1. Home
  2. Tag "RAJNATH SINGH"

રાજનાથ સિંહે યુએસ કાઉન્ટરપાર્ટ લોઈડ ઓસ્ટિન સાથે ટેલિફોનિક વાતચીત કરી

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય, પ્રાદેશિક સુરક્ષા અને સંરક્ષણ સહયોગના મુદ્દાઓની ટૂંકમાં ચર્ચા કરી. તેઓએ ગયા મહિને નવી દિલ્હીમાં યોજાયેલી INDUS-X સમિટ અને દ્વિપક્ષીય ટ્રાઇ-સર્વિસ કવાયત ટાઇગર ટ્રાયમ્ફ જેવી તાજેતરની દ્વિપક્ષીય ઘટનાઓની સમીક્ષા કરી. યુએસ સંરક્ષણ સચિવે હિંદ મહાસાગર ક્ષેત્રમાં એન્ટી-પાયરસી ઓપરેશન […]

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે NCCના વિસ્તરણને આપી મંજૂરી, બનશે વિશ્વનું સૌથી મોટું વર્દીધારી યુવા સંગઠન

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસીના વિસ્તરણને મંજૂરી આપી છે. પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ એનસીસીમાં ત્રણ લાખ કેડેટ્સને સામેલ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આશા છે કે આ વિસ્તારથી દેશભરના શૈક્ષણિક સંસ્થાનોમાં એનસીસીની વધતી માંગને પૂર્ણ કરી શકાશે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ત્રણ લાખ […]

2028-29 સુધીમાં રૂ. 50,000 કરોડની સંરક્ષણ નિકાસની અપેક્ષાઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હી ખાતે એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત સંરક્ષણ સમિટમાં જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર ભારતીયતાની ભાવના સાથે તેને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાથી ભારતનું સંરક્ષણ ઉપકરણ આજે પહેલા કરતા વધુ મજબૂત છે.” તેમણે વર્તમાન અને અગાઉના પ્રબંધો વચ્ચેના મુખ્ય તફાવત […]

ભારત આત્મનિર્ભરતા વિના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ વૈશ્વિક મુદ્દાઓ પર સ્વતંત્ર નિર્ણયો લઈ શકતું નથી: રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત આત્મનિર્ભરતા વિના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ વૈશ્વિક મુદ્દાઓ પર સ્વતંત્ર નિર્ણયો લઈ શકતું નથી. આજે નવી દિલ્હીમાં DefConnect 2024 નું ઉદ્ઘાટન કરતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતે વિકસિત રાષ્ટ્ર બનવા માટે તકનીકી ટોચે પહોંચવું પડશે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને આત્મનિર્ભર […]

એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા સશસ્ત્ર દળોના જવાનોને રોકડ સહાય મળશે, રાજનાથસિંહે આપી મંજુરી

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2023માં ચીનના હાંગઝોઉ ખાતે યોજાયેલી 19મી એશિયન ગેમ્સ અને 4થી એશિયન પેરા ગેમ્સમાં મેડલ જીતનારા સશસ્ત્ર દળોના જવાનો માટે નાણાકીય પ્રોત્સાહનોને મંજૂરી આપી છે. એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સ બંનેમાં, ગોલ્ડ મેડલ વિજેતાઓને 25 લાખ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાને 15 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાને 10 […]

રાજનાથ સિંહ અને UK PM ઋષિ સુનક વચ્ચે મુક્ત વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો પર ચર્ચા થઈ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે લંડનમાં બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય મુદ્દાઓની વ્યાપક ચર્ચા કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંરક્ષણ, વેપાર અને પ્રાદેશિક મુદ્દાઓ વાટાઘાટોના એજન્ડામાં હતા. બેઠક દરમિયાન ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) માટે ચાલી રહેલી વાટાઘાટો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ, રાજનાથ સિંહ […]

એમવી કેમ પ્લૂટો જહાજ પર ડ્રોનથી હુમલાના જવાબદારોને છોડવામાં નહીં આવેઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ એમવી કેમ પ્લૂટો જહાર ઉપર ડ્રોનથી હુમલો અને લાલ સાગરમાં એમવી સાઈબાબા પર હુમલા મામલે ભારત સરકારે કહ્યું છે કે, જવાબદારોને છોડવામાં આવશે નહીં. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હુમલાખોરોને પાતાળમાંથી ખોદીને બહાર કાઢવામાં આવશે. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતમાં સમુદ્રી ક્ષેત્રમાં હલચલ તેજ બની છે ભારતની વધતી આર્થિક તાકાત […]

દુનિયામાં સારી વસ્તુ મફતમાં નથી મળતી, તેની અમુક કિંમત ચુકવવી પડે છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે DRDO કાર્યક્રમમાં સંરક્ષણ સંબંધિત સાધનોની ગુણવત્તા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, તમે લોકોએ સાંભળ્યું જ હશે કે દુનિયામાં કોઈ સારી વસ્તુ મફતમાં મળતી નથી. દરેક વસ્તુ માટે અમુક કિંમત ચૂકવવી પડે છે. સંરક્ષણ પ્રધાને કહ્યું, ‘હું મારા વિચારો વ્યક્ત કરવા માંગુ છું કે સંરક્ષણ સંબંધિત ઉપકરણોમાં ગુણવત્તા […]

વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે આગળ વધવાનો માર્ગ સંવાદ અને કુટનીતિઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે 16મી નવેમ્બરના રોજ ઈન્ડોનેશિયાના જકાર્તામાં 10મી ASEAN સંરક્ષણ મંત્રીઓની બેઠક – Plus (ADMM-Plus)માં ભાગ લીધો હતો. આ પ્રસંગ્રે તેમણે આસિયાનની મહત્વની સ્થિતિનો સ્વીકાર કર્યો અને પ્રદેશમાં સંવાદ તથા સર્વસંમતિને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેઓએ યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS) 1982 સહિત […]

ભારતીય સેનાને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા રાજનાથસિંહે કર્યું સૂચન

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય સેનાને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે. સેના કમાન્ડરો સાથે વાતચીત દરમિયાન રક્ષા મંત્રીએ તેમની સમક્ષ ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શક્ય છે કે આપણે પણ સરહદ પર આવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code