1. Home
  2. Tag "rainy weather"

અમદાવાદમાં વરસાદી હવામાનને કારણે વિમાની સેવાને અસર, ત્રણ ફ્લાઈટસ ડાઈવર્ટ, બે કેન્સલ

અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે વિમાની સેવાને અસર થઈ હતી. જેમાં ત્રણ ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી, તેમજ બે ફ્લાઈટસ કેન્સલ કરવામાં આવી હતી.જેમાં ઈન્ડિગોની પૂણેથી અમદાવાદ અને લખનઉ -અમદાવાદની ફ્લાઈટ સામેલ છે. જ્યારે જે ફલાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી  તેમાં સવારે દહેરાદૂનથી અમદાવાદ, મુંબઈથી અમદાવાદ અને જયપુરથી અમદાવાદ એમ ત્રણ ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી […]

પાવાગઢમાં વરસાદી વાતાવરણમાં કૂદરતનો અનોખો નજારો, શનિ-રવિની રજામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

ગોધરાઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે વહેલી સવારથી જ પ્રવાસીઓ, યાત્રાળુઓ અને દર્શનાર્થી માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. પાવાગઢએ આસ્થા, શક્તિ, શ્રદ્ધા, અને ભક્તિની સાથે, પ્રવાસન ધામ તરીકે વિકસેલા અને વન-ડે પિકનિક પોઇન્ટ તરીકે નજીકના શહેરીજનોનું મનપસંદનું સ્થળ બની ગયું હોવાથી રજાઓ અને વિકેન્ડના સમયે અહીં લાખો દર્શનાર્થીઓ અને યાત્રિકો આ સ્થળની મુલાકાતે આવી […]

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવન ફુંકાયો, મકાનોના પતરા ઉડ્યાં,

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા જુદા જુદા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આજે મંગળવારે સવારથી જ કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો. ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાલનપુર અને નડિયાદ જિલ્લા સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તોફાની પવન ફુંકાયો હતો. તેમજ  સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં વરસાદના ઝાંપટાં પડ્યા હતા. ભારે પવનને લીધે […]

વરસાદ જેવા વાતાવરણમાં આ છે લોકોને સૌથી વધુ મનપસંદ નાસ્તો

વરસતા વરસાદમાં લોકોને વધારે પડતા તો દાળવડા અને તેવી વસ્તુઓ વધારે ભાવે છે, ક્યારેક તો લોકો વરસતા વરસાદમાં ચાની પણ મજા માણતા હોય છે પણ આ ઉપરાંત પણ કેટલીક વસ્તુઓ છે જે લોકોને વરસતા વરસાદના સમયે સૌથી વધારે પસંદ આવે છે. સૌથી પહેલા જો વાત કરવામાં આવે કચોરીની તો કચોરી એ રાજસ્થાનમાં લોકપ્રિય અને સ્વાદિષ્ટ […]

ગુજરાતમાં આજથી વરસાદી માહોલ જામશે, અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદઃ  ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ ફરીવાર વરસાદી વાતાવરણ સર્જાયુ છે. હવામાન વિભાગે આજે 2જી ઓગસ્ટને મંગળવારથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં 10મી ઓગસ્ટ સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ફરી એકવાર વરસાદી […]

ગાંધીનગરમાં વરસાદી વાતાવરણને લીધે વાયરલ બીમારીના કેસમાં વધારો, તાવના ઘેર ઘેર દર્દીઓ,

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદી વાતાવરણને લીધે તમામ નાના-મોટા શહેરોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતો જાય છે. જેમાં પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ વાયરલ બીમારીના કેસમાં વધારો થયો છે. જિલ્લામાં વરસાદી માહોલની વચ્ચે મચ્છરજન્ય રોગચાળો ધીમે ધીમે માથું ઊંચકી રહ્યો છે. સતત રહેતાં વાદળછાયા વાતાવરણ તેમજ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે સાદો તાવ મેલેરિયા […]

અમદાવાદમાં વરસાદી વાતાવરણ અને ધૂમ્મસને કારણે 13 ફ્લાઈટ મોડી પડી, છ ફ્લાઇટ રદ કરાઈ

અમદાવાદઃ શહેરમાં ભારે વરસાદને કારણે વિમાની સેવાને પણ અસર થઈ હતી. ટેકનિકલ કારણોની સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદ આવતી જતી છ ઈન્ટરનેશનલ સહિત 13 ફ્લાઈટ મોડી પડી હતી. જેમાં એક ખાનગી વીમાન સેવાની અમદાવાદથી સવારે 8.05 વાગે દેહરાદૂન જતી ફ્લાઈટ એસજી 3761 સૌથી વધુ પાંચ કલાકથી વધુ મોડી ઉપડી હતી. બીજી બાજુ અમદાવાદ આવતી જતી […]

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલઃ જળાશયોમાં નવા પાણની આવક, નદી-નાળા છલકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચુક્યો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળો ઉપર મેઘમહેર થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં વરસાદને પગલે જળાશયોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે અમરેલી અને જૂનાગઢમાં નદી-નાળા છલકાયાં હતા. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. જૂનાગઢ જિલ્લાના બિલખા, ઉમરાળી ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિસાવદરમાં  તો એક જ […]

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું,આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદી માહોલ

બંગાળની ખાડીમાં લો પ્રેશર આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ચેન્નાઈ :બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો છે.બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા છે. વાત કરવામાં આવે આંધ્રપ્રદેશના શહેરોની તો અનેક શહેરોમાં વરસાદના કારણે […]

મહારાષ્ટ્રમાં શિયાળાના પ્રારંભે જ વરસાદી માહોલ, માવઠાથી તૈયાર થયેલા ખરીફ પાકને નુકશાન

મુંબઈઃ અરબી સમુદ્રમાં સર્જાયોલા લો પ્રેશરને કારણે મહારાષ્ટ્રમાં શિયાળાના પ્રારંભે જ વરસાદી માહોલ સર્જાયો છે. મહારાષ્ટ્રના કેટલાક  વિસ્તારમાં આજે માવઠું થતાં તૈયાર થયેલા અને માર્કેટયાર્ડમાં  પડેલા ખરીફ પાકને નુકશાન થયું હતું. ભારતીય હવામાન વિભાગના આગાહીને પગલે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. શુક્રવાર સાંજથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો હતો. મુંબઈ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code