1. Home
  2. Tag "resigned"

KC ત્યાગીએ JDUના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું

કેસી ત્યાગીએ જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી દીધું છે. અંગત કારણોસર કેસી ત્યાગીએ પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીવ રંજન પ્રસાદ હવે જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા હશે. પાર્ટીના મહાસચિવ અફાક અહમદ ખાને રવિવારે એક પત્ર જારી કરીને આની જાણકારી આપી છે. જેડીયૂના જનરલ સેક્રેટરીએ પત્ર જાહેર કર્યો જેડીયૂના મહાસચિવ અફાક અહમદ ખાને જારી […]

દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદએ ‘આપ’ અને મંત્રી પદ ઉપરથી રાજીનામુ આપ્યું

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદએ રાજીનામુ આપ્યું છે. રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રીના પદ પર હતા. તાજેતરમાં જ રાજકુમાર આનંદના ઘરે ઈડીના દરોડા પડ્યાં હતા. જે બાદ તેમણે રાજીનામું આપતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. રાજકુમાર આનંદે મંત્રી પદ […]

કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર અને ધર્મેશ પટેલે આપ્યુ રાજીનામું, હવે કેસરિયો ખેસ પહેરશે

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે જ ગુજરાત કોંગ્રેસના દિગજ્જ ગણાતા અર્જુન મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને નવસારીમાં ગત લોકસભાની ચૂંટણીમાં હારેલા નેતા ધર્મેન્દ્ર પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા રાજકીય માહોલ ગરમાયો છે. આ ત્રણેય નેતાઓ એકાદ-બે દિવસમાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાં પ્રવેશી રહી છે. […]

વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદ પરથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી: વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ્સ બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડમાંથી પણ રાજીનામું આપી દીધું છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર, નિવૃત્ત IAS અધિકારી દેવેન્દ્રનાથ સારંગી, બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની શેખરી […]

પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુનો માત્ર 9 દિવસમાં જ રાજનીતિથી મોહભંગ થયો, YSRCP રાજીનામું આપ્યું

બેંગ્લોરઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક બેસ્ટમેન અંબાતી રાયડુએ ક્રિકેટમાંથી રાજીનામું આપ્યા બાદ સામાજીક સેવાનો નિર્ણય લઈને તાજેતરમાં જ આંધ્રપ્રદેશની યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. જો કે, રાજકારણમાં પ્રવેશના માત્ર નવ દિવસમાં જ તેમનો રાજનીતિમાંથી ભોગ થયો છે અને રાજકીય પાર્ટીમાંથી રાજીનામું આપીને રાજકારણથી દુર જવાનો નિર્ણય લીધો છે. અંબાતી રાયડુએ ચોંકાવનારો નિર્ણય લઈને […]

કલોલ નગરપાલિકામાં અસંતોષને લીધે ભાજપના 9 સભ્યોએ સાગમટે રાજીનામાં આપ્યાં

કલોલઃ  શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં પણ તાલુકા અને જિલ્લા લેવલે સત્તાની સાઠમારીમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કલોલ નગરપાલિકાના સતાધારી પક્ષ ભાજપના 9 કોર્પોરેટરોએ કમિટીઓના હોદ્દેદારોની ચૂંટણી યોજાય તે પહેલાં રાજીનામા આપી દેતા રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો. તમામ 9 સભ્યોના રાજીનામા નગરપાલિકા કમિટી દ્વારા મંજૂર પણ કરી દેવામાં આવ્યા હતા. કલોલ નગરપાલિકાના ચીફ […]

ભારત સાથેના વિવાદ વચ્ચે કેનેડાના સ્પીકરે આપ્યું રાજીનામું,જાણો શું હતો સમગ્ર મામલો

દિલ્હી:ભારત અને કેનેડા વચ્ચે આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપોને લઈને છેડાયેલા કૂટનીતિ વિવાદ વચ્ચે કેનેડાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સના સ્પીકરે રાજીનામું આપી દીધું છે. જો કે, તેમનું રાજીનામું તાજેતરમાં કેનેડાની મુલાકાતે આવેલા યુક્રેનના રાષ્ટ્રપતિના સંસદને સંબોધન દરમિયાન બનેલી ઘટના સાથે સંબંધિત છે. જ્યારે ઝેલેન્સકી કેનેડાની સંસદમાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે […]

વડોદરા શહેરના ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીને પત્રિકાકાંડમાં રાજીનામું આપવું પડ્યું

વડોદરાઃ શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીને કથિત પત્રિકાકાંડમાં રાજીનામું આપવાની ફરજ પડી છે. શહેર ભાજપમાં આંતરિક ખટરાગને લીધે સુનિલ સોલંકીએ રાજીનામું આપી દેતાં શહેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાજીનામું આપ્યું કે પાર્ટી કમાન્ડ દ્વારા લઈ લેવામાં આવ્યું એ રહસ્ય એ મુદ્દો ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે તેમના રાજકારણ પાછળ તાજેતરમાં મેયર પત્રિકાકાંડ […]

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આપ્યું રાજીનામું,આ 13 રાજ્યોમાં મોટો ફેરફાર

દિલ્હી:ભારતના રાષ્ટ્રપતિએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધા કૃષ્ણન માથુરના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.આ સિવાય રાષ્ટ્રપતિએ 13 રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે.આ સિવાય ગુલાબચંદ કટારિયાને આસામના રાજ્યપાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના […]

એ.કે. એંટનીના પુત્રએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું,જાણો શું છે કારણ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી વચ્ચે રાજકીય ગરમાવો વચ્ચે દક્ષિણ ભારતના કેરળમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એંટનીના પુત્ર અનિલ કે એંટનીએ કોંગ્રેસ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. અનિલ કે એંટનીના ટ્વિટ બાદ કોંગ્રેસે તેમને ઘેર્યા હતા.અનિલ એન્ટોનીએ હવે કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code