1. Home
  2. Tag "renewable energy"

રિન્યૂએબલ એનર્જી ક્ષમતા વધારવા ગુજરાત સતત પ્રયત્નશીલ

અમદાવાદઃ ગુજરાત રાજ્યએ ઓક્ટોબર-2024માં રીન્યૂએબલ એનર્જી ક્ષેત્રે 30 ગીગાવોટ (GW) ની વિક્રમ જનક ક્ષમતા સ્થાપિત કરી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે અને એ સાથે દેશમાં રીન્યૂએબલ ક્ષેત્રમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે. આવી અભૂતપૂર્વ સિદ્ધીઓ થકી ગુજરાત રાજ્ય રૂફટોપ સોલાર અને પવન ઊર્જા ઇન્સ્ટોલેશનમાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે આ ઉપલબ્ધિની સાથે ગુજરાતે ભવિષ્ય માટે રીન્યૂએબલ એનર્જી […]

IREDAની GIFT સિટી ઓફિસ ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે

અમદાવાદઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (આઈઆરઈડીએ)એ ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં ઓફિસ ખોલી છે, જે વિદેશી ચલણમાં ધિરાણ વિકલ્પો પ્રદાન કરવામાં નિષ્ણાત હશે. જેનાથી કુદરતી હેજિંગને સુવિધા મળશે અને ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ માટે ધિરાણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે. 17 એપ્રિલ, 2024ના રોજ અબુ ધાબીમાં વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ 2024 ખાતે આયોજિત […]

ટોરેન્ટની 100 MW RE – RTC ઓર્ડર સાથે રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સતત આગેકૂચ

ટોરેન્ટ પાવર લિમિટેડ સફળ બિડર તરીકે ઉભરી આવ્યું છે અને તેને 29મી ફેબ્રુઆરી 2024ના રોજ રેલવે એનર્જી મેનેજમેન્ટ કંપની લિમિટેડ (REMCL) તરફથી 100 મેગાવોટ રાઉન્ડ-ધ-ક્લોક પાવર સપ્લાય માટે ગ્રીડ-કનેક્ટેડ રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ, (સ્ટોરેજ સાથે અથવા વિના), માટે લેટર ઑફ એવોર્ડ (LOA) પ્રાપ્ત થયો છે. પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યાના 24 મહિનાની અંદર આ પ્રોજેક્ટ […]

PMના મુખ્ય ત્રણ ધ્યેયને લીધે ગુજરાત મજબુત ભવિષ્ય માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમઃ CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝીશનનાં જે ત્રણ મુખ્ય આધાર કહ્યાં છે તેમાં લીડ લઈને ગુજરાત સસ્ટેઇનેબલ ફ્યુચર માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાને આપેલા ત્રણ ધ્યેય – રિન્યૂએબલ ઊર્જાનું ઉત્પાદન વધારવું, ઇકોનોમીમાં ફોસીલ ફ્યૂઅલનો ઉપયોગ ઘટાડવો અને ગેસ આધારિત ઇકોનોમી […]

ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીના પ્રોત્સાહનને કારણે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં થર્મલ પાવરમાંથી થતા કાર્બન ઉત્સર્જનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સિદ્ધિ રાજ્ય સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જીને અપાતા પ્રોત્સાહનના કારણે પ્રાપ્ત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતાને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. હાલ ગુજરાત રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતાની દ્રષ્ટિએ દેશમાં બીજા ક્રમે છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

વીજ મંત્રાલયનો મહત્વનો નિર્ણય, રિન્યુએબલ એનર્જી પરની ટ્રાન્સમિશન ચાર્જ મુક્તિની અવધી વધારી

વીજ મંત્રાલયે લીધો મહત્વનો નિર્ણય રિન્યુએબલ એનર્જી પરની ટ્રાન્સમિશન ચાર્જ મુક્તિની અવધિ 2 વર્ષ વધારી હવે 30 જૂન, 2025 સુધી રાહત મળશે નવી દિલ્હી: વીજ મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વીજ મંત્રાલયે સૌર અને પવન ઉર્જા સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતી વીજળી માટે આંતર-રાજ્ય ટ્રાન્સમિશન ચાર્જમાંથી મુક્તિ માટેની સમયમર્યાદા વધુ બે વર્ષ વધારી છે. આ સાથે હવે […]

પેટ્રોલ-ડીઝલ બાદ હવે આ જીવનજરૂરી વસ્તુના ભાવ પણ વધશે

પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવવધારા વચ્ચે સોલાર મોડ્યુલ્સના ભાવ વધશે સોલાર વીજના ટેરિફમાં 25 થી 45 પૈસા જેટલો વધારો થઇ શકે છે ન્યૂ અને રિન્યૂએબલ એનર્જી મંત્રાલયે સોલાર સેલ્સ પર 25 ટકા તથા મોડ્યુલ્સ પર 40 ટકા ડ્યૂટી લાગૂ કરવાનું જાહેર કરાયું નવી દિલ્હી: એક તરફ પેટ્રોલ-ડીઝલ તેમજ ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવમાં ફુગાવો જોવા મળી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code