1. Home
  2. Tag "recruitment"

શિક્ષકોની ભરતીમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના ઉમેદવારોને સમાવવા માગ

શૈક્ષિક સંઘએ શિક્ષણ મંત્રીને પત્ર લખીને કરી રજુઆત, અન્ય વિષયોની જેમ વૈકલ્પિક વિષય તરીકે શારીરિક શિક્ષણને પણ સમાવો, દરેક સ્કૂલમાં યોગ શિક્ષક પણ હોવા જોઈએ અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિકની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 13000થી વધુ શિક્ષકોની ભરતી માટે સરકારે પ્રકિયા હાથ ધરી છે. ત્યારે શૈક્ષિક સંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી છે […]

ગુજરાતમાં 6400 શાળા સહાયકોની ભરતી પ્રકિયા ક્યારે શરૂ કરાશે

સરકારની જાહેરાત બાદ છતાં ભરતી પ્રક્રિયા શરૂ થઈ નથી, શિક્ષકોની અછતથી બાળકોના શિક્ષણ પર અસર, શિક્ષણ સહાયકોની ત્વરિત નિમણૂંકો કરવા માગ ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. સરકારે શિક્ષકોની કાયમી ભરતી ન કરીને જ્ઞાન સહાયકોની 11 મહિનાના કરાર આધારિત ભરતી કરતા ટેટ અને ટાટના વિદ્યાર્થીઓએ લડત શરૂ કરી હતી. દરમિયાવ રાજ્ય સરકારે […]

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 4000 જુના શિક્ષકોની ભરતી કરાશે

હાલ નોકરી કરી રહેલા શિક્ષકોને વતનનો લાભ મળી શકશે, સળંગ નોકરી અને પગારનો લાભ યથાવત રહેશે, ગાંધીનગરઃ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને પોતાના વતનમાં અથવા તો પતિ-પત્નીને એક જ સ્થળે કે નજીકની શાળામાં નોકરી કરવાની તક મળતી ન હતી. કારણ કે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોને બદલીનો લાભ મળતો નહતો. હવે રાજ્યના […]

પ્રાથમિક શાળાઓમાં મહેકમ મંજુર થયા બાદ ખાલી પડેલી જગ્યા પર જ્ઞાનસહાયકોની ભરતી કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા માટે સરકારે જ્ઞાન સહાયક યોજના અમલમાં મુકી છે. જેમાં જ્ઞાન સહાયકોને 11 મહિનાના કરાર કરીને ફિક્સ પગારથી સેવા લેવામાં આવી છે. રાજ્યમાં 11 હજાર જ્ઞાન સહાયકની મુદત 31મી જુલાઇના રોજ પૂરી થઇ છે. આ તમામ જ્ઞાન સહાયકનો કરાર રિન્યૂ કરવા માટે શિક્ષણ વિભાગે એવી સ્પષ્ટતાં કરી છે કે, […]

મુંબઇમાં એરપોર્ટ લોડરની 600 જગ્યા માટે હજ્જારો ઉમેદવારો ઉમટતા, સ્થળ પર ધક્કા મુકી અને નાસભાગ

દેશમાં બેરોજગારીની સ્થિતિ કેટલી ગંભીર છે તેની સાક્ષી પૂરતી ઘટના મુંબઇમાં બની.. અહીં એર ઇન્ડિયા દ્વારા એરપોર્ટ લોડરની 600 જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રખાયો હતો..જેમાં 25 હજારથી વધુ લોકો ઉમટ્યા હતા. જેને લીધે મુંબઈ એરપોર્ટ પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. 600 પોસ્ટ માટે 25,000 થી વધુ અરજદારો આવ્યા અને એર ઈન્ડિયાના કર્મચારીઓને વિશાળ […]

ભૂતપૂર્વ અગ્નિવીરને CISF, BSF અને CRPF ભરતીમાં મળશે અનામત

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અગ્નિવીર માટે મોટું પગલું ભર્યું છે. ભૂતપૂર્વ અગ્નિવીરને CISF, BSF અને CRPF ભરતીમાં અનામત મળશે. આ સાથે ભૂતપૂર્વ અગ્નિવીરોને વયમાં પણ છૂટછાટ આપવામાં આવશે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં કોન્સ્ટેબલની 10% જગ્યાઓ ભૂતપૂર્વ ફાયર વેટરન્સ માટે અનામત રાખવામાં આવશે. આ સાથે અગ્નિવીરને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણમાં પણ છૂટ આપવામાં આવશે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ […]

રાજસ્થાનમાં લાખો ઉપર થશે ભરતી, બજેટમાં ભજનલાલ શર્મા સરકારની જાહેરાત

જયપુરઃ રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે યુવાનોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રી દિયા કુમારીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે, પાંચ વર્ષમાં ચાર લાખ ભરતી થશે અને આ વર્ષે એક લાખ ભરતી કરવામાં આવશે. આ સાથે નાણામંત્રીએ યુવા નીતિ 2024ની જાહેરાત કરી છે. તેમણે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં 10 લાખ રોજગાર અને ભરતીની જાહેરાત કરી […]

ગુજરાતના પોલીસ વિભાગમાં 472 PSI સહિત 12472 જગ્યાઓ પર ભરતી કરાશે,

અમદાવાદઃ ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં 472 પીએસઆઈ સહિત વિવિધ કેડરમાં 12472 જગ્યાઓ ભરવાનો નિર્ણય લીધો છે. LRD અને PSI સદર્ભે અરજી સ્વીકારવાની શરૂઆત તારીખ 4 એપ્રિલ 2024થી થશે. https://ojas.gujarat.gov.in આ વેબસાઈટ પર અરજી કરી શકાશે ગુજરાત પોલીસ દળમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપાઇ […]

ગુજરાત એસટી નિગમ દ્વારા નિવૃત થયેલા 1000 ડ્રાઈવરોની કોન્ટ્રાક્ટથી ભરતી સામે વિરોધ

અમદાવાદઃ  ગુજરાતમાં બેરોજગારોની વણઝાર છે. ત્યારે પણ સરકાર નિવૃત થયેલા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ બેઝ પર ફરી કામે રાખી રહ્યા છે. ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની રાજકીય વગને કારણે નિવૃત થયા બાદ પણ કોન્ટ્રાક્ટ કરીને કામ કરતા હોય છે. ત્યારે હવે બોર્ડ-નિગમોમાં પણ નિવૃત કર્મચારીઓને ફરી નોકરી પર લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ગુજરાત એસટી નિગમ દ્વારા […]

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની ભરતી માટે હવે ગુજરાતી સહિત 13 ભાષામાં પરીક્ષા આપી શકાશે

નવી દિલ્હીઃ  પ્રથમ વખત, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPFs) માં કોન્સ્ટેબલની ભરતી માટે કોન્સ્ટેબલ (GD) પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવામાં આવશે. આ પરીક્ષા 20 ફેબ્રુઆરીથી 7 માર્ચ, 2024 દરમિયાન દેશના 128 શહેરોમાં લગભગ 48 લાખ ઉમેદવારો માટે લેવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી  અમિત શાહના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય (MHA) એ CAPFમાં ભરતી માટે કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પરીક્ષા 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવાનું નક્કી કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code