1. Home
  2. Tag "RAJNATH SINGH"

આર્મી કમાન્ડરોની કોન્ફરન્સમાં સંભવિત પડકારોને ધ્યાનમાં રાખીને તૈયારીઓને લઈને ચર્ચા કરાઈ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ટોચના આર્મી કમાન્ડરોની કોન્ફરન્સમાં, ઉભરતા જોખમો અને પડકારોને ધ્યાનમાં રાખીને સેનાને ભવિષ્ય માટે તૈયાર રહેવાની રીતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાંથી પ્રાસંગિક બોધપાઠ લેવા માટે પાંચ દિવસીય કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી. સૈન્ય કમાન્ડરોની કોન્ફરન્સમાં ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરની સ્થિતિ […]

સંસ્કૃતિ અને વિજ્ઞાન એક-બીજાના વિરોધી નહીં પરંતુ પુરક છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે ‘ચંદ્રયાન-3’ની સફળતા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો), વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, સંસ્કૃતિ અને વિજ્ઞાન એકબીજાના વિરોધી નથી, પરંતુ પૂરક છે. ‘ચંદ્રયાન-3ની સફળતા અને અવકાશ ક્ષેત્રે આપણા રાષ્ટ્રની સિદ્ધિઓ વિશેની ચર્ચા’માં લોકસભામાં તેમણે એમ પણ કહ્યું કે, ‘ચંદ્રયાન-3’ની સફળતા એ તમામ લોકો માટે […]

દેશમાં નવી 23 સૈનિક સ્કૂલને મંજુરી, PPP ધોરણે નવી સૈનિક સ્કૂલની સંખ્યા વધી 42 ઉપર પહોંચી

નવી દિલ્હીઃ ભારત સરકારે NGO/ખાનગી શાળાઓ/રાજ્ય સરકારો સાથેની ભાગીદારીમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપનાની પહેલને વર્ગ-વાર ધોરણ પ્રમાણે 6ઠ્ઠા ધોરણથી શરૂ કરવાની મંજૂરી આપી છે. આ પહેલ હેઠળ, સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા દેશભરમાં આવેલી 19 નવી સૈનિક સ્કૂલો સાથે મેમોરેન્ડમ ઑફ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભાગીદારી મોડ હેઠળ નવી સૈનિક શાળાઓ ખોલવા માટેની […]

ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોને વિવિધ યોજનાઓમાં નાણાકીય સહાયમાં વધારો કરાયો

નાણાકીય સહાય રૂ. 20 હજારથી વધારી 50 હજાર કરાયો કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આપી મંજુરી નોન-પેન્શન પાત્ર ભૂતપૂર્વ સૈનિકો અથવા તેમની વિધવાઓને હવે ઉન્નત તબીબી અનુદાન મળશે નવી દિલ્હીઃ કેન્દ્રિય સંરક્ષણ મંત્રી  રાજનાથ સિંહે  ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે સહકાર પ્રણાલીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ યોજનાઓમાં નાણાકીય સહાયમાં નોંધપાત્ર વધારો કરવાની મંજૂરી […]

370 દૂર થયાના 4 વર્ષ પૂર્ણઃ પાકિસ્તાનના કબજાવાળુ કાશ્મીર ભારતમાં ક્યારે ભળશે ?

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબુદ કર્યાના ચાર વર્ષ પૂર્ણ થયાં છે, હવે દેશની જનતા પણ પીઓકે ફરીથી ભારતમાં ભળે તેવી માંગણી કરી રહ્યું છે. પીઓકેને ભારતનો અભિન્નઅંગ ગણતી ભારત સરકારે પણ તેને પરત મેળવવાની દિશામાં કવાયત શરૂ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરીને મોદી સરકારે ત્યાંની જનતાને પણ દેશની […]

કાશ્મીર સહિતના મુદ્દા ઉકેલવાના પ્રયાસો વચ્ચે પાકિસ્તાને ભારતની પીઠમાં છરો ભોંક્યો હતોઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ 24મા કારગિલ વિજય દિવસ નિમિત્તે લદ્દાખના દ્રાસ ખાતે યુદ્ધ સ્મારક પર મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1999 માં આ દિવસે, ભારતે વિશ્વના સૌથી મુશ્કેલ યુદ્ધના મેદાનોમાંના એક, દ્રાસમાંથી પાકિસ્તાનને ભગાડીને કારગિલ યુદ્ધ જીત્યું હતું. આજે ભારત આ જીતની ઉજવણી કરી રહ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બુધવારે દ્રાસ ખાતે આયોજિત […]

સંસદનું ચોમાસુ સત્ર તોફાની રહેવાની શકયતા, કેન્દ્ર સરકાર મણિપુર હિંસા અંગે ચર્ચા કરવા તૈયાર

નવી દિલ્હીઃ 20 જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર પહેલા બુધવારે (19 જુલાઈ) કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સત્રને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, કેન્દ્ર સરકારે કહ્યું કે તે 20 જુલાઈથી શરૂ થનારા ચોમાસુ સત્રમાં […]

આત્મનિર્ભર ભારતઃ અમેરિકા બાદ ફ્રાન્સે પણ ભારતની સાથે ફાઈટલ જેટ એન્જિન બનાવવાની તૈયારી દર્શાવી

નવી દિલ્હીઃ ભારતની સાથે અમેરિકા બાદ હવે ફ્રાન્સ પણ ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે તૈયાર છે. પીએમ નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ભારતમાં ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે પ્લાન્ટ સ્થાપવાની ડીલ ફાઈનલ થયા બાદ હવે ફ્રાન્સની કંપનીએ પણ ભારત સાથે 110 કિલો ન્યૂટન થ્રસ્ટ મિલિટ્રી એન્જિન વિકસાવવા માટે તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળે છે. ફ્રેન્ચ […]

કોચીના ઈન્ટીગ્રેડેટ સિમ્યુલેટરપ કોમ્પ્લેક્સ ધ્રુવમાં નૌકાદળ ઉપર મિત્રો દેશના કર્મચારીઓને પણ તાલીમ અપાશે

હૈદરાબાદઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય નૌકાદળના કર્મચારીઓની પ્રાયોગિક તાલીમને વધારવા માટે 21 જૂન 2023ના રોજ સધર્ન નેવલ કમાન્ડ, કોચી ખાતે ઈન્ટિગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પ્લેક્સ (ISC) ‘ધ્રુવ‘નું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. ISC ‘ધ્રુવ‘ એ આધુનિક અને અત્યાધુનિક સ્વદેશી રીતે નિર્મિત સિમ્યુલેટરનું સ્થિત છે જે ભારતીય નૌકાદળમાં પ્રાયોગિક […]

રાજનાથ સિંહ વિયેતનામના રક્ષા મંત્રીને મળ્યા,આ મુદ્દાઓ પર કરી ચર્ચા

દિલ્હી : રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે ભારત અને વિયેતનામ વચ્ચે રક્ષા સહયોગ વધારવા માટે રાજધાની દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો માટે વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિઆંગ સાથે મુલાકાત કરી હતી. વિયેતનામના રક્ષામંત્રી ફાન વાન ગિઆંગ 18 થી 19 જૂન દરમિયાન ભારતની મુલાકાતે છે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે ગિઆંગે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code