1. Home
  2. Tag "Rain"

દક્ષિણ ગુજરાતના વસલાડમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, અનેક સ્થળો ઉપર હળવો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ગઈકાલે રાજકોટ અને દક્ષિણ ગુજરાતના વલસાડ વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે સતત બીજા દિવસે પણ વલસાડમાં વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે લોકોએ કાળઝાળ ગરમીમાં રાહત અનુભવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ વાતાવરણમાં […]

દિલ્હી-NCRમાં ભારે પવન સાથે વરસાદ,કાળઝાળ ગરમીથી લોકોને મળી રાહત

 દિલ્હી-NCRમાં ભારે પવન સાથે વરસાદ ઘણી જગ્યાએ વૃક્ષો તૂટ્યા કાળઝાળ ગરમીથી લોકોને મળી રાહત ખરાબ હવામાનથી ફ્લાઈટ્સ પ્રભાવિત દિલ્હી:દેશની રાજધાની દિલ્હીના કેટલાક ભાગોમાં સવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આ વરસાદની આગાહી કરી હતી.જેના કારણે પાટનગરની જનતાને આકરી ગરમીમાંથી રાહત મળવાની આશા છે.જો કે, છેલ્લા બે દિવસથી દિલ્હી-NCR સહિત દેશના કેટલાક ભાગોમાં […]

મેઘરાજાના વહેલા આગમનના એંધાણના પગલે નવસારીના આંબાવાડીઓ ધરાવતા ખેડુતોમાં ચિંતા

નવસારીઃ ઉનાળાની અસહ્ય ગરમી અને દક્ષિણ ભારતમાં વાતાવરણમાં આવેલા પલટાંને કારણે પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ વખતે મેઘરાજા થોડા વહેલા પધારે તેવી પણ શક્યતા છે. જો કે નવસારી પંથકમાં કેસર કેરીના બાગાયતી ખેડૂતોને ભય છે. કે આ વખતે મેઘરાજાની વહેલી પધરામણી થશે તો કેરીના પાક બગડવાની શક્યતા છે. ગ્લોબલ વોર્મિંગની અસરરૂપે […]

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી, તાપમાનમાં બે ડિગ્રીના ઘટાડોની શક્યતા

ગાંધીનગરઃ રાજયભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે,  સાથે જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 25મી મેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.  તેમજ હજુ આગામી 4-5 દિવસ સુધી ગરમીમાં આંશિક રાહત મળશે અને તાપમાનમાં 2-3 ડિગ્રી સુધી ઘટવાનો અંદાજ છે. રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી […]

આવતા સપ્તાહે વહેલું આવી શકે છે ચોમાસું,જાણો કયા રાજ્યમાં ક્યારે પડશે વરસાદ

અમદાવાદ: આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વહેલું પહોંચ્યા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ તરફ આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગે આગામી સપ્તાહના મધ્ય સુધીમાં રાજ્યમાં તેના આગમનની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે સાંજે જણાવ્યું હતું કે, “અઠવાડિયાના અંત સુધી દક્ષિણપશ્ચિમ ચોમાસાના કેરળમાં આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ રહેશે. જો આ […]

આસામમાં પૂરની તબાહી,ચાર લાખ લોકો પ્રભાવિત,અત્યાર સુધીમાં 8 લોકોના મોત

આસામમાં પૂરની તબાહી ચાર લાખ લોકો પ્રભાવિત અત્યાર સુધીમાં 8 લોકોના મોત  દિસપુર :આસામના વિસ્તારોમાં પૂરના પાણીને કારણે રાજ્યમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ચાર લાખ થઈ ગઈ છે અને વરસાદના કારણે સર્જાયેલા અકસ્માતોમાં વધુ ત્રણ લોકોના મોત થયા બાદ કુલ મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે.ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે આસામની બરાક વેલી અને દિમા […]

ગુજરાતમાં હવે ગરમીમાં ક્રમશઃ ઘટાડોની શક્યતા, 15મી જુન આસપાસ મેઘરાજાની પધરામણી થશે

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. જોકે છેલ્લા બે દિવસથી તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે. પરંતુ લોકો હજુ પણ અસહ્ય ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. અને મેના અંત સુધીમાં ગરમીમાં ક્રમશઃ થોડો ઘટાડો થશે. જુનમાં ભેજનું પ્રમાણ વધવાને લીધે ઉકળાટ-બફોરો વધશે. અને જુન મધ્યમાં મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થશે. એવું હવામાનશાસ્ત્રાઓ કહી રહ્યા છે. […]

ભારતમાં 10 દિવસ વહેલુ ચોમાસુ, 20મી મેની આસપાસ કેરલથી પ્રવેશ કરશે

નવી દિલ્હીઃ ભારતમાં આ વર્ષે ચોમાસુ સારુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. દરમિયાન આ વર્ષે ભારતમાં 10 દિવસ વહેલુ ચોમાસુ આવે તેવી શકયતા છે. ભારતમાં કેરળના માર્ગે ચોમાસાની એન્ટ્રી થાય છે અને 1લી જૂનની આસપાસ ચોમાસુ પ્રવેશે છે. જો કે, આ વર્ષે 20મી મેની આસપાસ ચોમાસુ બેસે વેતી શકયતા છે. રિપોર્ટ અનુસાર, કેરલમાં ચોમાસાની […]

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં કમોસમી વરસાદના છાંટણાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

ખેડબ્રહ્માઃ રાજ્યમાં કેટલાક સ્થળોએ ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો હતો. તાજેતરમાં સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લામાં માવઠું પડ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ કમોસમી વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. અસહ્ય ગરમી વચ્ચે બપોર બાદ સાબરકાંઠાના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામે ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. જેથી લોકોને ગરમી સામે […]

રાજકોટ જિલ્લામાં ભર ઉનાળે માવઠું, ગોંડલ અને કોટડાસાંગણીમાં ભારે પવન સાથે વરસાદ

રાજકોટઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પણ લોકો અસહ્ય તાપમાન સહન કરી રહ્યા છે, ત્યારે જ વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના ગોંડલ અને કોટડાસાંગણી વિસ્તારમાં બરફના કરા સાથે માવઠું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. રાજકોટ જિલ્લામાં  સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code