ગુજરાતમાં વરસાદને લીધે રોડ પર ખાડાંઓ પુરવા સરકાર રૂપિયા 100 કરોડનો ખર્ચ કરશે
ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ તૂટી જતા હોય છે તેમજ રોડ પર ઊંડા ખાડાંઓ પડતા હોય છે. ચોમાસુ પૂર્ણ થાય તે પહેલા જ એટલે કે મેઘરાજા વિદાય લે ત્યારબાદ રોડ-રસ્તાઓના મરામતના કામો હાથ ધરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રીએ 157 નગરપાલિકાઓને રોડ પરના ખાડાંઓ પુરવા અને રસ્તાઓના રિસરફેસિંગના કામો માટે એડવાન્સ રૂપિયા 100 કરોડની ફાળવણી કરી છે. […]