1. Home
  2. Tag "Rain"

ગુજરાતમાં 22 તાલુકામાં વરસાદ, ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 22 લાતુકામાં વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 109 તાલુકામાં મેઘમહેર થઈ હતી. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. દરમિયાન બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દરમિયાન હવામાન વિભાગે […]

દિલ્હીમાં ચાર દિવસ સુધી વરસાદની શક્યતા,ગરમી અને લૂ થી મળશે રાહત,હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી

દિલ્હીમાં ચાર દિવસ સુધી વરસાદની શક્યતા લોકોને ગરમી અને લૂ થી મળશે રાહત હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી દિલ્હી:રાજધાનીમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને લૂ નો પ્રકોપ યથાવત છે. ત્યારે સોમવારે પણ ગરમીથી લોકો પરેશાન થયા હતા.ત્યારે હવે બુધવારે હળવો વરસાદ રાહત આપી શકે છે. હવામાન વિભાગ (IMD)એ બુધવારથી શનિવાર સુધી વરસાદનું યલો એલર્ટ […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ, ડાંગમાં 2 ઈંચ

અમદાવાદઃ નૈરૂત્યનું સોમાસુ મુંબઈ પહોચ્યું છે. અને 15મી જુન બાદ ગુજરાત પહોંચવાની શક્યતા છે. ત્યારે પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગ રૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં શનિવારે સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં એટલે કે બે કલાકમાં ગક્ષિણ ગુજરાતના ડાંગમાં બે ઈંચ. તાપી વલસાડ, કલોલમાં વરસાદ પડ્યો હતો. ઉપરાંત […]

રાજકોટમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ

શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસાદને પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત  રાજકોટ:રાજકોટમાં શનિવારે બપોર પછી અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થયો છે.આખો દિવસ અસહ્ય ગરમી બાદ સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો.આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને અચાનક પવન ફૂંકાવા લાગ્યો હતો.બાદમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો […]

ગુજરાતમાં 48 કલાકમાં ચોમાસાનું સત્તાવાર આગમન થશે

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે અને આગામી 48 કલાકમાં જ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થશે, કાળઝાળ ગરમી અને બફારાને કારણે કોલો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 48 કલાકમાં ચોમાસાનું સત્તાવાર આગમન થશે. આજે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જેથી […]

ગુજરાતમાં પ્રી-મોનસુન એક્ટિવી શરૂઃ પાંચેક દિવસમાં ચોમાસાના આગમનની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં બપોરના સમયે કાળઝાળ ગરમી પડે છે. રાજ્યમાં ગણતરીના દિવોસમાં જ મેઘરાજાની એન્ટ્રી થશે. પાંચેક દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં પ્રી-મોન્સુન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ ચોમાસાની આગાહી પૂર્વે રાજ્યના વિવિધ શહેરોમાં પ્રી-મોનસુનના આયોજન ઉપર કામગીરી તેજ કરાઈ છે. […]

ગુજરાતઃ વાતાવરણમાં પલ્ટા વચ્ચે અનેક સ્થળો ઉપર વરસાદ, લીંબડીમાં વિજળી પડતા એકનું મોત

અમદાવાદઃ જૂન મહિનાના બીજા સપ્તાહમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેસશે, જો કે, હાલ પ્રિ-મોનસુન એક્ટિવીટી ચાલુ થઈ હોવાનું હવામાન તજજ્ઞો માની રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. થન્ડર સ્ટોર્મની અસરથી રાજ્યના 5 જિલ્લાના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાથે જ પાટણના સાંતલપુર તાલુકામાં ભારે પવન સાથે […]

હવામાનનો વર્તારો, પવનની પેટર્ન બદલાતા વરસાદના વિધિવત આગમનમાં વિલંબ થવાની શક્યતા

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. હવામાનની આગાહી કરનારી ખાનગી એજન્સીના મત પ્રમાણે ગુજરાતમાં 15મી જુન સુધીમાં મેઘરાજાની પઘરામણી થઈ જશે. જ્યારે રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પવનની પેટર્ન બદલાણી છે. જેથી મેઘરાજાના વિધિવત આગમનમાં વિલંબ થવાની શક્યતા છે. હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, માત્ર […]

કેરળમાં ચોમાસુ શરૂ થયા બાદ 48 કલાકમાં ગુજરાતમાં વરસાદની શકયતાઃ હવામાન વિભાગ

અમદાવાદઃ રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સંપૂર્ણ સજજ છે. રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિઓને પહોચી વળવા સંપૂર્ણ તકેદારીપૂર્વક તૈયારીઓ કરવા વહીવટી તંત્રને મુખ્ય સચિવ પંકજ કુમારે અનુરોધ કર્યો હતો. કરળમાં ચોમાસુ શરૂ થયાના 48 કલાકમાં ગુજરાતમાં વરસાદ પડવાની આશંકા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રિમોન્સૂનની તૈયારી અંગે […]

કેરલમાં મેઘરાજાના આગમનના બાદ ગુજરાતમાં વરસાદની આગાહી અંગે રોજ બુલેટિન અપાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં 15મી જુન આસપાસ મેઘરાજાની વાજતે ગાજતે પધરામણી થઈ જશે. આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી છે. છતાં પણ કદાચ અતિવૃષ્ટિ કે સંભવિત આફતનો સામનો કરવા માટે આગોતરૂ આયોજન કરવા ગાંધીનગર ખાતે મુખ્ય સચિવના વડપણ હેઠળ ઉચ્ચસ્તરિય બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ જિલ્લાઓના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code