1. Home
  2. Tag "Rain"

પાલનપુરમાં માત્ર ત્રણ ઈંચ વરસાદમાં જ રોડ-રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાયાં

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાનું આગમન થતાં ખેડુતો ખૂશખૂશાલ બન્યા છે. બનાસકાંઠાના કેટલાક તાલુકામાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે, જેમાં પાલનપુરમાં આજે શુક્રવારે વહેલી સવારથી વરસાદ પડતાં પાલનપુરના મોટા ભાગના વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયાં હતાં તેમજ કેટલાંક ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતા, જેથી ઘરમાં પડેલા સામાન કરિયાણું, ઘરવખરી, કપડાં પાણીમાં પલળી […]

ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાયો, સૌરાષ્ટ્રમાં બીજો દિવસે સમયાંતરે પડતા વરસાદના ઝાપટાં

અમદાવાદઃ રાજ્યમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા બાદ મેઘરાજાની વાજતે-ગાજતે પુનઃ પઘરામણી થઈ છે. બુધવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગજરાતની ધરાને તરબોળ કર્યા બાદ આજે ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. જેમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર, સરસ્વતી, પાટણ, મહેસાણાના બેચરાજી, સાબરકાંઠાના પોશીના તથા બનાસકાંઠાના પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. સૌરાષ્ટ્રમાં આજે ગરૂવારે બીજા દિવસે વરસાદ […]

સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામ્યું, સૂત્રાપાડામાં 6 ઈંચ, બાબરામાં 5 ઈંચ, માણાવદર, ખાંભા, અને ગોંડલમાં 4 ઈંચ,

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે દિવસ દરમિયાન 162 તાલુકામાં વરસાદ પડ્યો હતો. હજુ પણ આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા છે, અને આગામી ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં 6 ઈંચ, અમરેલીના બાબરામાં પાંચ ઈંચ, જુનાગઢના માણાવદરમાં ચાર ઈંચ,  અમરેલીના ખાંભામાં 4 ઈંચ, અને રાજકોટના ગોંડલમાં પણ […]

અમદાવાદમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા બાદ વરસાદના ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

અમદાવાદઃ શહેરમાં મંગળવારે સવારથી વાદળછાંયુ વાતાવરણ અને ઉકળાટ હતો. બપોર બાદ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થયું હતું. જેમાં શહેરના પૂર્વ  અને પશ્વિમ વિસ્તારમાં મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના વસ્ત્રાલ , ઓઢવ , CTM,રબારી કોલોની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજ્યના હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી […]

વરસાદી માહોલથી ખેડુતોમાં હરખની હેલી, ગીર સોમનાથ, જુનાગઢ, અને બનાસકાંઠામાં મેઘાની મહેર

અમદાવાદઃ રાજ્યમાં લાંબી પ્રતિક્ષા કરાવ્યા બાદ મેઘરાજાનું પુનઃ આગમન થતા ખેડુતો હવે સારા ખરીફ પાકની આશા રાખી રહ્યા છે. આજે બુધવારે બપોર સુધીમાં 106 કરતા વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં 6 ઈંચ, જુનાગઢના માળિયામાં 5 ઈંચ, ઊના અને માંગરોળમાં ચાર ઈંચ, વરસાદ પડ્યો હતો. આમ તો આખા રાજ્યમાં વરસાદી […]

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદઃ શહેરમાં જન્માષ્ટનીના રોજ સાંજના સમયે વરસાદ પડ્યા બાદ આજે બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જેને પગલે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. સુભાષબ્રિજ, શાહીબાગ, નરોડા, એરપોર્ટ, નિકોલ, વાડજ, માધુપુરા, આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. શહેરમાં શરૂ થયેલા વરસાદને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે […]

ગુજરાત ઉપર સંકટના વાદળોઃ એવરેજ વરસાદની સરખામણીએ 58 ટકા વરસાદની ઘટ

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ જળાશયોમાં નવા પાણીની આવક નહીં થતા આગામી દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ચાલુ વર્ષે સિઝનનો કુલ વરસાદના 41 ટકા જેટલો જ વરસાદ વરસ્યો છે. જેની સામે ચોમાસાની સિઝનના કુલ એવરેજ વરસાદની સરખામણીએ હજુ 58.20 ટકા વરસાદની ઘટ […]

વરસાદનું આગમન ક્યારે…જાણો હવામાન વિભાગ શું કહે છે?

અમદાવાદઃ  રાજ્યમાં મેઘરાજાની રિંસામણાથી ખેડુતો ચિંતિત બન્યા છે. અડધો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે, પરંતુ હજુ રાજ્યમાં પૂરતો વરસાદ થયો નથી. ગુજરાતમાં ચોમાસાની સીઝન દરમિયાન હજુ વરસાદની ઘટ છે. સમગ્ર રાજ્યમાં જોઈએ તો અત્યાર સુધી હજુ 46 ટકા વરસાદની ઘટ છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોના પાક સુકાવા લાગ્યા છે. અનેક ખેડૂતો ચિંતિત છે. ત્યારે […]

ઉત્તર ગુજરાતમાં અપુરતા વરસાદથી ખેડુતો ચિંતિતઃ બનાસકાંઠાની હાલત સૌથી કફોડી

અમદાવાદઃ  ઉત્તર ગુજરાતમાં વરસાદના અભાવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જળાશયો ખાલી હોવાથી ખરીફ પાકનું વાવેતર સૂકાવા લાગ્યું છે. વરસાદ ખેંચાતા ડીસા વિસ્તારના ખેડૂતોની મુશ્કેલી વધી છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર કર્યું હતું. પશુપાલન સાથે જોડાયેલા લોકોની હાલત પણ બદતર બની છે. ઘાસચારા માટે પણ ખેડૂતોને ફાંફા […]

ઘટાટોપ વાદળો ગોરંભાયા પણ મેઘરાજા મન મુકીને વરસતા નથીઃ વલસાડ જિલ્લામાં બે ઈંચ વરસાદ

સુરતઃ મેઘરાજાએ ઘણીબધી રાહ જોવડાવ્યા બાદ આખરે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ચારે તરફ વરસાદી વાતાવરણ સર્જાતાં ખેડૂતોનો તાત પણ ખુશ જણાઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં પણ વરસાદ ન ખાબકતા તેમજ ઉપરવાસમાં પણ વરસાદ ન થતા ઉકાઈ ડેમ સહિત નદી નાળાઓમાં જળ સ્તર ઘટી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code