1. Home
  2. Tag "Redevelopment"

માતાના મઢઃ આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો

અમદાવાદઃ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ‘માતાના મઢ’ ખાતે આવેલ આશાપુરા ધામમાં વિકાસ કાર્યોનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે રૂ. 32.71 કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે કે જેના હેઠળ આશાપુરા મંદિર યાત્રાધામ પરિસર ખાતે આવેલ ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડનું અદ્યતન નવીનીકરણ કરી દેવામાં આવ્યું […]

ગાંધીનગરમાં જુના સચિવાલયનું રિડેવલપમેન્ટ, 400 કરોડના ખર્ચે અદ્યત્તન બિલ્ડિંગ બનાવાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના જૂના સચિવાલયનું 4 અબજનાં ખર્ચે રિડેવલોપમેન્ટ કરવામાં કરવામાં આવશે. જે અન્વયે હાલના 19 બ્લોકને આઠ બ્લોકમાં સમાવી લેવાશે. આ માટેનો માસ્ટર પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેનાં પગલે હવે 46 વર્ષ જૂના સચિવાલયના જૂનવાણી સ્ટાઈલના બ્લોક તોડી પાડવામાં આવશે. જેમાં હાલ જે 19 બ્લોક છે, તે તોડીને નવા આઠ બ્લોક […]

PM નરેન્દ્ર મોદી 11મી માર્ચે ગુજરાતની મલાકાતે,ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટનું ખાતમૂહુર્ત કરશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 10મી માર્ચથી ડિફેન્સ એકસ્પોનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે 12મી  માર્ચે વડાપ્રધાનના હસ્તે  ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી શક્યતા છે. કહેવાય છે કે, 12 માર્ચે વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમની  મુલાકાત લેશે અને અધિકારીઓ સાથે નવા પ્રોજેક્ટ મામલે ચર્ચા પણ […]

સૌરાષ્ટ્ર્રના રાજકોટ, ભાવનગર સહિત પાંચ રેલવે સ્ટેશનોનું રિ–ડેવલપમેન્ટ કરાશે

રાજકોટઃ રેલવે મંત્રાલયે દેશના 49 રેલવે સ્ટેશનનો રિ–ડેવલપમેંટ કરવાનો નિર્ણય કર્યેા છે. જેનું કામ આરએલડીએને સોંપવામાં આવ્યું છે. આરએલડીએ પહેલેથી જ ભારત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ આવતા 60 રેલવે સ્ટેશનના વિકાસ કાર્ય કરી રહ્યું છે. ત્યારે હવે દેશના કુલ 109 રેલવે સ્ટેશનનોનું રિ–ડેવલપમેંટ થશે. જેમાં ગુજરાતના પણ પાંચ રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. […]

અમદાવાદના તિલક ગાર્ડનને હેરિટેજ લૂક સાથે રિડેવલપ કરાશે

અમદાવાદઃ  શહેરના એલિસબ્રિજના પૂર્વ છેડે લાલદરવાજા વિસ્તારમાં આવેલા 200 વર્ષ જૂના ઐતિહાસિક તિલક ગાર્ડન (વિક્ટોરિયા ગાર્ડન)ને રિડેવલપ કરવામાં આવી રહ્યો છે. યુ.એન. મહેતા ફાઉન્ડેશન (ટોરેન્ટ) દ્વારા તિલક બાગને રૂ.8 કરોડના ખર્ચે નવા રંગરૂપ આપી હેરિટેજ ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. રિવરફ્રન્ટ પર આવતા લોકો સીધા ગાર્ડનમાં પ્રવેશ કરી શકે એ માટે રિવરફ્રન્ટ તરફ પણ એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code