1. Home
  2. Tag "Rain"

હવામાન વિભાગે ગુજરાત, બંગાળ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કર્યું

હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી ગુજરાતમાં પણ વરસાદ અને વાવાઝોડાની શક્યતાઓ દિલ્હીઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં છેલ્લા બે દિવસથી ચક્રવાતનું જોખમ વર્ચતાઈ રહ્યું છે,  ચક્રવાત ગુલાબ મંગળવારે પૂર્વ કિનારે અને મધ્ય ભારતમાં ભારે વરસાદ લાવ્યા બાદ નબળું પડ્યું હતું, પરંતુ પશ્ચિમ કિનારે પહોંચ્યા બાદ ફરી શક્તિશાળી થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં […]

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી આગાહી ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજકોટમાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ જામ્યું છે. કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાથી લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે. ત્યારે હવે આગામી 24 કલાકમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મહેસાણા, પાટણ, મોરબી, રાજકોટ, અને અમરેલી જિલ્લામાં […]

ગુજરાતમાં મેઘમહેરઃ અમદાવાદમાં ધોધમાર વરસાદ, 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તર ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. બીજી તરફ અમદાવાદમાં સવારથી જ આકાશ વાદળ છાયુ રહ્યું છે અને ધોધમાર ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાધારણ રહી […]

રાહ જોવડાવ્યા બાદ બનાસકાંઠા પર વરસ્યા મેઘરાજા, દાંતીવાડા અને ડીસામાં પાંચ ઈંચ વરસાદ

પાલનપુરઃ  ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ વાદળછાંયુ બન્યા બાદ સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સહિત જિલ્લાઓમાં સંમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ થઇ રહ્યો છે. જેમાં ગઈકાલે મોડી સાંજે દાંતીવાડામાં બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ છેલ્લા 24 કલાકમાં ડીસામાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં […]

કચ્છના વાગડ વિસ્તારના બેલા, મેવાણામાં સાત ઈંચ વરસાદ

ભૂજઃ કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાની પુનઃ પઘરામણી થઈ છે. વાગડના રાપર તાલુકામાં ગઈકાલે સાંજે શરુ થયેલા વરસાદે શહેરમાં સાંજથી રાતના 12 વાગ્યા સુધીમાં દોઢ ઇંચ પાણી વરસાવી દીધું હતુ. જ્યારે મોડી રાત્રી બાદ તાલુકાના બેલા, મોવાણા વિસ્તારમાં મેઘરાજાએ રાતવાસો કર્યો હોય તેમ વહેલી સવાર સુધીમાં સાત ઇંચ વરસાદ વરસાવી દીધો […]

અમદાવાદમાં આખી રાત વરસ્યો વરસાદ, શહેરમાં આ સિઝનનો અંદાજે 25 ઈંચ વરસાદ

અમદાવાદમાં વરસાદી માહોલ શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી લોકોને મુશ્કેલીનો કરવો પડ્યો સામનો અમદાવાદમાં ગઈ કાલે રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો.અમદાવાદમાં સિઝનમાં 30 ઇંચની જરૂરિયાત હોય છે. છેલ્લા 1 સપ્તાહમાં 7.5થી 8 ઇંચ વરસાદ થવા સાથે સિઝનનો લગભગ 26 ટકા વરસાદ અઠવાડિયામાં જ થયો છે. શુક્રવારે સવારે 10.30ની આસપાસ વરસાદ શરૂ થયો હતો. આકાશ એ […]

સૌરાષ્ટ્રમાં બુધવારે સવારથી વરસાદે વિરામ લેતા લોકોએ રાહત અનુભવી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વરસાદ ધમરોળી રહ્યો છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં 42 તાલુકામાં વરસાદ થયો છે. આજે સુરતના ઓલપાડમાં ચાર ઈંચ, અને કામરેજમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. જોકે સૌરાષ્ટ્રમાં આજે બુધવારથી જ વરસાદે વિરામ લેતા લોકોએ રાહત અનુભવી હતી. જ્યારે બુધવારે સવારે 6 વાગ્યે […]

ગાંધીનગરમાં ધોધમાર વરસાદઃ વીજળી પડતા એકનું મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન પાટનગર ગાંધીનગરમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. દરમિયાન જૂના સચિવાલય નજીક વીજળી પડવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો. જેથી રજનીકાંત દુલારા નામની વ્યક્તિ વરસાદથી બચવા માટે જુના સચિવાલય પાસે […]

ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 55.13 ટકા વરસાદ, ખેડૂતો ચિંતિત

રાજ્યમાં સરેરાશ 69 ટકા વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ અમદાવાદઃ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ નહીં વરસ્યો હોવાથી ખેડૂતો ચિંતિત બન્યાં છે. ઉત્તર ગુજરાતમાં લગભગ 55 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા […]

રાજકોટમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ગરમીનો પારો ગગડ્યો – લોકોને રાહત

રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસાદને પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક શહેરીજનોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ રાજકોટ:હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી.ત્યારે રાજકોટમાં આજે વહેલી સવારથી જ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code