1. Home
  2. Tag "Relief"

ઉનાળામાં થઈ શકે છે આંખો સબંધિત સમસ્યા, ખંજવાળ અને શુષ્કતાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય

ઉનાળાના દિવસોમાં આંખને લગતી સમસ્યાઓ થવા લાગે છે જેના કારણે આંખો લાલ થઈ જાય છે અને આંખોમાં શુષ્કતા આવી જાય છે. જો તેની સમયસર સારવાર ના કરવામાં આવે તો સમસ્યાઓનું કારણ બની શકે છે. જો ઉનાળામાં તમારી આંખો લાલ કે શુષ્ક થવા લાગી હોય તો તમે આ ઘરેલું ઉપાય કરી શકો છો. ઉનાળાની ઋતુ આવતા […]

લસણ ખાવાથી મળે છે કોલેસ્ટ્રોલ સહિતની બીમારીઓમાંથી રાહત

લસણ સદીઓથી રસોડાનો એક ભાગ રહ્યું છે. આ જડીબુટ્ટી તેની એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક પ્રકૃતિને કારણે રોગનિવારક અને ઔષધીય ગુણધર્મો ધરાવે છે. લસણના ફાયદાકારક ગુણધર્મો એલિસિન નામના સંયોજનને કારણે છે. તે ફોસ્ફરસ, ઝીંક, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોથી સમૃદ્ધ છે. લસણમાં વિટામીન C, K, ફોલેટ, નિયાસિન અને થાઈમીન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. કાચા લસણમાં […]

આ શાકભાજીનો જ્યુસ પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થશે, ફેટી લિવરથી મળશે રાહત

લિવર આપણા શરીરનો અભિન્ન અંગ છે. જો કોઈ કારણસર તબિયત બગડે તો તેની સીધી અસર આપણા પાચનતંત્ર પર પડે છે. લીવરમાં કોઈ સમસ્યા થાય તો ઉબકા, ઉલટી, પીળી આંખો, પીળો પેશાબ વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. એક સંશોધન મુજબ ભારતમાં દર 5માંથી 1 વ્યક્તિ લિવરની બીમારીથી પીડિત છે. લીવર સંબંધિત રોગોની વાત કરીએ તો […]

રામકૃષ્ણ મિશને વર્ષ 2022-23 દરમિયાન રૂ. 1171.61 કરોડના ખર્ચે શિક્ષણ, આરોગ્ય, રાહત જેવા અનેકવિધ સેવાકાર્યો કર્યા

અમદાવાદઃ સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત સંસ્થા રામકૃષ્ણ મિશન તેની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. તા. 17 ડિસેમ્બર, 2023ના રોજ સંસ્થાના મુખ્યાલય બેલુર મઠ, કોલકાતા ખાતે યોજાયેલ ૧૧૪મી વાર્ષિક સાધારણ સભામાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી સ્વામી સુવિરાનંદજીએ જણાવ્યું કે સંસ્થાના ભારતમાં સ્થિત ૨૨૪ કેન્દ્રો તેમજ પેટાકેન્દ્રો દ્વારા કુલ રૂ. 1171.61 કરોડના ખર્ચે […]

ડુંગળીના ભાવમાં ગ્રુહીણીઓને મળી રાહત, કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી રૂ. 25 પ્રતિ કિલોના ભાવે વેચાણ શરુ કર્યું

નવી દિલ્હીઃ ખરીફ પાકના આગમનમાં વિલંબને કારણે ડુંગળીના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા સામે ગ્રાહકોને રક્ષણ આપવા માટે સરકારે બફરમાંથી રૂ.25 પ્રતિ કિલોના સબસિડીવાળા ભાવે ડુંગળીનું આક્રમક છૂટક વેચાણ શરૂ કર્યું છે. સ્થાનિક ગ્રાહકોને ડુંગળીની ઉપલબ્ધતા અને પરવડે તેવી ક્ષમતા સુનિશ્ચિત કરવા માટે અમલમાં મૂકવામાં આવેલા અનેક પગલાં ઉપરાંત આ એક અન્ય પગલું છે, જેમ કે, 29 […]

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી રાહત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની કથિત ભષ્ટ્રાચારના કેસમાં ધરપકડ બાદ સમગ્ર દેશમાં તેમના સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતા અને તોડફોડ કરીને અરાજકતા ફેલાવી હતી. દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ઘરપકડને અયોગ્ય ગણાવી હતી. તેમજ તેમને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતા. દરમિયાન હાઈકોર્ટે બે અઠવાડિયાને જામીન […]

અમરેલીઃ સુવિધાઓથી સજ્જ માર્કેટીંગ યાર્ડથી ખેડૂતો-વેપારીઓને રાહત, કમોમસી વરસાદથી જણસ સલામત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં પડેલી કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ કેરી સહિતના પાકનું વેચાણ કરવા માટે મુક્યાં હતા. અનેક સ્થળો ઉપર માર્કેટ યાર્ડમાં પાકને નુકશાની થયાનું સામે આવ્યું હતું. જો કે, અમરેલીમાં વિશેષ સુવિધા સજ્જ માર્કેટ યાર્ડ ઉભુ કરાયું છે, જેમાં કમોમીસ […]

ABHA: 6 મહિનામાં 10 લાખ દર્દીઓને હોસ્પિટલની લાંબી લાઈનમાં ઉભા રહેવામાંથી મળી મુક્તિ

નવી દિલ્હીઃ નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) તેની આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) યોજના હેઠળ આરોગ્યસંભાળ સેવાઓના વિતરણમાં કાર્યક્ષમતા લાવવા માટે ડિજિટલ હસ્તક્ષેપને સક્ષમ કરી રહી છે. આવી જ એક હસ્તક્ષેપ સ્કેન અને શેર સેવા છે જે સહભાગી હોસ્પિટલોના OPD (બહાર-દર્દી વિભાગ) બ્લોકમાં દર્દીઓ માટે તાત્કાલિક નોંધણીને સક્ષમ કરે છે. સેવાનો ઉપયોગ તેની શરૂઆતના છ મહિનામાં […]

નેપાળની જેલમાંથી કુખ્યાત બિકીની કિલર ચાર્લ્સ શોભરાજને રાહત, મુક્ત કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ નેપાળની જેલમાં બંધ કુખ્યાત બિકીની કિલર ચાર્લ્સ શોભરાજને જેલમાંથી મુક્ત કરવાનો નેપાળની સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. વિદેશી પ્રવાસીઓની હત્યા કેસમાં પોલીસે તેને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી લીધો હતો. લગભગ 19 વર્ષના જેલવાસ બાદ તેને મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. શોભરાજ વેશ બદલવામાં માહિર હોવાની સાથે વિવિધ ભાષાઓ જાણતો હતો. સુત્રોના […]

અમદાવાદમાં નાના ઉદ્યોગકારોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપતો AMCએ કર્યો નિર્ણય

અમદાવાદઃ શહેરમાં નાના ઉદ્યોગકારોને પ્રોપર્ટી ટેક્સમાં થોડી ઘણી રાહત આપતો નિર્ણય બુધવારે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીમાં લેવામાં આવ્યો છે. શહેરમાં નાની ફેક્ટરીઓમાં માલિકો દ્વારા નાની વહીવટી ઓફિસ બનાવવામાં આવે છે જેને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા ફેક્ટરીના પરિબળમાં આકારણી કરી અને ટેક્સ લેવામાં આવતો હતો પરંતુ હવેથી 150 ચોરસ મીટરથી વધુ સળંગ ઓફિસ હશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code