1. Home
  2. Tag "Rajya Sabha elections"

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને ઝટકો, વિધાનસભાના મુખ્ય દંડક મનોજ પાંડેએ આપ્યું રાજીનામું

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે આજે વિધાનસભામાં મતદાન ચાલી રહ્યું છે. રાજ્યસભા ચૂંટણીના મતદાન પહેલા સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો હતો. તેમના વિશ્વાસુ, પક્ષના નેતા અને વિધાનસભામાં મુખ્ય દંડક મનોજ પાંડેએ રાજીનામું આપીને પક્ષમાં ચાલી રહેલી આંતરકલહ અને નારાજગી સ્પષ્ટ કરી દીધી છે. મનોજ પાંડે છેલ્લા […]

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશની 10 સહિત કુલ 15 બેઠક માટે મતદાન

નવી દિલ્હીઃ આજે 3 રાજ્યોની 15 રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જેમાં ઉત્તરપ્રદેશની 10 કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની 1 બેઠકનો સમાવેશ થાય છે. ઉત્તપ્રદેશની 10 બેઠકો માટે 11 ઉમેદવાર મેદાને છે, જેમાં સમાજવાદી પાર્ટીએ જય બચ્ચન, રામજીલાલ સુમન અને નિવૃત IAS આલોક રંજનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેની સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાના […]

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતની ચાર બેઠકો માટે ભાજપાએ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

અમદાવાદઃ રાજ્યસભાના 56 સભ્યો આગામી દિવસોમાં નિવૃત્ત થઈ રહ્યાં છે. જેને લઈને આ બેઠકો માટે ફેબ્રુઆરી મહિનાના અંતમાં ચૂંટણી યોજાશે. ગુજરાતના ચાર સભ્યો પણ નિવૃત્ત થઈ રહ્યાં છે. આ બેઠકો માટે ભાજપાએ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતમાંથી ઉમેદવારી કરશે. ભાજપાએ આજે રાજ્યસભા ચૂંટણીને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રના સાત ઉમેદવારોના […]

રાજ્યસભા ચૂંટણીઃ ભાજપાએ વધુ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ ભાજપાએ આજે રાજ્યસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી જેમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપાએ ઓડિસાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણને ઉમેદવાર બનાવ્યાં છે. જ્યારે મધ્યપ્રદેશથી માયા નરોલિયા અને એલ.મુરુગન, બંસીલાલ ગુર્જર અને ઉમેશ નાથ મહારાજને ઉમેદવાર બનાવામાં આવ્યા હતા. ઓડિશાની સત્તાધારી પાર્ટી બીજદએ અશ્વિની વૈષ્ણવની ઉમેદવારીને સમર્થન આપ્યું છે. આગામી […]

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતમાં વધુ બે ઉમેદવારના નામ ભાજપાએ જાહેર કર્યાં

અમદાવાદઃ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે આગામી 24મી જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિ કરતા ત્રણ સભ્યોની પણ મુદત પૂર્ણ થઈ રહી છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. દરમિયાન કેન્દ્રીય વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરએ બે દિવસ પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. દરમિયાન લંબાણપૂર્વકની […]

રાજ્યસભાની ચૂંટણી માટે ફરી ઉમેદવારી નોંધાવશે વિદેશ મંત્રી જયશંકર,જાણો ક્યારે સમાપ્ત થશે કાર્યકાળ

અમદાવાદ :વિદેશ મંત્રી એસ.જયશંકર ગુજરાતની રાજ્યસભાની બેઠક માટે થનારી ચુંટણીને લઈને પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે રવિવારે અહીં પહોંચ્યા હતા. તેઓ સોમવારે ઉમેદવારી નોંધાવશે. ભાજપના એક કાર્યકર્તાએ આ માહિતી આપી હતી. ભાજપના ગુજરાત એકમના મહાસચિવ પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જયશંકર કે જેમનો કાર્યકાળ 18 ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે અને ગુજરાતના અન્ય બે રાજ્યસભા […]

ગુજરાતમાં ઓગસ્ટમાં યોજાનારી રાજ્યસભાની 3 બેઠકોની ચૂંટણીમાં ભાજપ કોને પસંદ કરશે ?

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ભાજપની પ્રચંડ બહુમતી હોવાથી હવે રાજયસભાની જેટલી ચૂંટણીઓ 2027 સુધી આવશે તેમાં ભાજપ જ વિજેતા બનશે. આ સ્થિતિમાં હવે ઓગષ્ટ માસમાં રાજયસભાની જે ત્રણ બેઠકો ખાલી થઇ રહી છે તેમાં વિદેશ મંત્રી એસ.જયશંકરને ફરી છ વર્ષ માટે રાજયસભામાં લઇ જવાશે તે નિશ્ચીત જણાય છે. પરંતુ બે બેઠકમાં જયારથી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

કપિલ સિબ્બલે કોંગ્રેસનો સાથ છોડીને સમાજવાદી પાર્ટીના સહયોગથી રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી આંતરીક જૂથબંધી ચાલી રહી છે, જેના પરિણામે અનેક સિનિયર નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડીને અન્ય રાજકીય પક્ષોમાં જોડાયાં છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે પણ હવે કોંગ્રેસ હાથ છોડીને સમાજવાદી પાર્ટીની સાઈકલની સવારી કરવાનો નિર્ણ કર્યો છે. 16મી મેના રોજ કપિલ સિબ્બલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે તેમણે […]

રાજ્યસભા ચૂંટણીઃ છ રાજ્યોની 13 બેઠકો માટે 31મી માર્ચના રોજ મતદાન

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આગામી દિવસોમાં કેટલાક સભ્યોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જેથી ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યસભાની 6 રાજ્યોની 13 બેઠકો માટે આગામી 31મી માર્ચના રોજ ચૂંટણી યોજાશે. સુત્રોના જણાવ્યા અનુસાર અસમની બે બેઠકો માટે ચૂંટણી યોજાશે. રાની નારાહ અને રિપુન બોરાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ઉપરાંત હિમાચલ […]

રાજ્યસભા પેટા ચૂંટણીઃ ભાજપના બંને ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે તા. 1લી માર્ચના રોજ પેટાચૂંટણી યોજાશે. જે માટે ભાજપ દ્વારા બે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ બંને ઉમેદવારો આવતીકાલે ગુરુવારે વિજય મૂહર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. બંને બેઠકો માટે અલગ-અલગ મતદાન થવાનું હોવાથી ભાજપના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવે છે. કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની પસંદગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code