1. Home
  2. Tag "reduced"

કેન્દ્ર સરકારે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. હવે વિન્ડફોલ ટેક્સ 8,400 રૂપિયા પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડીને 5,700 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવામાં આવ્યો છે. ડીઝલ, પેટ્રોલ અને ઉડ્ડયન બળતણ એટીએફ ની નિકાસ પર વિશેષ વધારાની આબકારી જકાત (એસએઈડી) ‘શૂન્ય’ પર જાળવી રાખવામાં આવી છે. નવા દરો ગુરુવારથી લાગુ થઈ […]

યમુના એક્સપ્રેસ વે પર ગતિની મર્યાદામાં કરાયો ઘટાડો

નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆરના લોકો આગ્રા અને લખનૌ જવા માટે યમુના એક્સપ્રેસ વેનો ઉપયોગ કરે છે. પરંતુ હવે આ એક્સપ્રેસ વે ઓથોરિટીએ વાહનોની ગતિની મર્યાદામાં ઘટાડો કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર પ્રશાસને સ્પીડ લિમિટ ઘટાડીને 60 અને 75 કિલોમીટર પ્રતિ કલાક કરી દીધી છે. યમુના એક્સપ્રેસ વે પર હળવા વાહનોને મહત્તમ 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની […]

બટાકાના ભાવ ઘટીને મણના 100થી 120ના ભાવે વેચાતા ખેડુતોએ કરેલો ખર્ચ માથે પડ્યો,

પાલનપુરઃ બનાસકાંઠામાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયુ છે. જેમાં સૌથી વધુ ડીસા તાલુકામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે. પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.  આ વર્ષે  ઉત્તર પ્રદેશ, બંગાળ સહિત દેશભરમાં બટાકાનું ઉત્પાદન વધુ થતાં બટાકાની માગમાં ઘટાડો થતાં  ભાવ પણ ગગડી રહ્યાં છે. બટાકા હાલમાં 100 થી 120 રૂપિયામાં વેચાય […]

બ્રિટનમાં મોંઘવારીએ પ્રજાની મુશ્કેલી વધારી, 50 ટકા લોકોએ દૈનિક આહારમાં ઘટાડો કર્યો

નવી દિલ્હીઃ બ્રિટનમાં મોંઘવારીની અસર એટલી બધી ગઈ છે કે લોકો માટે બે ટાઈમનું ભોજન પણ મુશ્કેલ બની રહ્યું છે. દેશના લગભગ અડધા પરિવારોએ તેમના દૈનિક આહારમાં ઘટાડો કર્યો છે. આ આંકડા કન્ઝ્યુમર ગ્રુપ ‘વિચ’ના સર્વેમાં સામે આવ્યા છે. યુએસ સેન્સસ બ્યુરો અનુસાર, આ વર્ષના મધ્યમાં યુકેની વસ્તી 5,59,77,178 હતી. સર્વે રિપોર્ટ અનુસાર, આર્થિક સંકટને […]

જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાને 3 વર્ષ પુરાઃ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી 3 વર્ષ પહેલા આર્ટીકલ 370 દૂર કરવામાં આવી હતી. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની સ્થાપના કરાઈ હતી. આ ત્રણ વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટના ઘટવાની સાથે લો એન્ડ ઓર્ડરની ઘટનામાં કોઈ પણ નાગરિક કે જવાનનું મોત થયું નથી. એટલું જ નહીં આતંકવાદી ઘટનાઓમાં પણ મૃત્યુની સંખ્યા […]

બનાસકાંઠામાં વરસાદની અનિયમિતતાથી ગત વર્ષની તુલનાએ કઠોળના વાવેતરમાં થયો ઘટાડો

પાલનપુરઃ સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સોરોએવો વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં હજુ જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી.જેમાં બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ અપૂરતા વરસાદના પગલે વાવેતર ઘટ્યું છે. જિલ્લામાં 4 વર્ષે પાકની પેટર્ન બદલાઈ છે. જિલ્લામાં વરસાદની અનિયમિતતાથી કઠોળનું વાવેતર ખેડૂતોએ અડધા કરતા પણ ઓછું કરતા ખેતીવાડી વિભાગે પણ નોંધ લીધી છે. […]

વર્ષ 2014ની સરખામણીમાં ઉગ્રવાદી ઘટનામાં 74 ટકાનો ઘટાડો, 7000 ઉગ્રવાદીઓએ કર્યું આત્મસમર્પણ

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2014ની સરખામણીએ 2021માં ઉગ્રવાદી ઘટનાઓમાં 74 ટકા સુધીનો ઘટાડો થયો છે. બીજી તરફ સુરક્ષા કર્મચારીઓ અને નાગરિકોના મૃત્યુના પ્રમાણમાં પણ 60 અને 84 ટકાનો ઘટાડો થયો છે. દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોમાં સાત હજાર જેટલા ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. બીજી તરફ સુરક્ષા સ્થિતિમાં સુધારો થતા અસમના 23 જિલ્લામાંથી પૂર્ણરૂપથી અને 1 જિલ્લામાં […]

ગુજરાતમાં વર્ષ 2025 સુધીમાં અંધત્વ દર ઘટાડી 0.25 ટકા સુધી લઇ જવાનો લક્ષ્યઃ CM ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોતિયા-અંધત્વમુકત ગુજરાત ઝૂંબેશનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં આગામી વર્ષ 2025 સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને 0.25 ટકા સુધી લઇ જવાનો ધ્યેય દર્શાવ્યો છે. રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ રાજ્યમાં અમલી છે. ગુજરાતમાં 2014માં થયેલા સર્વે મુજબ અંધત્વનો જે દર 0.7 ટકા હતો તે ઘટીને 2018-19માં 0.36 ટકા થયો છે. મુખ્યમંત્રીએ […]

લ્યો કરો વાત, સાતમા પગાર પંચ લાગુ કરાયા બાદ 70 પ્રોફેસરોનો પગાર 30 હજાર ઘટી ગયો

અમદાવાદઃ રાજય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ અપાયા બાદ કર્મચારીઓના પગારમાં ખાસ્સો વધારો થયો છે. પરંતુ  સરકારી ગ્રાન્ટેડ કોલેજોના 70 અધ્યાપકો એવા છે જેઓ સાતમાં પગારપંચનો અમલ થયાનાં દોઢ – બે વર્ષ પછી પણ ખુશ નથી. જેનુ મૂળ કારણ એ છે કે,પગારમાં વધારોને બદલે ઘટાડો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી ગ્રાન્ટેડ કોલેજોના 70 […]

ગુજરાતમાં મોબાઈલ વપરાશકારોની સંખ્યામાં 13.6 લાખનો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ઓનલાઈન એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમ કલ્ચરને પગલે મોબાઈલ કનેકશનમાં વધારો થયો છે. જો કે, કોરોના મહામારીને પગલે લોકોની આવકને પણ ભારે અસર પડી છે. જેની અસર હવે મોબાઈલ સબસ્ક્રાઈબર પર પણ જોવા મળી રહી છે.   ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (TRAI) લેટેસ્ટ ટેલિકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મોબાઈલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code