1. Home
  2. Tag "RAJNATH SINGH"

જાપાન પ્રવાસઃ સંરક્ષણ સાધનો-ટેકનિકલ સહયોગના ક્ષેત્રમાં ભાગીદારીનો વ્યાપ વિસ્તારવા રાજનાથસિંહે ભાર મુક્યો

નવી દિલ્હીઃ ટોક્યોમાં જાપાનના સંરક્ષણ મંત્રી યાસુકાઝુ હમાદા અને ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વચ્ચે બેઠક મળી હતી. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ તેમજ ક્ષેત્રીય બાબતોના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. તેઓએ ભારત-જાપાન સંરક્ષણ ભાગીદારીના મહત્વ અને મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન રાજનાથ સિંહે […]

ભારતીય વાયુસેનામાં છ દાયકાથી મિગ-21 ફાઈટર જેટ કાર્યરત, અત્યાર સુધીમાં 200 દૂર્ઘટના સર્જાઈ

નવી દિલ્હીઃ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં વાયુસેનાનું વિમાન મિગ 21 દૂર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનાને પગલે ફરી સોવિયત મૂળના મિગ-21 વિનામને લઈને સવાલો ઉભા થયાં છે. ભારતીય વાયુસેનામાં આ વિમાન 1960ના દશકમાં સામિલ કરવામાં આવ્યું હતું. લગભગ 62 વર્ષમાં લગભગ 200 વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર મિગ 21 લાંબા […]

યુદ્ધ દુશ્મન દેશની સેના સાથે થાય છે સામાન્ય નાગરિકો સાથે નહીઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ દુશ્મન દેશની સેના સાથે યુદ્ધ થાય છે, તેમના સામાન્ય નાગરિકો સાથે નહીં. જેથી બાલાકોટ એર સ્ટ્રાઈક દરમિયાન ઉપયોગમાં લેવાતા હતા તે રીતે દેશમાં ચોકસાઇથી દારૂગોળાની સખત જરૂર છે. દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ બુધવારે રાજધાની દિલ્હીમાં બીજી મિલિટરી-એમ્યુનિશન કોન્ફરન્સ AMO-ઇન્ડિયાને સંબોધિત કરી રહ્યા હતા. દરમિયાન, સ્વદેશી દારૂગોળાની […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ફોર્મ ભર્યું

પીએમ મોદી સહિતના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા કોંગ્રેસ સહિતના વિપક્ષને અપીલ વિપક્ષ દ્વારા યશવંત સિંહાને ઉમેદવાર બનાવાયાં NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ સંસદ ભવનમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. દ્રૌપદી મુર્મુના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત ઘણા મોટા નેતાઓ સંસદભવનમાં […]

રાષ્ટ્રપતિની ચૂંટણીઃ રાજનાથસિંહે વિપક્ષના મંત્રીઓ સાથે ટેલિફોન મારફતે ચર્ચા કરી

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીનો કાર્યકાળ આગામી દિવોસમાં પૂર્ણ થઈ રહ્યો છે જેથી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. જેથી વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગીને લઈને બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપ દ્વારા રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગીને લઈને કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપના સિનિયર મંત્રી રાજનાથસિંહે વિપક્ષના નેતાઓનો ટેલિફોનિક સંપર્ક કરીને રાષ્ટ્રપતિની ચૂંટણીને […]

ભારતીય સુરક્ષા દળોમાં ચાર વર્ષ માટે ભરતી કરાશે અગ્નિવીર, રૂ. 6.9 લાખ સુધી વર્ષનું પેકેજ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય સશસ્ત્ર દળોમાં 4 વર્ષ માટે સૈનિકોની ભરતી કરવા માટે ‘અગ્નિપથ’ યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સંરક્ષણ બાબતોની કેબિનેટ સમિતિએ ભારતીય સેનાને વિશ્વની શ્રેષ્ઠ સેના બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. અમે અગ્નિપથ યોજના લાવી રહ્યા છીએ. આ સાથે ભારતીય યુવાનોને ‘અગ્નવીર’ તરીકે સેવા કરવાની તક આપવામાં […]

દુનિયાની કોઈ તાકાત સામે ભારતીય સેના ભારત માતાનું માથુ ઝુકવા નહીં દેઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે 1971ના યુદ્ધના પૂર્વ સૈનિકોના સન્માન સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ભારત અને ચીન વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, દુનિયાની ગમે તેટલી મોટી તાકાત હોય, તે ભારત માતાનું માથું ઝુકાવી શકે નહીં. રક્ષા મંત્રીએ કહ્યું કે, આ વખતે ભારત-ચીન સંઘર્ષ સમયે આપણી સેનાની વીરતા અને […]

પાકિસ્તાનના નવા PMને અભિનંદનની સાથે આતંકવાદ મુદ્દે રાજનાથસિંહએ આપ્યો સંદેશ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને અભિનંદન પાઠવ્યા હતા અને તેમણે સંદેશ પણ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે તેઓ તેમના પાડોશી દેશ (પાકિસ્તાન)ના નવા વડા પ્રધાન (શાહબાઝ શરીફ)ને એક જ સંદેશ મોકલવા માંગે છે કે તેઓ તેમના દેશમાં આતંકવાદને કાબૂમાં લેવામાં સફળ થાય. રાજનાથ સિંહ 2+2 મંત્રણા માટે અમેરિકાની […]

ઉત્તરપ્રદેશઃ મુખ્યમંત્રી યોગી અને તેમના મંત્રીમંડળનો શપથવિધી સમારોહ યોજાયો

લખનૌઃ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ આજે સીએમ યોગી આદિત્યનાથએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતા. શપથવિધી સમારોહમાં મોટી સંખ્યામાં રાજકીય મહાનુભાવો અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં હતા. આ ઉપરાંત કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠકએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતા. એટલું જ […]

ભારતીય મિસાઈલ સિસ્ટમ અત્યંત સલામત અને ભરોસાપાત્રઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ ભારતે તાજેતરમાં જ આકસ્મિક રીતે એક મિસાઈલ છોડી હતી જે પાકિસ્તાનમાં પડી હતી. ભારતે આ દુર્ઘટના પર ઊંડો ખેદ વ્યક્ત કરતા કહ્યું કે આ ઘટના તેની નિયમિત જાળવણી દરમિયાન ટેકનિકલ ખામીને કારણે થઈ હતી. પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો હતો કે આ મિસાઈલ ભારત દ્વારા છોડવામાં આવી છે. દરમિયાન આજે રાજ્યસભામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code