1. Home
  2. Tag "recruitment"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી કરવાનો આખરે લેવાયો નિર્ણય

રાજકોટઃ શિક્ષણમાં પણ રાજકારણ જોવા મલી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે અને જ્યાં સુધી સત્તાધીશો ઉપર પ્રેશર ન આવે ત્યાં સુધી યોગ્ય કાર્યવાહી પણ કરતા નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ-પાંચ વર્ષથી કાયમી પ્રોફેસરોની ભરતી કરાતી […]

ગુજરાતના ઊર્જા વિભાગમાં ભરતીકાંડના આક્ષેપને પગલે મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

ગાંધીનગરઃ  ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ આમ આદમી પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા AAPના નેતા યુવરાજસિંહ દ્વારા વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં […]

રાજ્યમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છતાં ત્રણ વર્ષથી વિદ્યાસહાયકોની ભરતી ન કરતા રજુઆત

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી ભરતી કરવામાં આવતી નથી આથી  ટેટ પાસ ઉમેદવારોની ધીરજ ખૂટી પડતાં રાજ્યભરના ઉમેદવારો સચિવાલય ખાતે ઊમટી પડીને વિદ્યાસહાયકની ભરતીની માગણી સાથે શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરી હતી. દરમિયાન શિક્ષણ મંત્રીએ એવી હૈયાધારણ આપી હતી કે, વિદ્યાસહાયકોની ભરતીમાં 4 ટકા વિકલાંગ માટે જરૂરી સુધારાનું […]

ગુજરાતમાં વિદ્યાસહાયકોની ભરતી 6300 નહીં પણ 3300ની જ કરાશે, ઉમેદવારોમાં રોષ

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતા જાય છે. જેમાં ટેટ અને ટાટ પરીક્ષા ઉતિર્ણ કરેલા હજારો ઉમેદવારો શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અગાઉ 6300 શિક્ષકોની ભરતી કરાશે.  એવી જાહેરાતથી ઉમેદવારોને નોકરી મળશે તેવી આશા બંધાણી હતી. પરંતુ રાજય સરકાર દ્વારા વિદ્યાસહાયકો માટે થનારી ભરતી માટેની જગ્યાની સંખ્યા એકાએક અડધી કરી નાખવામાં આવતા ઉમેદવારોમાં […]

પોલીસની ભરતીમાં દોડના નિયમોમાં ફેરફારથી ઉમેદવારોમાં નારાજગી

અમદાવાદ :  રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂ6 સંભાળ્યા બાદ વહિવટી વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યના પોલીસ વિભાગમાં પીએસઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીની જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરી છે. બીજીબાજુ પીએસઆઈ અને એએસઆઈની  PSI – ASI ની 1382 પદો પર ભરતી પ્રક્રિયાને લઈ યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. માર્ચ 2021માં પોલીસ […]

ગુજરાતમાં માહિતી અને પ્રસારણ વિભાગની ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર, અહીંયા કરો ચેક

અમદાવાદઃ ગુજરાતમાં માહિતી અને પ્રસારણ વિભાગમાં નાયબ માહિતી નિયામક વર્ગ-1 અને સહાયક માહિતી નિયામક વર્ગ-2ની સીધી ભરતી માટે સંયુક્ત ભાગ-1ની પ્રિલિમીનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આવી જ રીતે માહિતી નિયામક કચેરીમાં સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-1ની સંયુક્ત ભાગ-1ની પ્રિલિમીનરી પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર નાયબ માહિતી નિયામક […]

રાજ્ય સરકાર ગ્રંથપાલોની ભરતી કરવામાં ઉદાસિન કેમ ?

અમદાવાદઃ રાજ્યની યુનિવર્સિટીઓ, કોલેજ અને શાળાઓમાં જ ગ્રંથપાલની સંખ્યાબંધ જગ્યાઓ  વર્ષોથી ખાલી છે. ઉપરાંત રાજ્યની અનુદાનિત કોલેજમાં છેલ્લા 22 વર્ષથી ગ્રંથપાલની ભરતી કરી નથી અને 80 ટકા જગ્યાઓ ખાલી છે, સરકારી કોલેજમાં 60 ટકા જગ્યાઓ ખાલી છે.  એન્જિનિયરિંગ કોલેજોમાં એકપણ ગ્રંથપાલ નથી 100 ટકા જગ્યા ખાલી છે. રાજ્ય સરકારની 26 યુનિવર્સિટીમાં માત્ર 2 જ ગ્રંથપાલ […]

ટેટ અને ટાટને સળંગ ગણવાના નિર્ણય બાદ 3900 શિક્ષકોની ભરતી પ્રકિયા હાથ ધરાશે

ગાંધીનગર :  રાજયનાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ટેટ ટાટ પરીક્ષાઓનાં સર્ટીફીકેટની મર્યાદા સળંગ ગણવા શિક્ષણ વિભાગમાં દરખાસ્ત મોકલી આપી છે. ટૂંક સમયમાં ટેટ ટાટ પરીક્ષાનાં સર્ટિફિકેટ સળંગ ગણવા સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ  નિર્ણય બાદ આગળની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ નિર્ણનો ટેટ અને ટાટના ઉમેદવારોને  ખુબ જ મોટો […]

ગુજરાત સરકારે ત્રણ વર્ષ પહેલા ભરતીની જાહેરાત આપીને ફી પેટે 20 કરોડ વસૂલ્યા, હવે ભરતી જ રદ કરી દીધીઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્ય સરકારે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં વર્ગ 3ના કર્મચારીઓની ભરતી માટે જિલ્લા કક્ષાની પંચાયત પસંદગી સમિતિઓનું વિસર્જન કરી સઘળી સત્તા રાજ્ય સરકારે હસ્તક કરતા ત્રણ વર્ષથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા લાખો યુવાનોમાં નિરાશા વ્યાપી ગઈ છે. રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલા તલાટી અને કલાર્કની 2937 જગ્યા માટે 35 લાખ જેટલા અરજીકર્તાઓના 20 કરોડ […]

શિક્ષકોની ભરતીમાં આંકડાશાશ્ત્ર, તત્વજ્ઞાન અને ભૂગોળના ક્વોલિફાઈડ પુરતા ઉમેદવારો ન મળ્યા

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરાજગારોની સંખ્યા વધતી જાય છે. બીજીબાજુ ક્વોલિફાઈડ ઉમેદવારો મળતા નથી. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 11 અને 12માં શરૂ કરાયેલી શિક્ષકોની ભરતીમાં આંકડાશાસ્ત્ર વિષય માટે ક્વોલિફાઇડ ઉમેદવારો ન મળતાં 230 ખાલી જગ્યા સામે માત્ર 20 ઉમેદવારોની જ ભરતી થઈ શકી છે. આ સાથે જ તત્ત્વજ્ઞાન અને ભૂગોળ વિષયમાં પણ ખાલી સીટ્સ સામે ક્વોલિફાઇડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code