1. Home
  2. Tag "ROAD"

બાબા સિદ્દીકી મર્ડરઃ શૂટર શિવકુમારે હત્યા બાદ કુર્લાથી પકડી હતી ટ્રેન, રસ્તામાં ફેંકી દીધો મોબાઈલ

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં કથિત મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ 12 ઓક્ટોબરે ગુનો આચર્યા બાદ 20 મિનિટ સુધી ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, ગૌતમ કપડાં બદલીને ઘટનાસ્થળે પાછો ફર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, “તેણે તેનું શર્ટ, પિસ્તોલ અને આધાર કાર્ડ મુકેલી બેગ સ્થળ પર ફેંકી દીધી […]

રાજકોટમાં કરોડો રૂપિયા ખર્યા બાદ વગર વરસાદે રોડ પર ઠેર ઠેર પડ્યા ખાડાં

રાજકોટમાં બે વર્ષમાં રોડ-રસ્તાઓ માટે 200 કરોડ ફાળવાયા હતા, સાતમ-આઠમ બાદ રોડને મરામત કરવાની મ્યુનિએ આપી ખાતરી, ગૌરવ પથની હાલત પણ બિસ્માર બની રાજકોટઃ ગુજરાતમાં નવા નક્કોર ઓવરબ્રિજ તેમજ નવા બનાવેલા રોડ-રસ્તાઓ તૂટી જવાના બનાવો વધી રહ્યા છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ સામાન્ય વરસાદ બાદ રોડ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. શહેરમાં છેલ્લા […]

સુરતમાં જાહેર રોડ પરના ખાડાં પુરવાને બદલે માત્ર તિરંગા યાત્રા રૂટ્સના રોડ પર થીગડા મરાયા

સુરતઃ શહેરમાં વરસાદને કારણે મોટાભાગના રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. અને કેટલાક સ્થળોએ ખાડાને કારણે અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. વાહનચાલકો રોડ પર પડેલા ખાડાંઓમાં થીગડા મારવાની માગ કરી રહ્યા છે. ત્યારે બિસ્માર થયેલા રોડને મરામત કરવાને બદલે માત્ર હર ઘર તિરંગા યાત્રા જે રોડ પરથી પસાર થવાની છે. તે રોડ […]

કારગિલ-ઝાંસ્કર વચ્ચે આવતા વર્ષ સુધીમાં આ રોડ બની શકે છે, ટાઈગર હિલ અને પેંગોંગ લેકની મુસાફરી સરળ બનશે

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) લદ્દાખના બે સૌથી દૂરના વિસ્તારોને જોડતા 230 કિલોમીટરના કારગિલ-ઝાંસ્કર રોડને પહોળો અને અપગ્રેડ કરી રહ્યું છે. આ રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 301 નો મહત્વનો ભાગ છે. જે આગામી વર્ષ સુધીમાં પૂર્ણ થવાની આશા છે. તે નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (NHIDCL) દ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં […]

રોડઉપરથી પસાર થતી એમ્બ્યુલન્સના માર્ગમાં અડચણ ઉભી કરનાર સામે થઈ શકે છે કાર્યવાહી

એમ્બ્યુલન્સમાં સામાન્ય રીતે ઈમરજન્સી હાલતમાં દર્દીને હોસ્પિટલમાં લઈ જવાતો હતો. છે. જો કોઈ એમ્બ્યુલન્સનો રસ્તો રોકે છે તો મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. એટલું જ નહીં એમ્બ્યુલન્સનો માર્ગમાં અડચણ ઉભી કરનાર વાહન ચાલકને જેલની સજા પણ થઈ શકે છે. માર્ગ ઉપર સામાન્ય રીતે એમ્બ્યુલન્સ સાયરન વગાડીને પસાર થાય છે. ઈમરજન્સીને કારણે જ […]

અમદાવાદમાં પાણી અને ગટર સહિતના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો વોર્ડ ઈજનેરો સામે પગલા ભરાશે

અમદાવાદઃ  શહેરનાં અનેક વિસ્તારોમાં પીવાનાં પાણીમાં પોલ્યુશન, પ્રેશર ઓછુ અને ગટર બેક મારવાની સમસ્યા વારંવાર સર્જાય છે, ફરિયાદો કરવા છતાંયે પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. આથી હવે રોડ.પાણી, ગટર સહિતની ફરિયાદોનો યોગ્ય સમયમાં ઉકેલ કરવામાં નહીં આવે તો  તેના માટે વોર્ડ-ઝોનનાં ઇજનેરો સામે પગલાં લેવાની ભલામણ એએમસીના વોટર કમિટી ચેરમેને કરતા વોર્ડ અને ઝોનના અધિકારીઓમાં ફફડાટ […]

ભારત 3-4 વર્ષમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિશ્વનું નંબર વન ઉત્પાદન હબ બનવાનું લક્ષ્ય ધરાવે છેઃ ગડકરી

નવી દિલ્હીઃ ભારત આગામી 3 – 4 વર્ષમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિશ્વનું નંબર વન ઉત્પાદન હબ બનવાનું લક્ષ્ય ધરાવે છે. ચેક રિપબ્લિકના પ્રાગમાં ભારતીય સમુદાય સાથે વાત કરતાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આમ જણાવ્યુ હતું.  તેમણે કહ્યું કે, છેલ્લા નવ વર્ષમાં ઓટોમોબાઈલ ઉદ્યોગનું કદ સાડા ચારલાખ કરોડથી વધીને સાડા બાર લાખ કરોડ રૂપિયા  થયું છે. વધુમાં […]

ગુજરાતમાં ભારે વરસાદને પગલે વાહન વ્યવહારને વ્યાપક અસર, 200થી વધારે રસ્તાઓ બંધ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે, ભારે વરસાદને પગલે જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ રહી છે, બીજી તરફ નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે, દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનના 13 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા છે. આ તમામ રૂટ […]

રેલ, માર્ગ, હવાઈ અને પાણીના પરિવહનને સર્વગ્રાહી અભિગમ સાથે વ્યવહાર કરવો જોઈએ : રાષ્ટ્રપતિ મુર્મુ

દિલ્હી: ભારતીય રેલ્વેના 213 પ્રોબેશનર્સ (2019, 2020 અને 2021 બેચ)ના જૂથે આજે (15 સપ્ટેમ્બર, 2023) રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. પ્રોબેશનર્સને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈપણ વ્યાપારી સંગઠનથી વિપરીત ભારતીય રેલ્વે દેશની સામાજિક જીવનરેખા છે. તે સામાન્ય લોકોના સપનાઓ વહન કરે છે. તે જ સમયે, તેની રાષ્ટ્રવ્યાપી કનેક્ટિવિટી રાષ્ટ્રની […]

ખેડાઃ NH-47 અમદાવાદ-ઈન્દોર હાઇવે પર રોડ સેફટીને ધ્યાને રાખી ગેરકાયદેસર કટ બંધ કરાશે

અમદાવાદઃ ખેડા જિલ્લા કલેકટર કે. એલ .બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટીની મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ વર્ક ઝોનના રોડ સેફટી એન્ફોર્સમેન્ટ ઓફિસર ઋત્વિજા બેન દાની દ્વારા ખેડા જાન્યુઆરી 2023 થી જૂન 2023ના માસ વાર જિલ્લામાં બનેલ કુલ અકસ્માત, ફેટલ અકસ્માતની  વિગતો, વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન, ઇમ્પ્લીમેંટેશન અને મેઇન્ટેનન્સ કામગીરી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code