અમદાવાદના શાસ્ત્રીબ્રિજની મરામત માટે એક તરફનો રસ્તો બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો
અમદાવાદઃ શહેરના સરખેજથી વિશાલા થઈને નારોલ તરફ જતાં હાઈવે પર શાસ્ત્રીબ્રિજના સમારકામ માટે હાઈવેનો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તેથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. કારણ કે ટ્રાફિકના નિયમન માટે પોલીસની હાજરી જોવા મળતી નથી. અમદાવાદ શહેરના નારોલ-વિશાલા-સરખેજ નેશનલ હાઈવે નંબર 8 ઉપર શાસ્ત્રી બ્રિજ સમારકામ માટે એક […]