રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને સપ્તાહ લંબાવાયો, હવે જાન્યુઆરીમાં નવી યાદી પ્રસિદ્ધ કરાશે
ગાંધીનગરઃ ગુજરાતભરમાં હાલ મતદાર સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જે 30મી નવેમ્બરે પૂર્ણ થઈ ગયો હતો. પણ ભારતના ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા કાર્યક્રમને તા.1લી ડિસેમ્બરથી 5મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં મતદાન મથકોના પુનર્ગઠનની કામગીરી ઓક્ટોબર મહિનામાં જ પૂર્ણ કરી […]