1. Home
  2. Tag "Ram Mandir"

રામલલાને પણ ગરમીની અસર, પ્રભુને પહેરાવાય છે સુતરાઉ વસ્ત્રો

અયોધ્યાઃ ઉત્તરભારતમાં હાલ કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. ગરમીને પગલે રામલલાની દિનચર્યામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને તેમને ગરમીમાં રાહત આપતું ભોજન અને રાહત આપતા કપડાં આપવામાં આવી રહ્યા છે. હાલમાં ઉત્તર ભારતમાં નૌટપાના કારણે તાપમાન સતત 40 ડિગ્રીથી ઉપર રહે છે. આવી સ્થિતિમાં રામનગરીના મંદિરમાં હાજર ભગવાનની દિનચર્યા પણ બદલાઈ […]

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ ન લેવા પર બોલ્યા પ્રિયંકા, ભૂલ હતી કે નહીં તે રાજકીય દ્રષ્ટિકોણ, ભગવાન દરેક ભારતીયના હૃદયમાં છે

પ્રિયંકા ગાંધીએ એક ખાનગી ચેનલને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે કોંગ્રેસ પાર્ટી દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ ન લેવા અંગે જવાબ આપ્યો હતો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવા પર પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, જો તમે દરેક વસ્તુને રાજકીય દ્રષ્ટિકોણથી જુઓ તો તમે કંઈપણ કહી શકો છો. ધર્મ એ રાજકીય મુદ્દો […]

SP અને TMCને જોડતી કોઇ એક વસ્તુ જો હોય તો તે માત્ર તૃષ્ટિકરણ છેઃ વડાપ્રધાન મોદી

લોકસભા ચૂંટણી 2024નું 4 તબક્કાનું મતદાન થયું છે. 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. આ સંદર્ભે પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી મોરચો સંભાળી રહ્યા છે.પીએમ મોદીએ યુપીમાં એક પછી એક ઘણી રેલીઓ કરી છે અને તેઓ બીજી ઘણી રેલીઓ કરવાના છે. આજે પીએમ મોદી આઝમગઢ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢની મુલાકાતે છે. પીએમ મોદીએ 11 વાગે […]

‘કોંગ્રેસ તમારી કમાણી અને અનામત પર નજર રાખી રહી છે’ મધ્યપ્રદેશમાં રેલીને સંબોધતા વડાપ્રધાને કર્યા પ્રહાર

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં પોતાનો મત આપ્યા બાદ PM નરેન્દ્ર મોદી આજે મતદાન કર્યા બાદ ગુજરાતથી સીધા મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. તેમણે અહીં ખરગોન જિલ્લામાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી શકે છે. […]

રાહુલ ગાંધી શાહબાનોની જેમ રામ મંદિરના ચુકાદાને પલટવા માંગતા હતાઃ આચાર્ય પ્રમોદ કુષ્ણમ

નવી દિલ્હીઃ પૂર્વ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કુષ્ણમએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં મે 32 વર્ષ સુધી કામ કર્યું છે. જ્યારે રામ મંદિરનો આદેશ આવ્યો ત્યારે રાહુલ ગાંધીએ પોતના નજીકના લોકો સાથે બેઠક કરી હતી. જેમાં કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બનશે તો તેઓ એક સુપરપાવર કમિટીની રચના કરશે. તેમજ રામ મંદિરના આદેશને પલટી દેવામાં આવશે. […]

CAA અને પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા મામલે પ્રતિસાદ ન આપવાને લઇ ઉદ્ધવ પર અમિત શાહના પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેને ઘેર્યા છે. અમિત શાહે શુક્રવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે પર નાગરિકતા સંશોધન અધિનિયમ CAA લાગુ કરવા અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) પરના પ્રતિબંધને લગતા મુદ્દાઓ પર વોટ બેંકની રાજનીતિને કારણે “પ્રતિસાદ ન આપવા” માટે આકરા પ્રહારો કર્યા. ” હું ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું… અમિત […]

રામ નવમીઃ ગુજરાત બન્યું રામમય, ઠેર-ઠેર ભવ્ય શોભાયાત્રા યોજાઈ

મંદિરમાં રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા સવારથી જ રામજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આવે રામ નવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ રામજી મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. તેમજ મંદિરો જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યાં હતા. આ ઉપરાંત વિવિધ મંદિરોમાં રામધૂન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો […]

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત પીએમ મોદીએ રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યાં

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં રામ નવમીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમવાર રામ નવમીની ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન આજે બપોરના સમયે પ્રભુ શ્રી રામની મૂર્તિને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે. તેમ છતા સમય નીકળીને રામલલાને […]

એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પતિ નિક અને પુત્રી માલતી સાથે અયોધ્યામાં ભગવાન રામલલાના કર્યા દર્શન

અયોધ્યા: અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બુધવારે પોતાના પતિ નિક જોનસ અને પુત્રી માલતી મેરી જોનસ સાથે શ્રીરામજન્મભૂમિ અયોધ્યા પહોંચીને રામલલાના દર્શન કર્યા હતા. અહીં રમાલલાના દર્શન કરીને તેમણે સુખસમૃદ્ધિ માટેની કામના કરી હતી. રામમંદિરમાં દર્શન-પૂજા બાદ પ્રિયંકા ચોપડાએ મીડિયા સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યા પહોંચીને ઘણું સારું લાગ્યું. રામમંદિર ઘણું દિવ્ય […]

શત્રુઘ્નસિંહાએ રામમંદિરને ગણાવ્યું ભાજપનું પબ્લિસિટી સ્ટંટ, કહ્યુ- હવે બસ 1 હજાર લોકો જઈ રહ્યા છે

નવી દિલ્હી: દેશભરમાં ચૂંટણી માહોલ ગરમ છે. 2024ની લોકસભાની ચૂંટણીની ઘોષણા થવાની છે. રાજકીય મેદાનમાં તમામ પાર્ટીઓએ પોતાના તેવર તીખા કરી દીધા છે. હવે ટીએમસીના સાંસદ શત્રુઘ્નસિંહાએ ભાજપને નિશાને લીધું છે. તેમણે પરોક્ષપણે રામમંદિરને ભાજપની ચૂંટણીલક્ષી પેંતરાબાજી ગણાવ્યું છે. શત્રુઘ્નસિંહાએ રામમંદિર દ્વારા ભાજપ પર નિશાન સાધતા કહ્યુ છે કે પહેલા દિવસે પાંચ લાખ લોકો અયોધ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code