1. Home
  2. Tag "Rajasthan"

રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા, કેન્દ્ર જયપુરથી 92 કિમી દૂર

રાજસ્થાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા કેન્દ્ર જયપુરથી 92 કિમી દૂર લોકોમાં ભયનો માહોલ જયપુર: રાજસ્થાનમાં આજે સવારે કેટલાક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જાણકારી અનુસાર ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી છે. સીકર અને ફતેહપુરમાં લગભગ લોકોએ ત્રણ સેકન્ડ સુધી આંચકાનો અનુભવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ન્યુઝીલેન્ડમાં અનુભવાયા આંચકા હતા. […]

રાજસ્થાનઃ 4 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારી હત્યા કરનારા હત્યારાને કોર્ટે ફરમાવી ફાંસીની સજા

નવી દિલ્હીઃ જયપુરમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં પોક્સો કોર્ટના જયપુર જિલ્લા ન્યાયાધીશ સંદીપ શર્માએ આરોપી સુરેશને ફાંસીની સજા સંભળાવી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રથમ વખત આરોપીને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જયપુર જિલ્લામાં પોક્સો એક્ટ હેઠળ ફાંસીનો આ પહેલો કેસ છે. માસૂમ પર બળાત્કાર ગુજાર્યા બાદ આરોપીએ તેણીને તળાવમાં ડુબાડીને મારી નાખી […]

રાજસ્થાનના કોટામાં 82 હજાર કિલો વજનના ઘંટનું નિર્માણ, અવાજ 8 કિમી દૂર સુધી સંભળાશે

નવી દિલ્હીઃ રાજસ્થાનના કોટાના ચંબલ રિવર ફ્રન્ટ પર દેશનો સૌથી મોટો ઘંટ (બેલ) બનાવવામાં આવી રહ્યો છે. આ ઘંટ ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં 3 રેકોર્ડ પોતાના નામ કરશે. આ ઘંટની વાસ્તવિક આકૃતિને ફ્લેક્સનું પ્રદર્શન સાઈટ ઉપર કરાયું હતું. આ ઘંટનું નિર્માણ સ્ટીલ મેન ઓફ ઈન્ડિયાના નામથી ઓળખાતા જાણીતા એન્જિનીયર દેવેન્દ્ર કુમાર આર્ય કરી રહ્યાં છે. […]

રાજસ્થાનઃ જયપુરમાં એક સરકારી કચેરીના તમામ અધિકારી-કર્મચારી લાંચ લેતા ઝડપાયાં

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ભ્રષ્ટાચારની મોટી ઘટના સામે આવી છે. જેમાં આખી ઓફિસ જ લાંચના કેસમાં પકડાઈ છે. એટલું જ નહીં પકડાયા બાદ રાજ્ય પ્રશાસનિક સેવાના અધિકારીએ તર્ક આપ્યો કે, જ્યારે કી મંદિરમાં પ્રસાદ ચડાવવા આવે તો કોઈ ના કેમ પાડે. પ્રાપ્ત માહિતી અનુસાર જયપુર શહેરના વિકાસની જવાબદારી સંભાળતા જયપુર વિકાસ ઓથોરિટીના ડેપ્યુટી કમિશનર સહુત પુરી […]

ભારત-પાકિસ્તાન સરહદ પાસેથી રાજસ્થાનના બાડમેર નજીકથી કરોડોનું હેરોઈન ઝડપાયું

અમદાવાદઃ ભારત-પાકિસ્તાન બોર્ડ ઉપર રાજસ્થાનના બાડમેર પાસેથી બીએસએફની ટીમે કરોડોની કિંમતનો હેરોઈનનો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. બોર્ડ સિક્યુરિટી ફોર્સના ગુજરાત ફ્રન્ટિયર અને સ્થાનિક પોલીસે હાથ ધરેલા અભિયાનમાં 35 કરોડની કિંમતનું હેરોઈન ઝડપાયું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીએસએફ ગુજરાત ફ્રન્ટિયર પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાત અને રાજસ્થાનની પાકિસ્તાન સાથેની 826 કિમી […]

રાજસ્થાનઃ સરકારી કચેરીના નિવૃત ડ્રાઈવરની અનોખી વિદાય, ઉચ્ચ અધિકારી કાર હંકારીને ઘરે મુકવા ગયા

જયપુરઃ રાજસ્થાનના સરહદી બાડમેર જિલ્લામાં એક કર્મચારીની નિવૃત્તિ વખતે આપવામાં આવેલી વિદાય ચર્ચાનો વિષય બની છે. અનોખી વિદાયનો આ કિસ્સો એટલા માટે ચર્ચામાં છે કારણ કે જે કર્મચારીએ આખી જીંદગી અધિકારીઓને ગાડી ચલાવી હતી, તેને નિવૃત્તિના દિવસે રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ લેવલના એક અધિકારીએ પોતે કાર ચલાવીને ઘરે મુકવા ગયા હતા. આ કર્મચારી બાડમેરના અધિક જિલ્લા […]

રાજસ્થાનના જયપુરમાં એક ફેકટરીમાં ભિષણ આગઃ 3 બાળકો સહિત 4ના મોત

આ દૂર્ઘટનામાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યાં આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ ઉદેપુરઃ રાજસ્થાનના જયપુરમાં ટર્પેન્ટાઈન ઓઈલ ફેકટરીમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 3 બાળકો સહિત ચારના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પોલીસ અને […]

રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીની પરીક્ષામાં ગેરરીતીનો પર્દાફાશઃ રૂ. 1.22 કરોડમાં પેપર ફુટ્યાંનો આરોપ

જયપુરઃ રાજસ્થાનમાં શિક્ષક પાત્રતા પરીક્ષા (આરઈઈટી એક્સાઝમ 2021)ના પેપર પ્રકરણમાં એસઓજીએ એક ગેંગનો પર્દાફશ કર્યો છે. સરકારી ઓફિસમાંથી કેવી રીતે પેપર કેવી રીતે બહાર આવ્યું તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. રાજસ્થાન સરકારના જયપુર સ્થિત શિક્ષા સંકુલમાં પેપર સંગ્રહણ કેન્દ્રમાં 24મી સપ્ટેમ્બમાંથી પેપર ફોટવામાં આવ્યું હતું. પેપર લીક કરનારી ગેંગના ઉદારામ અને […]

રાજસ્થાનના હલ્દીઘાટીમાં રેવ પાર્ટી કરતા ગુજરાતના પીઆઈ સહિત 24 પકડાયા

અમદાવાદઃ રાજસ્થાનના હલ્દીઘાટી વિસ્તારમાં આવેલા ખમનેર ગામ નજીક શાહીબાગમાં એક હોટેલમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર સ્થાનિક પોલીસે દરોડો પાડતાં ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી અને નવ મહિલા સહિત કુલ 24 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.રાજસ્થાન પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે,  હોટેલના રૂમમાંથી ત્રણ પેટી બિયર અને દારૂ પણ કબજે […]

રાજસ્થાનઃ 77 વર્ષની ઉંમરે વૃદ્ધે ધો-12ની પરીક્ષા માટે ભર્યું ફોર્મ

દિલ્હીઃ  રાજસ્થાનના જાલોરમાં 77 વર્ષના વૃદ્ધએ ધો-12ની પરીક્ષાનું ફોર્મ ભર્યું છે. વૃદ્ધ 56 વખત ધો-10ની પરીક્ષામાં નાપાસ થયા હતા. જો કે, હિંમત હાર્યા વગર તેણે 57મી વખત ફરીથી પરીક્ષા આપી અને અંતે તે પાસ થયા હતા. હવે તેઓ ધા-12 ઉતીર્ણ થવા માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર જાલોર જિલ્લાના સરદારગઢમાં રહેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code