ભારત-બાંગ્લાદેશ વચ્ચે બે દિવસ બાદ ફરીથી વેપાર શરૂ થયો
નવી દિલ્હીઃ પાડોશી દેશમાં હિંસાને કારણે બે દિવસથી બંધ રહેલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વેપાર ફરી શરૂ થયો છે. બાંગ્લાદેશ કસ્ટમ્સે ફરી કામગીરી શરૂ કરી અને ઈન્ટરનેટ લિંક્સ પુનઃસ્થાપિત કર્યા પછી પશ્ચિમ બંગાળના પેટ્રાપોલ, ખોજડાંગા, ફુલબારી અને મહદીપુર જેવા મુખ્ય ભૂમિ બંદરો પર વેપાર ફરી શરૂ થયો. લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (પેટ્રાપોલ)ના મેનેજર કમલેશ સૈનીએ […]