1. Home
  2. Tag "RAJNATH SINGH"

નીરજ ચોપડાને મળશે વિશેષ સન્માન, સેનાના આ સ્પોર્ટસ ઇન્સ્ટીટયુટનું નામ તેમના નામ પરથી રાખવામાં આવશે

નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો ગોલ્ડ મેડલ નીરજ ચોપડાને મળશે વિશેષ સન્માન આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટીટયુટનું બદલાશે નામ નીરજ ચોપડા સ્પોર્ટસ સ્ટેડીયમ તરીકે રખાશે મુંબઈ :પુણે સ્થિત આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટીટયુટનું નામ હવે બદલાશે. તેનું નામ ટોક્યો ઓલિમ્પિક -2020 માં ગોલ્ડ મેડલ જીતનાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાના નામ પર રાખવામાં આવશે. નીરજ સેનામાં સુબેદાર છે. અહેવાલ મુજબ, […]

રાજનાથ સિંહે પૂર્વ રક્ષામંત્રી શરદ પવાર અને એકે એંટની સાથે કરી મુલાકાત, ચીન સાથે LAC ની પરિસ્થિતિ અંગે આપી માહિતી

રાજનાથ સિંહે પૂર્વ રક્ષામંત્રી સાથે કરી મુલાકાત ચીન સાથે LAC  ની પરિસ્થિતિ અંગે આપી માહિતી રાજનાથ સિંહ લોકસભામાં ગૃહના નાયબ નેતા પણ દિલ્હી :પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે શુક્રવારે રક્ષામંત્રી રાજનાથસિંહે પૂર્વ રક્ષામંત્રીઓ અને વરિષ્ઠ વિપક્ષી નેતા શરદ પવાર અને એકે એંટની સાથે મુલાકાત કરી હતી. રાજનાથસિંહે સરહદ વિવાદને લગતી નવીનતમ […]

PM મોદીએ આજે બોલાવી હાઇ લેવલ મીટિંગ, આ બાબતે થઇ શકે છે ચર્ચા

પીએમ મોદીએ આજે બોલાવી હાઇ લેવલ મીટિંગ આ મીટિંગમાં ગૃહ મંત્રી અમિત શાહ સહિતના મંત્રીઓ રહેશે ઉપસ્થિત આ મીટિંગમાં ડ્રોન હુમલાને લઇને થઇ શકે છે ચર્ચા નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા બાદ સરકાર વધુ એક્શન મોડમાં છે. પીએમ મોદીએ આજે સાંજે અમિત શાહ અને રાજનાથસિંહ સાથે બેઠક બોલાવી છે. ડ્રોન […]

લદ્દાખના પ્રવાસ પરથી રક્ષામંત્રીએ દુશ્મનોને આપી આ ચેતવણી

રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલમાં લદાખના પ્રવાસે છે રાજનાથ સિંહે દુશ્મનોને આપી આ ચેતવણી જો કોઇ આક્રમક વલણ અપનાવશે તો જડબાતોડ જવાબ મળશે નવી દિલ્હી: જ્યારથી પીએમ મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે અને કાશ્મીરના નેતાઓ સાથે વાતચીત કરીને કાશ્મીરના વિકાસ માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે ત્યારથી પાકિસ્તાન રઘવાયું થયું છે. આતંકીઓ ગભરાયા છે. હવે તેઓ […]

સ્વદેશી વિમાન વાહક જહાજ INS ‘વિક્રાંત’ આગામી વર્ષે નૌસેનામાં થશે સામેલ

દરિયામાં હવે ભારતની તાકાત વધશે સ્વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંત આગામી વર્ષે નૌસેનામાં સામેલ થશે વિક્રાંતનું જ્યાં નિર્માણ થઇ રહ્યું છે તે ડોકયાર્ડની સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મુલાકાત લીધી હતી નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં પણ ચીન સાથેના તણાવની અસર દેખાવા લાગી છે. અહીંયા ચીનના યુદ્વ જહાજો અને સબમરિનના આંટા ફેરા વધી ગયા છે ત્યાર હવે ભારત […]

આજે રામનવમી,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા

સમગ્રદેશભરમાં રામનવમીની ભાવભેર ઉજવણી પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા દેશવાસીઓને પાઠવી શુભકામના દિલ્હી : આજે રામ નવમી છે. ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ. જો કે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા,પરંતુ સોશિયલ મીડિયા પર તેઓ અભિનંદન સંદેશા આપી રહ્યા છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને રામ […]

ભારતમાં કોરોનાને નાથવા હવે સેના રાજય સરકારોને કરશે મદદ

દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં પુરતા બેડ નથી. આવી કપરી પરિસ્થિતિમાં સેના હવે આગળ આવી છે. સંરક્ષણ સચિવે દેશભરની કેન્ટ બોર્ડ હોસ્પિટલોમાં નોન-કન્ટોનમેન્ટ નાગરિકોને તબીબી સુવિધાઓ પૂરી પાડવા પણ નિર્દેશ આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે, સંરક્ષણ સચિવ […]

દેશમાં આર્મી હોસ્પિટલોમાં હવે કોવિડના દર્દીઓની થશે સારવાર

દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. અનેક દર્દીઓને હોસ્પિટલમાં બેડ નહીં મળતા હોવાની ફરિયાદો ઉઠી છે. ભારતીય રેલવે દ્વારા પણ ટ્રેનના કોચમાં આઈસોલેશનની વ્યવસ્થા ગોઠવી છે. દરમિયાન દેશની તમામ આર્મી હોસ્પિટલોને સામાન્ય દર્દીઓ માટે ખુલ્લી મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં કોવિડ ઉપરાંત અન્ય બીમારીની પણ સારવાર કરવામાં આવશે. પ્રાપ્ત […]

ભારત-અમેરિકા વચ્ચે મિલિટરી ટૂ મિલિટરી એંગજમેન્ટ વધશે

હાલમાં અમેરિકાના રક્ષા મંત્રી લોયડ જેમ્સ ઓસ્ટિન ભારતના ત્રણ દિવસીય પ્રવાસે બંને દેશોએ LEMOA, COMCASA તેમજ BECA સમજૂતિઓ પર હસ્તાક્ષર કર્યા બંને દેશો વચ્ચે સૈન્ય ગતિવિધિ વધતા ચીનનું ટેન્શન વધશે નવી દિલ્હી: હાલમાં અમેરિકાના રક્ષા મંત્રી લોયડ જેમ્સ ઓસ્ટિન ત્રણ દિવસીય પ્રવાસે છે. આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના રક્ષા મંત્રી લોયડ […]

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ઉદ્યોગ એકમો સાથે સમજોતો કરવામાં આવ્યો – રક્ષામંત્રી રાજનાથ સિંહ

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન ઉદ્યોગો સાથે સમજોતો થયો રક્ષામંત્રી રાજનાથ સિંહે આપી માહિતી દિલ્હીઃ-રક્ષામંત્રી રાજનાથ સિંહએ આજરોજ શુક્રવારે સ્ટાર્ટ એપ મેરેથોનને સંબોધન કરતાં કહ્યું કે, આ વખતે સંરક્ષણ ભારત સ્ટાર્ટઅપ ચેલેન્જ ડીઆઈએસસીમાં ઓછામાં ઓછા 12 સો સ્ટાર્ટઅપ્સ અને નવીનતાઓએ ભાગ લીધો છે.જેમાંથી ડીઆઈએસસી પડકારો હેઠળ ઓછામાં ઓછા 60 સ્ટાર્ટઅપ્સ 30 તકનીકી ક્ષેત્રમાં છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code