1. Home
  2. Tag "release"

હવે ફ્લાઇટમાં માસ્ક પહેરવાની જરૂર નથી, પરંતુ સરકારે મુસાફરોને આપી આ સલાહ.

નવી દિલ્હી:દેશમાં કોરોનાના  સક્રિય કેસોની સંખ્યા કુલ ચેપના માત્ર 0.02 ટકા છે. રિકવરી રેટ પણ વધીને 98.79 ટકા થયો છે. તે જ સમયે, કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધીને 4,41,28,580 થઈ ગઈ છે. જયારે આ રોગથી થતો મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. હમણાં સુધી હવાઈ ​​મુસાફરી દરમિયાન ચહેરા પર માસ્ક પહેરવાનું  ફરજિયાત હતું, પણ […]

ટપાલ વિભાગની સેવાઓ વધુ લોકભોગ્ય બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે: દેવુસિંહ ચૌહાણ

ગાંધીનગરઃ કેન્દ્રિય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જે અંતર્ગત પીનકોડની સુવર્ણ જયંતી નિમિત્તે ટપાલ વિભાગ દ્વારા અપાતી સેવાઓ વધુને વધુ લોકભોગ્ય બને એ માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરી રહી છે. પોસ્ટ વિભાગ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મોબાઈલ બેન્કિંગ […]

ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાતા નિચાણવાળા 20 ગામોને એલર્ટ કરાયાં

સુરતઃ  ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તેમજ મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટીમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. જેથી ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફૂટને જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમમાંથી પોણા બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 20 ગામોને એલર્ટ […]

અખિલ ભારતીય સંયોજક જે. નંદકુમારજી દ્વારા લિખિત “સ્વરાજ@75” પુસ્તકનું વિમોચન

અમદાવાદઃ હિન્દુત્વ વિચારક અને પ્રજ્ઞાપ્રવાહ ના અખિલ ભારતીય સંયોજક જે. નંદકુમારજી દ્વારા લિખિત “સ્વરાજ@75” પુસ્તકનું વિમોચન અમદાવાદ સ્થિત અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશન (AMA) મુકામે થયું હતું. આ કાર્યક્રમમાં અંધજન મંડળ સંસ્થાના જનરલ સેક્રેટરી ભૂષણ પુનાની મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. RSS મેમનગર ભાગના સંઘચાલક ઉદયભાઈ કારાણીની ઉપસ્થિતિમાં RSS ના કર્ણાવતી મહાનગર, પશ્ચિમ વિભાગના સંઘચાલક હરેશભાઈ ઠક્કર […]

ધ કાશ્મીર ફાઈલ્સ હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થશે

નવી દિલ્હીઃ તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે અને અત્યાર સુધીમાં ફિલ્મે 250 કરોડથી વધારેની કમાણી કરી છે. જો કે, હવે આગામી દિવસોમાં આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર દર્શકોને જોવા મળશે. નેવુંના દાયકામાં કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત વિશેની આ ભાવનાત્મક ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર OTT પ્લેટફોર્મ Zee5 પર […]

હેગડેવર ભવન ખાતે “ડૉ. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડલ ” પુસ્તકનો વિમોચન સમારોહ યોજાયો

અમદાવાદઃ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, સાહિત્ય સાધના ટ્રસ્ટ અને સામાજિક સમરસતા મંચ ગુજરાતના ઉપક્રમે  “ડૉ. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડલ ” પુસ્તકનો વિમોચન સમારોહ યોજાયો હતો. આ પુસ્તકના મૂળ લેખક  શ્રીધર પરાડકર છે, જ્યારે પુસ્તકનું અનુવાદક  દેવાંગ આચાર્ય,  અને ભરત ઠાકોર કર્યું છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, સાહિત્ય સાધના ટ્રસ્ટ અને સામાજિક સમરસતા મંચ ગુજરાતના ઉપક્રમે […]

બોલીવુડઃ રવિના ટંડનની ફિલ્મ ઈમ્તિહાનની રીલીઝને 28 વર્ષ પૂર્ણ, જૂની યાદો તાજી કરી

મુંબઈ: બોલિવુડની અભિનેત્રી રવિના ટંડનએ સોશિયલ મીડિયા ઉપર પોતાની ફિલ્મ ઈમ્તિહાનના 28 વર્ષ પૂર્ણ થવા ઉપર ખુશી વ્યક્ત કરી છે. તેમજ કેટલાક ફોટો પણ શેર કર્યાં છે. જેને તેમના પ્રશંસકો પસંદ કરી રહ્યાં છે. રવિના ટંડન આગામી દિવસોમાં રજૂ થનારી ફિલ્મ કેજીએફ ચેપ્ટર-2માં જોવા મળશે. બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની ફિલ્મ ઈમ્તિહાને તેની રિલીઝના 28 વર્ષ […]

રણવીર સિંહની ફિલ્મ “જયેશભાઈ જોરદાર” તા. 13મીએ રિલીઝ થશે

મુંબઈ: બોલિવૂડ એક્ટર રણવીર સિંહની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ 13 મે 2022ના રોજ રિલીઝ થશે. રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ 25 ફેબ્રુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. હવે યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી રણવીર સિંહની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ને નવી રિલીઝ ડેટ મળી છે. […]

આમ આદમી પાર્ટીના ડઝન નેતાનો જેલમાંથી છૂટકારો, હવે લડત વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર

અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કૌભાંડ મામલે  ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, નિખિલ સવાણી સહિતના નેતાઓ-કાર્યકર્તાઓની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા 11 દિવસથી જેલમાં રહેલા ‘AAP’ના નેતાઓ અને કાર્યકર્તાઓના જામીન ગાંધીનગર સેશન કોર્ટે મંજૂર કરતાં આજે […]

ગુજરાત દીપોત્સવી અંક-2077નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન

અમદાવાદઃ ગુજરાત દીપોત્સવી અંક-2077નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે વિમોચન થયું. આ પ્રસંગ્રે મુખ્ય અગ્રસચિવ, મુખ્યમંત્રીના સચિવ અને માહિતી ખાતાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત 2077ને લોકાર્પિત કરતાં કહ્યું કે, ગરવા ગુજરાતનો સાહિત્યિક વારસો અલભ્ય અને અદભુત છે. ગુજરાતનું ખમીર અને ઝમીર દીપોત્સવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code