1. Home
  2. Tag "rainfall"

ગુજરાતમાં 104 તાલુકામાં વરસાદ, અમદાવાદમાં મેઘાએ ગર્જના કરી લોકોને ભરનિંદરમાંથી ઉઠાડ્યાં

અમદાવાદઃ દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રમાં બિપોરજોય નામના સાયકલોનિક સરક્યુલેશન સર્જાતા અને તે લો પ્રેશરમાં ફેરવાતા આજે વહેલી સવારથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અષાઢી માહોલ સર્જાયો હતો. તેથી રાજ્યના 104 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ખેડાના મહેમદાવાદ અને મહિસાગરના લૂણાવાડમાં બે ઈંચ, તેમજ નડિયાદ, બાલાસિનોર, મહુધા, લાખણી, મોડાસા, આણંદ, જાંબુઘોડા, પાટણ, વિજાપુર, સહિત 104 તાલુકામાં ઝાપટાંથી લઈને […]

ગુજરાતમાં ચોમાસાના વિદાય ટાણે 46 તાલુકામાં વરસાદના ઝાપટાં, ખેતી પાકને નુકશાનની ભીતી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે, ત્યારે જ બંગાળની ખાડીમાં હવામાં હળવું દબાણ સર્જાતા રાજ્યમાં આસો મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. રવિવારે રાજ્યના 46 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લામાં રવિવારે સવારથી બપોર સુધી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. યાત્રાધામ વીરપુરમાં બપોર […]

અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદને લીધે ખેતી પાકને નુકશાન, હાઈવે પર ધૂમ્મસ છવાયું

મોડાસાઃ ચોમાસાની વિદાય લેવાના ટાણે જ અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા ખરીફ પાકને નુકશાન થતાં ખેડુતો ચિંતિત બન્યા છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓછાવત્તા અંશે વરસાદ ખાબક્યો છે. બપોર બાદ એકાએક યાત્રાધામ શામળાજી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. શામળાજી મંદિર તરફ જવાના રસ્તે પાણી ભરાયા હતા. તેમજ નેશનલ […]

દહેગામ તાલુકામાં વરસાદથી મગફળી, કપાસ અને ડાંગરના પાકને નુકસાન

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની વિદાય ટાણે જ વરસાદ પડતા ખેડુતો ચિતિત બન્યા છે. ગાંધીનગર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં  વરસાદ પડ્યો છે. અને આસોમાં અષાઢી માહોલ સર્જાયો છે. દહેગામ તાલુકામાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ આકાશમાં કાળા ડિબાગ વાદળો છવાયા હતા. ગાંધીનગર શહેરમાં પણ છુટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. જ્યારે દહેગામમાં  ગુરૂવારે સાંજના સમયે વીજળીના ચમકારા વચ્ચે ધોધમાર […]

મેઘરાજાને વિદાય થવાનું નામ લેતા નથી, ગુજરાતમાં 51થી વધુ તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યાં

અમદાવાદઃ ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી હોવાની હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત તાજેતરમાં કરી હતી. પરંતુ મેઘરાજાને ગુજરાતની મહેમાનગતિ ગમી ગઈ હોવાથી વિદાય લેવાનું નામ લેતા નથી. ગુરૂવારે રાજ્યના કેટલાક જિલ્લામાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ, વડોદરા, નર્મદા સહિત અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. રાજ્યના 70 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. […]

ગુજરાતઃ ચોમાસાની વિદાયની સાથે ખરીફ પાકનું 99 ટકાથી વધારે વાવેતર

અમદાવાદઃ રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી છે. બીજી તરફ રાજ્યમાં ચાલુ વર્ષે 99 ટકાથી વધારે વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. કઠોળનું 102 ટકા જેટલુ વાવેતર થયું છે. જ્યારે તમાકુ, કપાસ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર વધ્યું છે. રાજ્‍યમાં ખરીફ પાકના વાવેતરની મોસમ પૂર્ણ થઇ છે. મગફળી બજારમાં આવવા લાગી છે. તા રાજ્‍યમાં […]

ગુજરાતમાં વરસાદી માહોલઃ 207 જળાશયોમાં 46.91 ટકા પાણીનો સંગ્રહ

27 જળાશયો હાઈ એલર્ટ ઉપર રખાયાં નર્મદા ડેમમાં 48 ટકા પાણીનો સંગ્રહ 77 જળાશયોમાં 25 ટકા કરતા ઓછુ પાણી અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની સતત વક થઈ રહી છે. હાલ 207 જળાશયોમાં 46.91 ટકા જેટલુ પાણી જમા થયું છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સંગ્રહ ક્ષમતાના 48 ટકા પાણીનો સંગ્રહ થયો છે. […]

ગુજરાતમાં 149 તાલુકામાં મેઘ મહેર, વાંસદા, ખેરગામ, નવસારી, વલસાડ, વાપીમાં ભારે વરસાદ

વલસાડઃ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બરોબરનું જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં સાડાપાંચ ઈંચ,  તાપીના દોલવણમાં 4 ઈંચ, નવસારીના ખેરગામમાં 4 ઈંચ, નવસારીમાં 3 ઈંચ ઉપરાંત વલસાડના ધરમપુર, તેમજ પલસાણા, સુરતના મહુવા, પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજ્યના 149 તાલુકામાં ઝાપટાંથી લઈને ધોધમાર વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી અને ઉમરગામમાં વરસાદી […]

ગુજરાતમાં વધુ 26 તાલુકામાં વરસાદી માહોલ, ગોંડલ, વીરપુર અને વિસાવદરમાં ઘોરમાર વરસાદ

રાજકોટઃ રાજ્યમાં કેટલાક વિસ્તારો વરસાદી માહોલ જામ્યો છે. શનિવારે 26થી વધુ તાલુકામાં ઝાપટાંથી વઈને 6થી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.જેમાં ગોંડલ, વીરપુર, વિસાવદર સહિત સોરઠ પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. ગોંડલ પંથકમાં શનિવારે સતત બીજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. સવારે અસહ્ય બફારા બાદ બપોરે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી […]

ગુજરાતમાં 8મી જુનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં 15મી જુન બાદ વિધિવત ચોમાસાનું આગમન થઈ જશે. હાલ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન દક્ષિણ ભારતના કેરળમાં થઈ ગયું છે. 10થી 15 દિવસમાં મહારાષ્ટ્રની મહેમાનગતિ માણીને મેઘરાજા ગુજરાતમાં પધારશે. દરમિયાન પ્રિમોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8મી જુનથી હવામાનમાં પલટો આવશે. અને કેટલાક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code