1. Home
  2. Tag "Rain"

રાજકોટમાં માધાપર ચોકડીએ માત્ર દોઢ ઈંચ વરસાદમાં ગોઠણસમા પાણી ભરાયાં

રાજકોટઃ શહેરમાં પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ નિવડ્યો હોય તેમ માત્ર દોઢ ઈંચ વરસાદમાં જ ગોઠણસમા પાણી ભરાયા હતા.  શહેરમાં સોમવારે બપોર બાદ વીજળીના કડાકાભડાકા સાથે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરના જામનગર રોડ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, રૈયા રોડ, કિશાનપરા ચોક, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ અને મોરબી રોડ સહિતના વિસ્તારોમાં મુશળધાર […]

દેશમાં જુલાઈ મહિનામાં સરેરાશ 90 ટકા કરતા વધુ વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. એટલું જ નહીં મુંબઈ સહિતના નગરોમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન દેશમાં જુલાઈ મહિનામાં 90 ટકા જેટલો વરસાદ વરસે તેવી શકયતાઓ વ્યક્ત કરાઈ છે. દેશમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની અગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર […]

પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે પવન ફંકાયો, વીજળીથી બેના મોત, અનેક વૃક્ષો ધરાશાયી

પાટણઃ  જિલ્લાના પાટણ સહિત ચાણસ્મા, સરસ્વતી, હારિજ અને રાધનપુર તુકામાં મેઘરાજાની કૃપા થતાં ખેડુતોમાં ખૂશી જોવા મળી રહી છે. જિલ્લામાં શુક્રાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યાર બાદ મેઘરાજાએ  ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે ગાજવીજ વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. જેને લઈ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી. વીજળી પડવાથી હારીજ તાલુકામાં એક […]

ગુજરાતમાં વરસાદી માહોલઃ ચાર દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસુ જામી રહ્યું છે. દરમિયાન હવામાન વિભાગે ગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મહેર વરસાવતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. જો કે, હજુ સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નહીં હોવાથી ખેડૂતો ચિંતિત બન્યાં છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, […]

ગુજરાતમાં અષાઢી બીજના દિવસ દરમિયાન 4 ઈંચથી લઈને ઝાંપટાં સુધી 146 તાલુકામાં વરસાદ પડ્યો

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢીબીજના દિને પણ દિવસ દરમિયાન મેઘરાજાએ પધરામણી કરીને ચાર ઈંચથી લઈને ઝાપટાં સ્વરૂપે વરસીને 146 તાલુકાને ભીંજવી દીધા હતા. જેમાં આજે બપોર બાદ રાજકોટના લોધીકા તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના ઓલપાડમાં પણ ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે તાપી, વલસાડ,ગોંડલ, નવસારી, વલ્લભીપુર, ખેરગામ,મેંદગડા, દીઓદર, કાલાવાડ,  સહિત 146 તાલુકામાં […]

ભાવનગર જિલ્લાના બગદાણામાં સાત ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, બગડ ડેમ ઓવરફ્લો

ભાવનગરઃ ગોહિલવાડમાં તળાજા, મહુવા અને ગારિયાધાર પર મેધરાજા મહેરબાન બન્યા હતા. જેમાં બગદાણા વિસ્તારમાં  7 ઇંચ ધોધમાર વરસાદ ખાબકી જતા બગડ નદી બે કાંઠે વહેતી થઈ હતી અને પહેલા જ વરસાદે બગડ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા . ભાવનગર જિલ્લામાં તળાજા, મહુવા, અને ગારિયાધાર તાલુકામાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જેમાં […]

અસહ્ય ગરમી વચ્ચે દિલ્હીમાં આજે વરસાદની શક્યતા,16 રાજ્યોમાં પણ પડશે વરસાદ

દિલ્હી:ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ટૂંક સમયમાં પડી રહેલી ગરમીથી રાહત મળવાની છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 29 જૂને અસહ્ય ગરમી વચ્ચે વરસાદની સંભાવના છે.તે જ સમયે, ચોમાસું પણ એક-બે દિવસમાં આવી શકે છે, ત્યારબાદ દરરોજ વરસાદ પડશે. જો કે, આજે રાજધાનીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં […]

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, નવસારી,વલસાડ, ડાંગમાં ભારે વરસાદ પડશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. જોકે સમયાંતરે હળવા ઝાપટાં પડી રહ્યા છે.પણ  મેઘરાજા મન મુકીને વરસતા નથી. દરમિયાન અરબી સમુદ્રમાં હવાનું હળવુ દબાણ સર્જાતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે ઝાપટાં પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ઘોઘમાર વરસાદ પડી શકે છે. ગાંધીનગર ખાતે આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની […]

જુનાગઢ જિલ્લામાં હજુ નદી-નાળાં છલકાય એવો વરસાદ પડ્યો નથી, મેઘલ નદી કોરીધાડોક

જૂનાગઢ: સોરઠ પંથકમાં અષાઢી બીજ પહેલા જ મેઘરાજાનું આગમન થઈ ગયુ છે, પરંતુ હજુ મેઘરાજા મન મુકીને વરસ્યા નથી. જિલ્લાના 20 ટકા ખેડુતોએ વાવણી કરી દીધી છે. 80 ટકા ખેડુતો વાવણી માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. હાલ વરસાદના હળવા ઝાપટાં પડી રહ્યા છે પરંતુ ઘોઘમાર વરસાદ પડે અને નદી નાળાં છલકાય તો જ […]

રાજ્યના 84 તાલુકામાં ઝાપટાંથી લઈને બે ઈંચ વરસાદ, રાજકોટમાં ભારે પવનથી સોલાર પેનલો ઊડી

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. અષાઢી બીજ પહેલા જ મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. જોકે હજુ ઘણાબધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડ્યો નથી. કેટલાક વિસ્તારોમાં તો ખેડુતોએ આગોતરી વાવણી કરી દીધી છે. અને ત્યારબાદ વરસાદના ઝાપટાં પડતા ખેડુતોને રાહત થઈ છે. રવિવારે પણ રાજ્યના ઘણાબધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ બેથી અઢી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code