1. Home
  2. Tag "RMC"

રાજકોટમાં મ્યુનિ.ની 47 અને 65 નંબરની શાળાના છતમાંથી પડતા પોપડા, બાળકોમાં ભય

રાજકોટઃ શહેરમા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના કેટલાક મકાનો જર્જરિત બની ગયા છે. જેમાં મ્યુનિ. શાળા નંબર 47 અને 65ના મકાનની છત પરથી પોપડા પડી રહ્યા હોવાથી વિદ્યાર્થીઓ ભય સાથે ભણી રહ્યા છે. વરસાદ ચાલુ હોય ત્યારે છત ચીરીને પાણી કલાસ રૂમમાં પડે છે. બાળકો ઉપર આખી છત ધસી પડે તેવી દહેશત […]

રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશનની ત્રણેય ઝોનની કચેરીઓ પ્રોપર્ટી ટેક્સ વસુલવા શનિ-રવિવારે પણ કામ કરશે

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ વખતે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. શહેરના અનેક નાગરિકો હવે ઓનલાઈન ટેક્સ પણ ભરવા લાગ્યા છે. જ્યારે જે લોકો ઓનલાઈન ટેક્સ ભરી શકતા નથી તેમના માટે મ્યુનિ.ની વિવિધ કચેરીઓમાં ઓફલાઈન ટેક્સ ભરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મ્યુનિની ત્રણેય ઝોનની કચેરીઓમાં પણ પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે […]

રાજકોટઃ પાણી ચોરી અટકાવવા મનપાએ બનાવ્યો એકશન પ્લાન

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટ શહેરમાં પાણી ચોરીના બનાવોને અટકાવવા માટે મનપાએ એકશન પ્લાન તૈયાર કર્યો છે. પાણી ચોરી કરનારને રૂ. બે હજારનો દંડ કરવામાં આવશે. આ […]

રાજકોટમાં મનપાને 9 મહિનામાં 128 કરોડની આવક આવાસના હપ્તા પેટે મળી

9 મહિનામાં 31 હજાર આવાસના હપ્તામોટી આવક મનપાને થઈ 128 કરોડની આવક 31000થીવધારે આવાસો લાભાર્થીઓને ફાળવ્યા રાજકોટ: રાજકોટમાં 9 મહિનામાં 31 હજાર આવાસના હપ્તા પેટે 128 કરોડની આવકમનપાને થઈ છે.. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ સુધીમાં 31000થીવધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, […]

રાજકોટ કોર્પોરેશનનું રૂ. 2334.94 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉપર ભાર મુકાયો

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોશનના કમિશનરે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. રાજકોટના મ્યુનિ.એ વર્ષ 2022-23નું રૂ. 2334.94 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રાજકોટવાસીઓ ઉપર બજેટમાં કોઈ બોજો નાખવામાં આવ્યો નથી, મનપાના ડ્રાફ્ટ બજેટ અનુસાર શહેરમાં 10 નવા બાગ-બગીચા બનાવવા, શહેરમાં […]

મહાત્મા ગાંધી નિર્વાણ દિન પર નોન-વેજનું વેંચાણ થશે નહીં, રાજકોટ મનપાનું જાહેરનામું

રાજકોટ મનપાનું જાહેરનામું મહાત્મા ગાંધી નિર્વાણ દિન પર નોન-વેજનું વેંચાણ થશે નહીં રાજકોટ: આગામી તારીખ ૩૦ના રોજ મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન ,મચ્છી અને ચિકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સર્વેએ આ જાહેર નામાની ચુસ્ત પણે અમલવારી કરવી અને […]

કોરોના સંકટઃ અમદાવાદ સહિત 8 કોર્પોરેશનને સર્વેલન્સની કામગીરી ઝડપથી કરવાની આરોગ્ય વિભાગ સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ અમદાવાદ સહિત આઠ શહેરોમાં સર્વેલન્સની કામગીરીને લઈને મનપા તંત્રને જરૂરી સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના કેસમાં વધારો થતા જ કોરોના ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, ભાવનગર અને જામનગર કોર્પોરેશનને કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા […]

રાજકોટમાં લોકોને બીજો ડોઝ આપવા માટે મનપાની વેક્સિનેશન ડ્રાઈવ

 20 હજાર લોકો માટે મનપાની વેકસીનેશન ડ્રાઇવ પ્રથમ ડોઝ લીધાના 84 દિવસ પૂર્ણ થયેલા માટે ડ્રાઈવ મહાનગરપાલિકા દ્વારા વેકસીનેશન ડ્રાઇવ રાજકોટ: કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપા દ્વારા વધુ એક પહેલ શરૂ કરવામાં આવી છે. જાણકારી અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  આજ  રોજ કોરોના વેક્સીનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ગત 17 સપ્ટેમ્બરે આવી જ ઝુંબેશમાં […]

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ક્રિનિંગની કામગીરી શરૂ, મુસાફરોનું ટેમ્પરેચર માપવામાં આવ્યું

કોરોનાને લઈને આરએમસી સતર્ક મુસાફરોનું ટેમ્પરેચર માપવામાં આવ્યું કોરોના ફરીવાર ન ફેલાય તે માટેના પગલા રાજકોટ: દિવાળીના તહેવાર અંતર્ગત લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા માટે જતા હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, તેમજ એરપોર્ટ ખાતે સ્ક્રિનિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બહારથી આવતા મુસાફરોનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર માપવામાં […]

રાજકોટમાં હોટલો, રેસ્ટોરન્ટ્સ પાસે ફાયર NOC નહીં હોય તો વેરા માફીનો લાભ નહીં મળે

રાજકોટઃ શહેરમાં અનેક હોટલો, રેસ્ટોરન્ટ્સ, હોસ્પિટલો પાસે ફાયર એનઓસી જ નથી. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરની જુદી જુદી હોસ્પિટલ, રહેણાક બિલ્ડિંગ, હોટેલ અને રેસ્ટોરન્ટ, ક્લાસીસમાં  ફાયર NOC માટે ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને જવાબદારને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જોકે આવી નોટિસ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે અગાઉ પણ અનેક વખત આપી છે અને ભૂલી ગયા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code