અમદાવાદમાં ગરમી સામે મ્યુનિ.નો એક્શન પ્લાન, AMTS, BRTS સ્ટેન્ડ પર પીવાનું પાણી અપાશે
અમદાવાદઃ શહેરમાં હાલ બે ત્રણ દિવસ વાદળછાંયુ વાતાવરણ રહેશે.શનિવારથી તાપમાનમાં વધારો થશે. એપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોચી જવાની શક્યતા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોકોને ગરમીથી રાહત અપાવવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં એએમસીની હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં BRTS-AMTS બસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરાશે. […]