1. Home
  2. Tag "religious"

તુલસીના પાન તોડવાનો પણ છે નિયમ, બ્રહ્મ મુહૂર્તમાં તોડશો તો થશે લાભ.

હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. તુલસીના છોડને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અને દરેક ઘરમાં તેની પૂજા કરવામાં આવે છે. તુલસીના છોડના પાનનો ઉપયોગ દરેક શુભ કાર્ય અને પૂજામાં કરવામાં આવે છે. તુલસીના પાનનું ધાર્મિક તેમજ આયુર્વેદિક મહત્વ છે. તુલસીના પાનનો ઉપયોગ ઘણી દવાઓમાં થાય છે. તુલસીને લઈને ઘણા નિયમો આપવામાં આવ્યા છે. તેના […]

રામ નવમીઃ રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું

લખનૌઃ રામ નવમીની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યાનગરી પણ આજના પાવન પર્વ પર રામમય બની છે. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામજીના દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામ નવમી છે. રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. લગભગ ચાર મિનિટ સુધી રામલલાની […]

પરશુરામ જયંતિ ક્યારે છે, જાણો તેનું ધાર્મિક મહત્વ અને શુભ મુહૂર્ત

હિંદુ કેલેન્ડર મુજબ, પરશુરામ જયંતિ દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તારીખ 22 એપ્રિલ 2023, શનિવારના રોજ છે. ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે જે વિશ્વના રક્ષક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન પરશુરામે માનવજાતના કલ્યાણ માટે પૃથ્વી પર અવતાર […]

શારદા પીઠ ભારતના સાંસ્કૃતિક, ધાર્મિક અને શૈક્ષણિક વારસાનું ઐતિહાસિક કેન્દ્રઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કુપવાડામાં મા શારદા દેવી મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે અમિત શાહે દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, આજે નવા વર્ષ નિમિત્તે મા શારદાનું નવનિર્મિત […]

ગુજરાતના ધાર્મિક અને પ્રવાસન સ્થળોની ઓગસ્ટ મહિનામાં 20 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ તહેવારોમાં  પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 600 ટકાનો વધારો થયો છે. વિવિધ ધાર્મિક સ્થળો તથા પ્રવાસનસ્થળોનો ચાલુ મહિને 20 લાખથી વધારે લોકોએ રજાનો આનંદ માણ્યો હતો. સૌરાષ્ટમાં સાતમ-આઠમના લોકમેળામાં પણ લાકોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર […]

સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ધાર્મિક વાતાવરણમાં કરાશે ઉજવણીઃ મહામૃત્યુંજય યજ્ઞ યોજાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સોમનાથમાં ધાર્મિક માહોલમાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. મહા મૃત્યુંજય યજ્ઞ, જ્યોતપૂજન, ચાર પ્રહરના વિશેષ પૂજન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમજ સોમનાથ મંદિર 42 કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. સોમનાથમાં તા.10 થી તા.12 […]

વૃદ્ધોની વધારે સંખ્યા સમાજને બનાવે છે ધાર્મિક : રિસર્ચ

સાઈન્ટિફિક સ્ટડી ઓફ રિલીઝયનની એક જર્નલમાં રિસર્ચ થયું પ્રકાશિત આગામી 20 વર્ષમાં ઘણાં વિકસિત દેશ વધુ ધાર્મિક બની જશે એક સંશોધન પ્રમાણે, જેમજેમ દેશમાં વૃદ્ધોના પ્રમાણમાં વધારો થાય છે, સમાજના ધાર્મિક થવાની સંભાવના એટલી જ વધી જાય છે. વૃદ્ધોનો ઈશ્વર પ્રત્યેનો ઝુકાવ ઘણો વધારે હોય છે અને પોતાના આ ભરોસા અને ધર્મને તે પોતાના બાળકોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code