વરસાદ પડતા અનેક ઘરોમાં પાણી ભરાયાં

રાજકોટઃ શહેરમાં ગત રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ અવિરતપણે મેઘાનાં મંડાણ મંડાતાં દેખાઈ રહ્યાં છે.  મંગળવારે દિવસ દરમિયાન પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. સતત વરસી રહેલા વરસાદે ઘણી તારાજી સર્જી છે. શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી દેખાઈ રહી છે. ઘણી જગ્યાએ વાહનો ફસાઈ ગયાં છે. તો કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી […]

વરસાદના કારણે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરૂ, ઈસબગુલ, અને વરિયાળીની આવકમાં ઘટાડો

અમદાવાદઃ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે  માર્કેટયાર્ડ્સમાં માલની આવનજાવન પર અસર પડી છે.  રાજ્યના સૌથી મોટા માર્કેટ યાર્ડ ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું, ઇસબગૂલ, વરિયાળીમાં આવકમાં ઘટાડો નોંધાયો છે. જીરાની નવા માલની આવક માંડ ત્રણથી ચાર હજાર બોરીની થઈ રહી છે. જીરુંમાં ત્રણથી ચાર હજાર બોરીની સામે પાંચેક હજાર બોરીના વેપાર થાય છે. તેમાં હલકા […]

ગુજરાતમાં વરસાદને કારણે એસટીની 229 ટ્રીપો રદ્દ, 3 કરોડની આવક ગુમાવવી પડી

ગાંધીનગરઃ ગુજરાતમાં ભારે વરસાદને કારણે એસટી નિગમને પણ નુકશાની સહન કરવી પડી છે. ભારે વરસાદને લીધે અને રોડ પર પાણી ભરાઈ જતાં 229 એસટી બસોની ટ્રીપો રદ કરવી પડી હતી. અને તેના લીધે ત્રણ કરોડની આવક ગુમાવવી પડી છે. એસટી નિગનના સૂત્રોના જણાવ્યા મુજબ વરસાદની ભારે તાબાહીના કારણે એસ.ટી.પરિવહન વિભાગ પણ પ્રભાવિત થયો છે એટલું […]

વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂરઃ નદી કિનારાના ગામોમાંથી 350નું સ્થળાંતર

અમદાવાદઃ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં થયેલા ભારે વરસાદને પૂરની પરિસ્થિતી સર્જાવાની ભીતીને ધ્યાનમાં રાખી કલેક્ટરે તુરંત એક્શન મોડમાં આવી નગરપાલિકાની 6 ટીમ અને  NDRFની 1 ટીમ નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી માટે મોકલી હતી, દરમિયાન ઔરંગા નદીમાં આવેલા પૂરને કારણે વલસાડ શહેરના નદી કિનારે આવેલા બરૂડિયાવાડ, કાશ્મીર નગર, લીલાપોર, તરિયાવાડ, મોગરાવાડી છતરિયા જેવા નીચાણવાળા […]

અમદાવાદમાં ભારે વરસાદ બાદ સોમવારે નોકરિયાત વર્ગને પણ પડી રહી છે તકલીફ

અમદાવાદમાં જે રીતે ગઈ કાલે રાતે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના પગલે શાળા અને કોલેજોને પણ સોમવારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવામાં જો વાત કરવામાં આવે તો સોમવારે સવારે જે નોકરી માટે નીકળ્યા છે તેમને પણ તકલીફ પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં પાણી […]

વડોદરામાં વરસાદથી રોડની હાલત ડિસ્કો બની ગઈ, રોડ પર ઠેર ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન

વડોદરાઃ  શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ રોડ-રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. રોડ પર ઠેર ઠેર ખાડાં પડી જવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોએ ખાડા ખોદીને જે તે કામગીરી કર્યા બાદ યોગ્ય પુરાણ ન કરતાં અનેક જગ્યાઓએ રોડ બેસી ગયા છે, સાથે જ રોડ પર નાના મોટા ભૂવા પડ્યા છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code