1. Home
  2. Tag "rainy weather"

રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલને કારણે બેડી યાર્ડમાં આવક ઘટી

વરસાદી હવામાનને લીધે કપાસ અને મગફળીની આવક ઘટી, ગત સપ્તાહમાં 3000 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. હવે ખેડુતોએ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રાજકોટઃ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણ વાદળછાંયુ બનતા વરસાદી માહોલ છવાયો છે સૌરાષ્ટ્રમાં ક્યાંક છૂટોછવાયો તો કયાંક એકધારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેની અસર રાજકોટના બેડી યાર્ડમાં ખરીફ […]

ગુજરાતમાં વરસાદી માહોલઃ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમદાવાદમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં વિજાપુરમાં ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો ધોધમાર વરસાદ અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સવારથી જ અમદાવાદ સહિત અનેક શહેરો અને નગરોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન મહેસાણાના વિજાપુરમાં સવારે […]

દ્વારકાના ખંભાળિયામાં વરસાદી માહોલ વચ્ચે મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત

અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ગગવાણી ફળી વિસ્તારમાં આવેલું એક મકાન ધરાશાઈ થયું હતું. આ બનાવની જાણ થતા એનડીઆરએફ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. જોકે, કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે સાત લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના મેન […]

સુરતમાં વરસાદી માહોલ વચ્ચે પાંચ માળની ઈમારત ધરાશાયી, સાતના મોત

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસુ જામ્યું છે. દરમિયાન અનેક સ્થળો ઉપર મકાનો અને દીવાલો ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં સચિન નજીક પાંચ માળની ઈમારત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં સાત વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. મોડે સુધી ફાયરબ્રિગેડ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. આ દૂર્ઘટનામાં હીરામણ […]

ગુજરાતમાં વરસાદી માહોલઃ ચાર દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે. ત્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર,, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, જામગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે […]

ગુજરાતમાં જામતો વરસાદી માહોલ, આજે મંગળવારે બપોર સુધીમાં 60 તાલુકામાં પડ્યો વરસાદ,

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજં મંગળવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 60 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ખેડા, વિસાવદર, દેસર, કાલોલ,સાવલી અને જાંબુઘોડામાં એખથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે બાકીના તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થયું છે. આજે મંગળવારે […]

સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ,ખેડૂતોમાં વધી ચિંતા

રાજકોટ: ગુજરાતના સૌરાષ્ટ્રમાં હાલ વરસાદી વાતાવરણ બન્યુ છે. હાલમાં જો વાત કરીએ રાજકોટ શહેરની તો ત્યાં વરસાદી વાતાવરણ બન્યું છે. જાણકારી અનુસાર કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. સાથે સાથે અમેરેલીમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. વરસાદી વાતાવરણમાં હાલ તો જામનગર, ગીરસોમનાથ, જૂનાગઢ પણ બાકી નથી. જો વાત કરવામાં આવે ખેડૂતોની તો […]

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે કડાણા અને ધરોઈ ડેમ છલકાયો, નર્મદા નદીની જળસપાટી ઘટી

અમદાવાદઃ ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટી 26.5 ફૂટ પહોંચી છે. પૂરના પાણી ધીમે ધીમે ઉતરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હવે તંત્ર સફાઈના કામમાં લાગ્યું છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા સુરત અને અમદાવાદથી સફાઈ ટીમો ભરૂચ ખાતે બોલાવાઈ છે. આરોગ્યની ટીમો પણ દરેક ગામો અને શહેરી વિસ્તારોમાં તૈનાત કરાઈ છે. તો આ […]

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદી વાતાવરણ અને ભેજવાળા હવામાનને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે.શહેરમાં ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 16 દિવસમાં ઝાડા-ઊલટીના 508 અને ટાઇફોઇડના 219 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 93 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 29 અને મેલેરિયાના 14 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો […]

વડોદરાઃ વરસાદી માહોલ વચ્ચે નિર્માણધીન ઈમારતની દિવાલ ધરાશાયી, 4 વ્યક્તિ દબાયાં

ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં અમદાવાદઃ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન વડોદરામાં નિર્ણાણધીન ઈમારતની દિવાલ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. દિવાલના કાટમાળ નીચે લગભગ 4 વ્યક્તિઓ દબાયાં હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. પ્રાથમિક માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code