ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે GCAS પર રજિસ્ટ્રેશન ફરજિયાત
અમદાવાદઃ ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓ અને તેને સંલગ્ન કોલેજોમાં GCAS પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું પડશે. વિદ્યાર્થીઓ ઘેરબેઠા પસંદગીની સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રવેશ મેળવી શકશે. નવા શૈક્ષણિક સત્રથી તેનો અમલ થશે. પ્રવેશ અરજી કરવાની પ્રક્રિયા વિશે વધુ માહિતી મેળવવા માટે gcas.gujgov.edu.in/Content/general-instructions-196 ઉપર કિલક કરવું અથવા gcas.gujgov.edu.in પોર્ટલની મુલાકાત લેવા જણાવાયું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કમિશનરની […]