1. Home
  2. Tag "removed"

રાજકોટમાં રાહુલ ગાંધીની સભા પહેલા જ કોંગ્રેસના પોસ્ટર-ઝંડા હટાવાતા કોંગ્રેસે કરી ફરિયાદ

રાજકોટઃ શહેર અને જિલ્લામાં ચૂંટણી પુરચારનો માહોલ જામ્યો છે. આજે શહેરના શાસ્ત્રી મેદાનમાં કોંગ્રેસના રાહુલા ગાંધીની સભા યોજાઈ તે પહેલા જ આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અને પોસ્ટર્સ તેમજ કોંગ્રેસની ઝંડીઓ તંત્ર દ્વારા હટાવી લેવામાં આવતા કોંગ્રસે આ સંદર્ભે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. કેટલાક અધિકારીઓ ભાજપને વહાલા થવા માટે માત્ર કોંગ્રેસના બેનર્સ […]

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીના 25 નેતાઓની સુરક્ષા વ્યવસ્થા હટાવાઈ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં હાલની શિંદે સરકારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસના મહા વિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધનના 25 નેતાઓનું ‘વર્ગીકૃત’ સુરક્ષા કવચ હટાવી દીધું છે. સરકારના આ નિર્ણયને પગલે 25 નેતાઓને તેમના ઘરની બહાર કે એસ્કોર્ટની બહાર કાયમી પોલીસ સુરક્ષા નહીં મળે. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા […]

સુરતઃ રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ બે ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરાયું

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી સુરતમાં માર્ગની વચ્ચે આવેલા બે ધાર્મિક સ્થળ મંદિર અને દરગાહને પગલે ટ્રાફિકમાં અડચણ ઉભી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. દરમિયાન તંત્ર દ્વારા રાત્રિના સમયે જ ગણતરીના કલાકોમાં જ બંને ધાર્મિક સ્થળોનું દબાણ હટાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં તાત્કાલિક રોડનું પણ નિર્માણ કરી દેવામાં આવ્યું છે. ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરવાની […]

જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાને 3 વર્ષ પુરાઃ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી 3 વર્ષ પહેલા આર્ટીકલ 370 દૂર કરવામાં આવી હતી. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની સ્થાપના કરાઈ હતી. આ ત્રણ વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટના ઘટવાની સાથે લો એન્ડ ઓર્ડરની ઘટનામાં કોઈ પણ નાગરિક કે જવાનનું મોત થયું નથી. એટલું જ નહીં આતંકવાદી ઘટનાઓમાં પણ મૃત્યુની સંખ્યા […]

NCERT: ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સંબંધિત વિષયને દૂર કરવાનો નિર્ણય

નવી દિલ્હીઃ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધો. 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સાથે જોડાયેલ પાઠ્યસામગ્રીને હટાવી હોવાનું જાણવા મળે છે. અભ્યાસક્રમમાંથી ઈમરજન્સી સહિતના કેટલાક વિવાદીત સામગ્રી પણ પુસ્તકમાંથી દૂર કરવામાં આવ્યો છે. ગુજરાતના રમખાણોની સાથે-સાથે નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદને પણ પુસ્તકમાંથી હટાવી દેવાયો છે. NCERTએ જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય શિક્ષણ […]

UPમાં લાઉડસ્પીકર વિવાદના પડઘા પડ્યાઃ 125 ધાર્મિક સ્થળ ઉપર હટાવાયાં અને 17000 સ્થળ પર અવાજ ઓછો કરાયો

લખનૌઃ મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ઉપર જોર વાગતા લાઉડસ્પીકર મામલે વિવાદ ઉભો થયો હતો અને ધીમે ધીમે તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં સીએમ સરકારે લાઉડસ્પીકરને લઈને મહત્વના કેટલાક આદેશ કર્યાં છે અને ધાર્મિક પરિસરની બહાર લાઉડસ્પીકરનો અવાજ ના જાય તેની તકેદારી રાખવા ધાર્મિક આગેવાનો અને વહીવટી તંત્રને આદેશ કર્યાં છે. બીજી તરફ પોલીસ […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જવાહર મેદાનમાં બાકી રહેલા દબાણો પણ બુલડોઝર ફેરવી દેવાયું

ભાવનગરઃ શહેરના જવાહર મેદાનમાં દબાણો માથાના દુઃખાવારૂપ બન્યા હતા. કેટલાક દબાણકારોએ તો પોતાની માલીકીની જગ્યા હોય તેમ પાકા મકાનો પણ બનાવી દીધા હતા. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બે દિવસ પહેલા જ દબામો હવાવવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે લોકોના ભારે વિરોધ વચ્ચે કામગીરી મુલત્વી રાખીને બે દિવસમાં લોકોને દબાણો હટાવી લેવાની સુચના આપવામાં આવી હતી. બે […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ત્રણ મહિનામાં કરોડો રૂપિયાની કિંમતના 49 પ્લોટ્સ પરના દબાણો દુર કર્યા

અમદાવાદઃ શહેરમાં ભૂ માફિયાઓ ખાલી જમીન જોઈ નથીને કબજો કર્યો નથી. એટલે કે સરકારી હોય કે ખાનગી,  ખાલી જમીનમાં કબજો જમાવી દેવામાં આવતો હોય છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશનના ખાલી પ્લોટ્સ પર પણ કબજો જમાવી દેવામાં આવતો હોય છે. શહેરમાં થોડા સમય પહેલા મ્યુનિ.દ્વારા 1200 કરોડના પ્લોટ ખુલ્લા કરાવ્યા બાદ તાજેતરમાં છેલ્લા ત્રણ મહિનામાં જ 600 કરોડના […]

અમદાવાદમાં વટવા, જમાલપુર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયાં

અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓ પરના તેમજ મ્યુનિ.કોર્પોરેશનના પ્લોટ્સના દબાણો દુર કરવાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં મ્યુનિ.એસ્ટેટ-ટીડીઓ ખાતાએ વટવામાં મ્યુનિ. પ્લોટમાં બાંધી દેવાયેલાં 48 મકાનો સહિત 3 વોર્ડમાં ચાર જગ્યાએ ગેરકાયદે બાંધકામો દુર કર્યો હતો. શહેરના મ્યુનિ. એસ્ટેટ ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ શહેરના વટવાના નવાપુરા વિસ્તારમાં મ્યુનિ.નાં સેલ ફોર રેસિડન્સી હેતુ માટેનાં 5826  ચોરસ મીટરનાં […]

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 દૂર થયાને બે વર્ષ પૂર્ણઃ જાણો કેટલા થયા ફેરફાર

દિલ્હીઃ આજે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને દૂર કર્યાંને આજે બે વર્ષ પૂર્ણ થયાં છે. આજના દિવસે જ એટલે કે 5મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ને દૂર કરવામાં આવ્યો હતો. કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજનની જાહેરાત કરી હતી. આજે આ ઐતિહાસિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code