1. Home
  2. Tag "Rain"

સ્માર્ટફોન વરસાદમાં ભીના થઈ જાય તો શું કરવું અને શું ના કરવું, ચોખામાં રાખવો મોંઘોં પડશે

દેશના દરેક ભાગમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જો કે આ વરસાદમાં પણ લોકોનું કામ અટકી રહ્યું નથી. લોકો કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા છે. આપણો ફોન પણ ભીનો થઈ જાય છે. ઘણી વખત એવું પણ બને છે કે ફોન ભૂલથી પાણીમાં પડી જાય છે. સામાન્ય રીતે લોકો ફોનને ચોખામાં રાખે છે. તરત જ […]

ગુજરાત : સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો છલકાયા

અમદાવાદઃ રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો 90% થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 31 ડેમ 70% થી 100% ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50% થી 70% ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ 25 થી 50% ભરાયા […]

અમદાવાદમાં બપોર બાદ પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

અમદાવાદઃ શહેરમાં સવારથી ભારે ઉકળાટ બાદ વરસાદ તૂટી પડશે એવો માહોલ સર્જાયો હતો. અને બપોર બાદ મેઘરાજાનું આગમન થયુ હતુ. શહેરના એસજી હાઇવે, ગોતા, સોલા, સીજી રોડ, ગુજરાત યુનિવર્સિટી, આશ્રમ રોડ, પાલડી, લાલ દરવાજા, જમાલપુર, વાડજ, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, નવા વાડજ, નારણપુરા, નિર્ણયનગર, RTO, સુભાષ બ્રિજ, બોપલ, એસજી સેટેલાઈટ, શિવરંજની, એલિસબ્રિજ, શાહપુર, ઘીકાંટા, પ્રહલાદનગર, શાહપુર […]

જામનગર જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન, કાલાવડ, જામજોધપુરમાં વરસાદ

જામનગરઃ જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે. જિલ્લાના કાલાવડ અને જોમજોધપુર તાલુકામાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે જિલ્લાના બાકીના વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. આકાશમાં ઘટાટોપ વાદળો છવાયેલા છે. અને બફારો પણ વધ્યો છે. ત્યારે વરસાદ તૂટી પડશે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર […]

અમદાવાદમાં સમયાંતરે વરસાદના ઝાપટાંથી રોડ-રસ્તાઓ પર પાણી ભરાયાં,

અમદાવાદઃ શહેરમાં આજે સવારથી મેઘો મહેરબાન થયો છે. શહેરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં બપોર સુધીમાં જોધપુર અને બોડકદેવમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. વપસાદને લીધે શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સરસપુર અને ચાંદલોડિયામાં ટ્રાફિકજામ થતા 4 એમ્બ્યુલન્સ ફસાઈ હતી. શહેરમાં વરસાદને લીધે  નોકરી-ધંધે જતા લોકો અને સ્કૂલ-કોલેજ જતા […]

પંદર દિવસના વિરામ બાદ ખેડબ્રહ્મા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ખેડબ્રહ્મા : અત્યારે હાલ ચોમાસાએ દક્ષિણ ગુજરાત તથા કાઠિયાવાડમાં ભારે જમાવટ કરી છે તે વિસ્તાર જળબંબાકાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારબાદ આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. છેલ્લા પંદર દિવસથી ઉત્તર ગુજરાત વાસીઓ વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા. જ્યારે આજે સોમવારે બપોરે ૧૨ કલાકના સમયે વાદળોની ગજઁના અને વીજળીના કડાકા અને […]

ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વરસાદને લઈને રેડ એલર્ટ

નવી દિલ્હીઃ નવી દિલ્હી: સાવનનાં આગમન બાદ દેશભરનાં અનેક રાજ્યોમાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે. દિલ્હીમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. જો કે તે પછી પણ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ યથાવત છે. પહાડોની વાત કરીએ તો અહીંનું હવામાન ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરવામાં […]

ગુજરાતના 46 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર

અમદાવાદઃ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૮૦,૫૮૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૪.૦૬ ટકા જળસંગ્રહ ટકા નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૪૦,૬૬૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૨.૯૬ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ […]

સૌરાષ્ટ્રમાં વરસાદને લીધે 11 ગામોમાં અંધારપટ, 12 TC ડેમેજ થતાં PGVCLએ કામગીરી હાથ ધરી

રાજકોટઃ  સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વરસાદને લીધે સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ પોલ ડેમેજ થવા સહિતની ઘટનાઓ બની છે. પીજીવીસીએલને મળેલી ફરિયાદો મુજબ 107 વીજ પોલ ડેમેજ થયા છે, ઉપરાંત 11 ગામોમાં વીજ પુરવઠો બંધ થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. આ સાથે જ અમૂક ટીસી પણ ડેમેજ […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 20 તાલુકામાં પડ્યો સામાન્ય વરસાદ, ખેડુતો બન્યા ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હોવા છતાંયે મેધરાજા મન મુકીને વરસતા નથી. આકાશમાં ઘટાટોપ વાદળો પણ ગોરંભાયા છે. અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફોરો પણ વધ્યો છે. અને વરસાદ તૂટી પડશે એવો માહોલ હોવા છતાયે વરસાદ પડતો નથી. આજે બુધવારે દિવસ દરમિયાન 20 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code